ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના મૌલાનાને હથિયાર આપનાર રાજકોટના અજીમ સમાની પોલીસે પેલા પકડી પાડયો હતો. અજીમને રાજકોટના જંગલેશ્વરના રમીઝ સેતાએ હથિયાર આપ્યાનું ખુલતા તે ફરાર હતો.
પરંતુ આજે ભાવનગરના ઢસાથી પોલીસે તેની ધરપકડ કરી ATSને સોંપી દીધો છે. રમીઝ સેતા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરમાં બે વખત IPC 307ના ગુનામાં જેલ ગયો છે. આર્મ્સ એક્ટના ગુનામાં રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી.
અમદાવાદના ધંધુકામાં થયેલ કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરવા સમયે ઉપયોગમાં લેવાયેલું હથિયાર રાજકોટથી સપ્લાય કરાયું હતું. આથી રાજકોટ સુધી પોલીસ તપાસ પહોચી હતિ. શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દૂધસાગર રોડ પર રહેતા અજીમ બસીરભાઈ સમા નામના શખ્સ મૌલાના સુધી હથિયાર સપ્લાય કર્યું હતું.
આ માટે અજીમ સમાને પકડવા માટે અમદાવાદ પોલીસની એક ટીમ ત્રણ દિવસ પહેલા રાજકોટ આવી હતી પરંતુ અજીમ તેના હાથે લાગ્યો ન હતો. પરંતુ બીજા દિવસે તે પકડાય ગયો હતો.
મૌલાના કમરગની ઉસ્માનીએ ATSની પૂછપરછમાં પોતે પાકિસ્તાનના કરાચીમાં આવેલા દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે સાંઠગાંઠ હોવાનું ખૂલ્યું હતું. આ પાકિસ્તાની સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટનું કથિત રીતે ઓપરેટિંગ કરે છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment