તમારા હાથમાં રહેલા આ નિશાન આપે છે ભાગ્ય સાથે જોડાયેલા શુભ અને અશુભ સંકેતો, આવી રીતે જાણો… 

જ્યોતિષ

હસ્થરેખા શાસ્ત્ર મુજબ હાથની હથેળી આપણા ભવિષ્ય વિશે ઘણું બધું કહી જાય છે. હાથની રેખાઓના આધારે વ્યક્તિના ચરિત્ર અને તેના ભવિષ્યનું આકલન કરી શકાય છે. આમ તો આપણા હાથમાં અગણિત ક્રોસ રેખાઓ હોય છે, એમાંથી અમુક શુભ હોય તો અમુક અશુભ પણ હોઈ શકે છે.

હસ્થરેખા શાસ્ત્ર મુજબ આપણી હથેળીમાં એક એવું નિશાન હોય છે જેમાં નાની-નાની રેખાઓ મળવાથી કે ટકરાવાથી બને છે.હસ્તરેખાનો અભ્યાસ કોઈ પણ સંસ્કૃતિ, ક્ષેત્ર અને ધર્મ સુધી જ સીમિત નથી પણ આ વિશ્વની વિવિધ સંસ્કૃતિઓમાં મળી આવે છે. જેના દ્વારા મનુષ્યના ભવિષ્ય વિશે ઘણી વાતો ખબર પડે છે.

અમે તમને જણાવી દઈએ કે આપણા હાથની રેખાઓ સમય સાથે બદલાતી રહે છે. આજે અમે તમને કેટલીક એવી રેખાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા હાથની હથેળીમાં જોવા મળતી હોય છે. તો ચાલો જાણી લઈએ કે ક્યાં લોકોના હાથમાં આ નિશાન હોય તેનું નસીબ ખુબ જ ભાગ્યશાળી હોય છે.

હથેળીમાં xનું નિશાન :- ઘણા ઓછા લોકોના હાથમાં આ નિશાન હોય છે, આ નિશાન મગજની રેખા અને ડેડ લાઇનની વચ્ચે રચાય છે. જે મોટા મોટા કામ કરવા માટે પેદા થયા હોય છે એ લોકોના હાથમાં આવા નિશાન હોય છે.. એવું કહેવામાં આવે છે કે આવા લોકો પૈસાની દ્રષ્ટિએ ખૂબ નસીબદાર હોય છે.

જે વ્યક્તિના બંને હાથની હથેળીઓમાં આવું નિશાન જોવા મળે છે એમને આ દુનિયા માંથી જતા રહયા પછી પણ સદીઓ સુધી યાદ રાખવામાં આવે છે. જયારે જે લોકોની એક જ હથેળીઓ પર આ નિશાન હોય છે, તેમને પણ જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. અને તેઓ ખુબ જ નામ પણ કમાય છે.

અર્ધ ચંદ્ર :- એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિના હાથમાં અર્ધ ચંદ્રનો આકાર રચાય છે, તો કોઈ વ્યક્તિના હાથમાં, ગુરુ પર્વતથી શનિ પર્વતની છેદ સુધી જવું સીધું છે અને અર્ધ ચંદ્રમાંથી કાપી નાખ્યું નથી. ઉત્પાદન કરે છે. એવું કહેવાય છે કે આકર્ષક બનીને આવા લોકો બુદ્ધિના પણ તીક્ષ્‍ણ હોય છે. આવા લોકો તેમની બુદ્ધિની શક્તિ દ્વારા જ તેમના જીવનમાં પ્રગતિ મેળવે છે.

આવી નિશાની જેના હાથમાં હોય તેને નસીબ સખત સાથ આપે છે અને કોઈ પણ તેમને નુકશાન નથી પહોંચાડી શકતા. તેઓ દરેક કામમાં સફળ થાય છે અને તેમને કોઈ જ નુકશાન નથી થતું. આ લોકો ખૂબ જ બુદ્ધિશાળી, સંવેદનશીલ અને સારી યાદશક્તિવાળા હોય છે. હંમેશા જીવનમાં પ્રગતિ મેળવે છે.