બધા કરતા હાર્દિક પટેલની અલગ જ રાજનીતિ, દરેક સમાજના હીત ને ધ્યાનમાં રાખી આગળ વધશે, હાર્દિક ફક્ત પાટીદારનો જ નહિ સર્વે સમાજનો નેતા….

રસપ્રદ

ગઈકાલે રાજકોટની મુલાકાતે આવેલા કોંગ્રેસી નેતા હાર્દિક પટેલના પાટીદાર સમાજને લઈને બદલાયેલા સૂર જોવા મળી રહ્યા છે. થોડા દિવસ અગાઉ મનસુખ માંડવિયાએ આપેલ નિવેદન ‘પાટીદાર એટલે ભાજપ’ને લઈને પ્રતિક્રિયા આપતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતના વિકાસ માટે દરેક રાજકીય પાર્ટીએ તમામ સમાજને સાથે લઈને ચાલવું જોઈએ.

દરેક વ્યક્તિએ વાદ-વિવાદ, ધર્મ, જાતિ -આ પ્રકારની ભેદભાવવાળી તમામ વસ્તુઓ ભૂલીને બધાને મદદ કરવી જોઈએ. હાર્દિક પટેલના આ નિવેદનથી પાટીદાર સમાજને લઈને તેના વિચાર બીજા જ જોવા મળ્યા છે. હાર્દિક કોંગ્રેસમાં છે અને હવે આગામી દિવસોમાં વર્ષ 2022ની ચૂંટણી આવી રહી છે

ત્યારે તમામ સમાજને સાથે રાખવાનું નિવેદન રાજકીય હોય એવું જણાય રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના હાર્દિક પટેલે કર્યા બાદ એક આંદોલનકારી નેતા તરીકે અને પાટીદાર સમાજના પ્રશ્નોની લડત આપતો હાર્દિક પટેલ જોવા મળ્યો હતો.

તેની છાપ અન્ય સમાજમાં પાટીદાર નેતા તરીકે ઊપસી હતી, જેથી તેઓ માત્ર એક સમાજ પૂરતા હતા. હાલમાં તે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે ત્યારે માત્ર પાટીદાર સમાજ પૂરતો સીમિત ન રહેવાનું તેઓ પસંદ કરી રહ્યા છે, જેને કારણે તેમના વિચાર બદલાયેલા જોવા મળ્યા છે.

હાર્દિક પટેલ કોંગ્રેસના પ્રદેશ નેતા બન્યા બાદ આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની હાર થઈ હતી. તેથી ગ્રામ્યસ્તરે હાર્દિક પટેલની અને કોંગ્રેસ ની લોકપ્રિયતા અંગે સવાલો ઊઠી રહ્યા હતા.

હવે વર્ષ 2022ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે માત્ર પાટીદાર સમાજ પૂરતું સીમિત રહેવું હાર્દિક પટેલને ગમતું નથી, તેથી તેઓ હવે સર્વ સમાજને સાથે રાખી ને ચાલવાની યોજના બનાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.