રસોઈની રાણી

આજે આપણે શીખીશું ટ્રેડિશનલ ગુજરાતી હાંડવો બનાવવાની રીત.

0
Please log in or register to do it.

હાંડવો અલગ રીતે બનાવવામાં આવે છે. તેમાં અલગ-અલગ દાળનો અને શાકનો ઉપયોગ પણ કરાય છે, અને ટ્રેડિશનલ એટલે કે ઈન્સ્ટન્ટ બંને રીતે હાંડવો તૈયાર થાય છે. ટ્રેડિશનલ માં ચોખા અને દાળ નો ઉપયોગ થાય છે. જ્યારે ઇન્સ્ટન્ટ માં સોજી અને બેસન નો ઉપયોગ કરીને હાંડવો બનાવી શકાય છે. આજે આપણે ટ્રેડિશનલ ગુજરાતી હાંડવો બનાવવાની રીત શીખીશું.

હાંડવાનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી –
ચોખા 3 કપ
તુવેર દાળ 1/2 કપ
મગ દાળ 1/2 કપ
અડદ દાળ 1/4 કપ
ચણા દાળ 3/4 કપ
મકાઈના દાણા 1/2 કપ
મેથી 1 ચમચી

હાંડવામાં નાંખવાની સામગ્રી –
દુધી છીણેલી 1
લીલુ મરચું ઝીણું સમારેલું 1થી 2 નંગ
આદુની પેસ્ટ 1/2 ચમચી
લસણની પેસ્ટ 5 થી 6 કળી ની
લીંબુનો રસ 1 ચમચી
ગોળ 2 થી 3 ચમચી/ ખાંડ
તલ 1 થી 2 ચમચી
અજમો 1/2 ચમચી
હળદર 1/2 ચમચી
ધાણાજીરું પાઉડર 1 ચમચી
મીઠા લીમડાના પાન 5 થી 7
લીલા ધાણા સમારેલા 1/4 કપ
તેલ 2થી 3 ચમચી
દહીં 1/2 કપ
મકાઈ 1/2 કપ
મીઠું સ્વાદ પ્રમાણે
બેકિંગ સોડા 1/2 ચમચી

હાંડવાના વઘાર માટેની સામગ્રી –
તેલ 3 થી 4 ચમચી
રાઈ 1 ચમચી
હિંગ 1/4 ચમચી
તલ 1થી 2 ચમચી
મીઠા લીમડાના પાન 7 થી 8

હાંડવાના મિશ્રણને ઘરમાં ચકી કે મિક્સર જારમાં ઝીણું પીસી લેવું. અથવા બહાર લોટ દળવાની ચક્કી પર પીસાવી લેવું. ખાંડનું મિશ્રણ જેને તમે મહિનાઓ સુધી સાચવી શકો છો અને જ્યારે પણ હાંડવો બનાવવો હોય ત્યારે એને ઉપયોગમાં લઇ શકાય.

હાંડવાનું મિશ્રણ તૈયાર કરવાની રીત –
ખાંડવાં તૈયાર લોટ માંથી બે કપ લોટ લેવો. તેમાં અડધો કપ દહીં નાખીને મિક્સ કરવું. ત્યાર પછી જરૂર પ્રમાણે ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું. તેમાં અઢીથી ત્રણ કપ જેટલું પાણી નાખીને મિક્સ કરવું. જ્યારે બરાબર મિક્સ થઈ જાય ત્યારે ઢાંકીને સાત કલાક સુધી આથો આવવા માટે રાખવું. 7 કલાકમાં બરાબર આથો આવી જાય એટલે હવે મિશ્રણ તૈયાર કરવું.

ગેસ પર એક વધારામાં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ નાખીને તતડાવો. ત્યારબાદ મીઠા લીમડાના પાન અને તલ નાખીને વઘાર તૈયાર કરવો.

હવે જે વાસણમાં હાંડવો તૈયાર કરવો હોય, તેને તેલથી ગ્રીસ કરીને ખાંડનું મિશ્રણ પોણા ભાગનું ભરવું. તેના ઉપર તેલનો વઘાર નાખી દેવો. કુકર માં પંદરથી વીસ મિનિટ ચડવા દેવું. ઓવનમાં મૂકવું હોય તો 350 ડિગ્રી પર 15થી 20 મિનિટ સુધી ચડવા દેવું.

હાંડવો બરાબર ચડી જાય એટલે પંદરથી વીસ મિનિટ માટે ઠંડો થવા દેવો. ત્યાર પછી એને ડિમોલ્ડ કરીને ચટણી કે ચા સાથે સર્વ કરવો.

જો તમે હાંડવો પેન એક કઢાઈમાં બનાવવા માંગતા હોવ તો, એમાં તમારે બે ત્રણ અલગ-અલગ હાંડવો બનાવવો પડશે. એના માટે કઢાઈ કે પેનમાં બે ચમચી તેલ નાખવું. ગરમ કરવું. તેમાં પા ચમચી રાઈ અને બે ચપટી હિંગ નાખીને તતડાવી.

ત્યારબાદ એ માત્ર ત્રણ-ચાર મીઠા લીમડાના પાન અને તલ નાખીને વઘાર તૈયાર કરવો. ત્યારબાદ હાંડવાનું મિશ્રણ એમાં એક સરખું ફેલાવીને ઢાંકી દેવું. ધીમા તાપે પાંચથી સાત મિનિટ માટે ચઢવા દેવું. ત્યારબાદ બીજી તરફ ઉથલાવી દેવું. બીજી તરફ ચાર મિનિટ માટે ચઢવા દેવું, એટલે હાંડવો તૈયાર થઈ જશે.

મહત્વની ટિપ્સ –
– તમે દાળ ને પાણીને ધોઈને 5 થી 7 કલાક પલાળીને ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખીને પીસીને પણ હાંડવા નું મિશ્રણ તૈયાર કરી શકો છો.
– તમે એમાં ગમતા શાકભાજીને ઝીણા સમારી ને કે છીણી ને નાખી શકો છો.
– હાંડવા ની દાળ અને ચોખાને પીસાવીને ત્રણ મહિના સુધી સાચવી શકો છો અને આ જ મિશ્રણથી તમે ઢોકળા પણ તૈયાર કરી શકો છો.

જાણો ગોવિંદા અને તેની પત્ની સુનીતાની ફિલ્મી લવ સ્ટોરી વિશે, મામીની બહેન સાથે જ કરી લીધા હતા લગ્ન
કર્ણાટકના એક ખેડૂતનું સત્ય, જે ફોન ચાર્જ કરવા અને મસાલા પીસવા, દરરોજ વીજ કચેરીએ જાય છે, જાણો કારણ 

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.