ભગવાન કૃષ્ણ એ ગીતાને ઉપદેશ આપ્યો હતો જેમાં એમણે જીવનના ઘણા બધા ઉપાય બતાવ્યા છે. ગીતાના સારથી જીવનની ઘણી બધી પરેશાનીનું આસાનીથી સમાધાન થાય છે. ભગવાન કૃષ્ણ એ અર્જુનને ગીતાનું જ્ઞાન કરાવ્યું હતું
જેમાં માનવને જીવનની કોઈ પણ કઠીન પરેશાનીથી બહાર કાઢવાની રાહ દેખાડવામાં આવી છે. આજે આપણે આ લેખમાં એ વિશે કહેવાના છીએ જે સવાલ ને લગભગ બધા પૂછે છે કે આખરે કેમ સારા લોકોની સાથે જ ખરાબ થાય છે.
અને મોટા ભાગે હંમેશા એવું જ બનતું હોય છે કે જે લોકો દરેકનું સારું વિચારતા હોય છે અને ક્યારેય કોઈ સાથે ખરાબ વર્તન નથી કરતા એવા લોકો સાથે જ હંમેશા ખરાબ થતું હોય છે. એક વાર અર્જુને ભગવાન કૃષ્ણને સવાલ કર્યો કે પ્રભુ આખરે કેમ સારા લોકોની સાથે ખરાબ થાય છે,
તો ભગવાન કૃષ્ણ એ આ સવાલનો જવાબ આ પ્રકારે આપ્યો, સજ્જન મનુષ્યની સાથે ખરાબ કામ થઇ રહ્યા છે પરંતુ એની પાછળ એવું કંઈ હોતું નથી, સદાચારી અને ધર્મ પ્રયાણ મનુષ્યને ઈશ્વર પણ પ્રેમ કરે છે.
લોકો ભલે ગમે એવો વ્યવહાર કરે પરંતુ ઈશ્વર હંમેશા સારા વ્યક્તિઓને તેમના કામનું સારું જ ફળ આપે છે તેઓ ક્યારેય અન્યાય કરતા નથી. તેથી તે ઈચ્છે છે કે એને પૂર્વ જન્મો માં કરેલા પાપ કર્મ જલ્દી થી પુરા થાય
અને જેનાથી મનુષ્યના બધા પાપ આસાનીથી કપાય જાય તેમજ વ્યક્તિ જલ્દીથી જલ્દી પાપોથી મુક્ત થઈને શાંતિ તેમજ મોક્ષને પ્રાપ્ત કરે. આ જન્મમાં આપણાથી કંઇક ખોટું થાય છે તો તે આપણા પૂર્વ જન્મો માં કરેલા પાપ કામ હોય છે.
અને આપણા દ્વારા કરવામાં આવેલા સારા કે ખરાબ કાર્યોનું ફળ આપણને આ જન્મમાં અથવા આવતા જન્મમાં પણ ભોગવવાનું જ રહે છે. એ કામોને પાપનો ભોગ કરી તે સદાચારી મનુષ્યમાં પરિવર્તિત થઇ જાય છે,
પરંતુ કામોની ગતિને બધાને કાપવી પડે છે. આ ચક્રથી ઈશ્વર પણ છૂટતા નથી. આ બધા કામોની જ ગતિ છે જે કષ્ટને લઈને આવે છે, મનુષ્ય આ કાપીને મુક્ત થઇ જાય છે અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે.