શરીરને ઘટાડવા અને પોતાને ફીટ રાખવા માટે લોકો ઘણીવાર વિવિધ વસ્તુઓ અપનાવે છે. વજન સંતુલિત રાખવા માટે કસરત કરવાની સાથે તંદુરસ્ત આહાર લેવો પણ ખૂબ મહત્વનું છે. દરેક મહિલા ઇચ્છતી હોય છે કે તે સુંદર અને આકર્ષક દેખાય પણ વધતો જતો મોટાપો તેની સુંદરતામાં અડચણ રૂપ બની જાય છે. કેટલાક લોકો પોતાને ફીટ રાખવા માટે કસરતો કરવાનું વિચારે છે પરંતુ તે કરવામાં અસમર્થ છે. વજન ઘટાડવાનો એકમાત્ર રસ્તો માનવામાં આવે છે.
એવામાં આવી મહિલાઓ માટે અમે એક્સપર્ટની સલાહના આધારે એવા કારગર ઉપાય લઈને આવ્યા છીએ કે મહિલાઓ જિમ ગયા વગર જ ઘરે રહીને અમુક સરળ વ્યાયામ કરીને પણ પોતાનો મોટાપો દૂર કરી શકે છે અને પહેલા જેવું આકર્ષક ફિગર પણ મેળવી શકે છે.
વજન ઘટાડવા માટે હુલા હૂપ
હુલા હૂપ એક બાળપણમાં રમવામાં આવતી એક રમત છે. તો હુલા હૂપ દ્વારા તમે સહેલાઈથી પેટની આસપાસની ચરબી ઝડપથી દૂર કરી શકશો. જેમાં આગળથી પાછળ એક સાઈડ થી બીજ સાઈડ અને હિપ્સની આસપાસ રિંગ ફેરવવાથી ચરબી ઓગાળવામાં મદદ મળશે. મહિલાઓને મોટાભાગે કમરની આસપાસ વધારે ચરબી જમા થાય છે એવામાં આ વ્યાયામ મહિલાઓ માટે બેસ્ટ વ્યાયામ છે.
પુશ-અપ
ઘણા લોકો સવારે ઉઠીને પુશઅપ કરતા હોય છે, જેને કરવાના ઘણા ફાયદાઓ છે. તેનાથી સોલ્ડર, કમર, ચેસ્ટ અને હાથની સારી એવી એક્સરસાઇઝ થઇ જાય છે. આ વ્યાયામ માટે કોઈપણ પ્રકારના મશિનની જરૂર નથી પડતી.
દોરડા કૂદવા
ઘણા લોકો ઘરે દોરડા કૂદવા માટે દોરડા લઇ આવે છે. આ એક પ્રકારની કાર્ડીઓ એક્સરસાઇઝ જ છે. જે તમારા ખંભા, સાથળ, કમરનો ભાગ વગેરે માટે ખુબ ફાયદેમંદ છે. આ ઉપાય કેલેરી બર્ન કરવાનો શાનદાર ઉપાય છે. રોજ દોરડા કુદવાથી શરીરમાંથી વધારાની ચરબી દૂર થઇ જાય છે. રોજ સવારે માત્ર 15 મિનિટ દોરડું કુદવાથી પુરા શરીરનું વર્કઆઉટ થઇ જાય છે અને મોટાપો ઓછો કરવામાં પણ મદદ મળે છે.