રાજ્યમાં ચારેબાજુ બ્લેક ફંગસ ના કેસો વધી રહ્યા છે જ્યારે વૃધ્ધોમાં આ બીમારી ખાસ કરીને જોવા મળી રહી છે, પરંતુ હવે ગુજરાતમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 16 વર્ષના યુવાનને મ્યુલર માયકોસિસ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં રહેતા દિવ્ય ને કોરોના થયો હતો , પરંતુ ત્યારબાદ તેનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેને એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને રોજ બે લીટર ઓક્સિજન ની જરૂર પડતી હતી, ત્યાર બાદ તેને નવ દિવસ સારવાર આપવામાં આવી હતી અને ત્યા ર પછી તેમાંથી ડીસ્ચાર્જ કરી મુકવામાં આવ્યો હતો.
ઘરે આવતા તેને દાંત દુખાવા ની ફરિયાદ હતી. જેથી દાંતના ડોક્ટરે બાયોપ્સી કરાવવા કહ્યું અને તેમાં તેની મ્યુકર મયકોસીસ હોવાનું જાણવા મળ્યું. જેથી ઓપરેશન દ્વારા તેની એક બાજુ નું જડબુ અને દાંત કાઢવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તેને ઇન્જેક્શન અને કિડની ઉપર આડઅસર ન થાય તે માટે અન્ય દવાઓ પણ આપવામાં આવી હતી. કોરોનાને હરાવ્યા બાદ પણ દર્દીઓમાં હવે નવી મુસીબત સર્જાઇ છે. કોરોનામાં સાજા થયેલાં દર્દીઓમાં મ્યુકોરમાઇક્રોસિસનો ખતરો તો યથાવત છે.
તદુપરાંત નવી બિમારી આવી છે, જે વ્હાઈટ ફંગસ તરીકે સામે આવી છે.મ્યુકોરમાઇકોસીસ આંખ, મગજ અને નાકની અંદર જાય છે એટલે જોખમી છે. તેવી રીતે આ વ્હાઇટ ફંગસ પણ એવું જ છે, તે નાકમાં, આંખમાં અને મગજમાં એટલી ઝડપથી ફેલાઈ શકે છે.
આ રોગનું પ્રમાણ વધી રહ્યુ છે.જે દર્દી માટે જીવલેણ સાબિત થઇ શકે છે. સોલા સિવિલમા વ્હાઇટ ફંગસના 3 કેસ નોંધાવાથી તંત્રમાં પણ હડકંપ મચ્યો છે. અમદાવાદમાં વ્હાઇટ ફંગસના પહેલો કેસ સામે આવ્યો છે.
શરીરના અલગ અલગ અવયવને બહોળા પ્રમાણમાં નુક્શાન કરે છે.વ્હાઇટ ફંગસ માટે ઈન્જેકશન કે પછી ટેબ્લેટ ઓરિકેનજોલ એન્ટીફંગલ ટ્રીટમેન્ટ છે જે દર્દીઓને ઘરે આપી શકીએ.
મ્યુકોરમાઇકોસીસ માં જે ઈન્જેકશન આપતા હોય તેની સાઈડ ઇફેક્ટ કિડની પર થતી હોય છે પણ વ્હાઇટ ફંગસમાં અપાતી ટેબ્લેટ કે ઈન્જેકશની સાઈડ ઈફેક્ટ લીવર પર થતી હોય છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment