ઘણી વાર આપણી દરેક લોકો સાથે એવી ઘટના બને છે કે જેને જોઇને કે સાંભળીને ખૂબ જ આશ્ચર્ય પામીએ છીએ, કંઇક એવું જ બન્યું હતું મુંબઈના વ્યક્તિ સાથે, જેના વિશે આજે અમે તમને જણાવી દઈએ શું થયું..
મુંબઈ અને દુબઈનો હવાઇ યાત્રાનો રૂટ સૌથી વ્યસ્તમાનો એક માનવામાં આવે છે. પરંતુ આજે જે કિસ્સો હું તમને જણાવવા જઈ રહ્યો છું તે વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો,
તો ચાલો જાણી લઈએ કે કેવી રીતના એક ગુજરાતી એ ઇકોનોમી ક્લાસમાં ટિકિટ લઈને આખા પ્લેનનો જાણે પોતે રાજા હોય તેવી રીતના એકલાએ જ મુંબઈ થી દુબઈ સુધી ની સફર એકલા એ જ ખેડી હતી.
ભારતીય વિમાન ચાર્ટર ઉદ્યોગના ઓપરેટરે એવું જણાવ્યુ હતું કે ૧૯મી મે ના રોજ અમીરાત નું બોઇંગ ૭૭૭ મુંબઈ થી માત્ર એક જ પેસેન્જર ને લઈને દુબઈ ગયું હતું. જેમાં ટ્રાવેલ કરનાર એકમાત્ર ગુજરાતી વેપારી ભાવેશભાઈ ઝવેરી હતા.
આ પ્લેનની ટિકિટ માટે તેમણે ૧૮ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે તેઓ પ્લેનમાં ગયા ત્યારે એરહોસ્ટેસે તેમનું સ્વાગત કર્યું હતું અને પાયલોટે પણ તેમને અભિવાદન કર્યું હતું.
તેમણે એવું કહ્યું હતું કે તેઓએ ઘણી વાર આ રૂટ ઉપર ટ્રાવેલ કર્યું છે, પરંતુ આ વખતે તેમનો અનુભવ એકદમ અલગ જ રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એરહોસ્ટેસે તમામ સૂચનાઓ તેમને એકલાને જ અનુમતિ ને આપી હતી.
આ ઉપરાંત તેમણે આખા પ્લેનમાં ગમે તે સીટ ઉપર બેસવા નો ઓપ્શન પણ આપવામાં આવ્યુંઆવ્યો હતો, પરંતુ ભાવેશભાઈ એ પોતાના લકી નંબર ૧૮ નંબરની સીટ ઉપર જ બેઠા રહ્યા હતા.
બોઈંગ ૭૭૭ ની ગણના દુનિયાના સૌથી મોટા ટ્વીન એન્જિન એરક્રાફ્ટમાં થાય છે, જેનું વજન ૧૭ ટન જેટલું છે અને મુંબઈથી દુબઈ પહોંચવા માટે તેમાં ૮ લાખ રુપિયાનું ફ્યુઅલ વાપરવું પડે છે.
એના વિશે એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો કે પ્લેનમાં મુસાફરો ઓછા હશે. જોકે તેઓ ફક્ત બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરાવે છે, પરંતુ આ વખતે તેઓએ ઇકોનોમી ક્લાસની ટિકિટ બુક કરાવી, જે તેમના માટે એક લકી ડ્રો સાબિત થઈ હતી.