નવા વર્ષ ૨૦૨૧ ની શરૂઆત થઇ ચુકી છે. જ્યોતિષ શાસ્ત્રમાં નવા વર્ષે ખુશી અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે અમુક ઉપાય દર્શાવવામાં આવ્યા છે. દરેક વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન ગ્રહપીડા ભોગવવી જ પડે છે. રોજિંદા જીવનમાં ઘણી ટેવો એવી હોય છે જેને સુધારો કરવામાં આવે તો ગ્રહદોષ નિવારી શકાય છે.
ગ્રહદોષ નિવારણ માટે લોકો પૂજા-પાઠ અને ગ્રહશાંતિ જેવી વિધિઓ ઉપરાંત અલગ અલગ ગ્રહ સંબંધિત રત્નો પણ ધારણ કરતાં હોય છે. પરંતુ આ ઉપાયથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે. એમાં કરવાના છે અમુલ મંત્રજાપ. આ દરેક મંત્રજાપ કરવાથી પણ ગ્રહદોષ શાંત કરી શકાય છે. નવ ગ્રહોના નવ મંત્રનું વર્ણન શાસ્ત્રોમાં મળે છે જેનો જાપ કરવાથી ગ્રહ પીડા શાંત થાય છે અને જીવનના તમામ સુખ પ્રાપ્ત કરી શકાય છે.
સૂર્ય મંત્ર :- જો કુંડળીમાં સૂર્ય અશુભ પ્રભાવ આપી રહ્યો હોય તો આ મંત્ર જાપ કરવો જોઈએ “ઓમ હ્રીં હ્રોં સૂર્યાય નમ:”.. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં ચંદ્ર નબળો પડે તો ખુબ પીડા મળે છે. દુર્બળતા, કલેહ, ધનની કમી થાય છે. આ તમામ સમસ્યાઓ દૂર કરવા આ ચંદ્ર મંત્રના કરો જાપ.
ચંદ્ર મંત્ર :- ચંદ્રના અશુભ પ્રભાવથી બચવું હોય તો “ઓમ એં ક્લીં સોમાય નમ:”… મંગળ અદમ્ય સાહસી અને પરાક્રમી પૃથ્વી પુત્ર છે ગ્રહોનો સેનાપતિ વૈદિક જ્યોતિષમાં મહત્વનો છે. મંગળ દોષના પ્રભાવથી દૂર રહેવા કેટલાક મંત્ર જાપ જરૂરી છે.
મંગળ મંત્ર :- મંગળના અશુભ પ્રભાવથી બચવું હોય તો કરવો આ મંત્રજાપ “ઓમ હૂં શ્રી મંગલાય નમ:”… બુધ વેપાર વાણીનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં બુધને મજબુત કરવા આ મંત્રજાપ કરવા જોઇએ.
બુધ મંત્ર :- બુધના અશુભ પ્રભાવથી બચવું હોય તો કરવો આ મંત્રજાપ “ઓમ એં શ્રીં શ્રીં બુધાય નમ:”.. જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિને એક શુભ દેવતા માનવામાં આવે છે. દેવતાઓના ગુરુ આમતો શુભ ફળ આપે છે પણ નબળો બૃહસ્પતિ મુશ્કેલીમાં લાવી દે છે. ગુરુને મજબુત કરવા આ મંત્રજાપ કરો.
ગુરુ મંત્ર :- ગુરુના અશુભ પ્રભાવથી બચવું હોય તો “ઓમ હ્રીં ક્લીં હૂં બૃહસ્પતયે નમ:”… જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ભૌતિક સુખ-સુવિધાઓ આપનાર માનવામાં આવે છે. શુક્રને મજબુત કરવા કરો આ ઉપાય
શુક્ર મંત્ર :- શુક્રના અશુભ પ્રભાવથી બચવું હોય તો “ઓમ હ્રી શ્રીં શુક્રાય નમ: …” કુંડળીમાં શનિનો પ્રભાવ જેટલો મારક હોય તેટલુ જ શુભફળ પ્રદાન કરે છે. શનિદેવ કર્મનો દેવતા માનવામાં આવે છે સૂર્ય પુત્રને પ્રસન્ન કરવા કરો આ મંત્ર જાપ.
શનિ મંત્ર :- શનિના અશુભ પ્રભાવથી બચવું હોય તો “ઓમ એં હ્રીં શ્રીં શનૈશ્વરાય નમ:”… કુંડળીમાં રાહુ અને કેતુ છાયા ગ્રહ છે. રાહુને મજબુત કરવા આ મંત્ર જાપ કરો.
રાહુ મંત્ર :- રાહુના અશુભ પ્રભાવથી બચવું હોય તો “ઓમ એં હ્રીં રાહવે નમ:”… કેતુના દોષને કારણે જાતક ભ્રમમાં પડે છે. તમામ મુશ્કેલીઓ આવે છે. કેતુના દુષ્પ્રભાવથી બચવા આ મંત્ર જાપ કરો.
કેતુ મંત્ર :- કેતુના અશુભ પ્રભાવથી બચવું હોય તો “ઓમ હ્રીં એં કેતવે નમ:”… આ નવ મંત્રમાંથી જાતકે પોતાને અનુકૂળ ન હોય તે ગ્રહના મંત્રનો જાપ નિયમિત રીતે કરવો જોઈએ. કેતુના શુભ પ્રભાવ માટે અશ્વગંધાના મૂળના એક ટુકડાને ગુરુવારે ધારણ કરવો.
જો નિયમિત આ દરેક મંત્રોનો જાપ કરવામાં આવે તો ધન-વૈભવ અને સુખ-શાંતિ મળી રહે છે. સવારે સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ જાતકે રોજ ઓછામાં ઓછી એક અને શક્ય હોય તો પાંચ માળા ગ્રહ મંત્રની કરવી. આ મંત્ર જાપથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દુર થઇ જાય છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment