ગ્રહ નક્ષત્રના ખરાબ પ્રભાવમાંથી બહાર નીકળવા માટે આ છે ખુબ જ ચમત્કારી ઉપાય, આજે જ જાણી લો..

આધ્યાત્મિક

વૈદિક કાળથી જ્યોતિષશાસ્ત્ર આપણી પરંપરાનો એક ખુબજ અગત્યનો ભાગ બની ચૂક્યો છે. આપણા પૂર્વજોને સૂર્યમંડળ અને આકાશગંગાનું ખુબ જ જ્ઞાન હતુ. આજના આ વૈજ્ઞાનિક યુગમાં આપણે તેમના જ્ઞાન અંગે ઘણો આભાર વ્યક્ત કરીએ છીએ. એટલું જ નહી, ગ્રહોના નામથી પણ તેઓના લક્ષણ નક્કી કરવામાં આવ્યા છે.

મનુષ્યમાં સતોગુણ, રજોગુણ અને તમોગુણ એમ ત્રણ પ્રકારના ગુણો જોવા મળે છે. તેવી જ રીતે દરેક ગ્રહો અને નક્ષત્રોની પોતાની પ્રકૃતિ કે ગુણ હોય છે. તમામ ૨૭ નક્ષત્રો નવ ગ્રહના સ્વામિત્વમાં છે, તેથી ગ્રહોની પ્રકૃતિ અનુસાર નક્ષત્રોને ઉપરોક્ત ગુણોના આધારે વહેચવામાં આવે છે.

જીવનમાં સતત સંઘર્ષ આવવાના કારણે ક્યારેક હિંમત પણ હારી જવાય છે. જીવનમાં થાક લાગે છે અને ઉત્સાહ જતો રહે છે, ત્યારે જરૂરી છે કે જાણી લેવું કે આવુ શા માટે થાય છે. જો તમારા ગ્રહો અને નક્ષત્રો ની દશા ખરાબ ચાલી રહી હોય તો તમે પણ આવા સંકટોથી પરેશાન થતા હોવ હોવ છો.

વર્તમાન સમયમાં ઘણા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના સમર્થક આ તથ્યને માત્ર એક અંધવિશ્વાસની સંજ્ઞા આપે છે. તેઓનું એવું માનવુ છે કે વ્યક્તિના વિચાર અને કર્તવ્ય જ વ્યક્તિના ભાગ્ય નક્કી કરે છે. આવા લોકોનું માનવું છે કે જીવનની સાથે હંમેશા ચાલતા રહેવુ જોઈએ.

જો ભાગ્યમાં અવરોધ આવે તો, તેનો સામનો કરીને હિંમતની સાથે આગળ વધવુ જોઈએ. આવી હાલતનું કારણ આપણી ગ્રહ દશા હોઈ શકે છે, ગ્રહદશા કમજોર હોય ત્યારે તકલીફ ચારેબાજુથી આવી શકે છે. તેમાંથી છુટકારો કેવી રીતે મેળવી શકાય તે અમે તમને જણાવી દઈએ.

આ ઉપાય કરવા :- એક પાણીદાર નાળિયેર લેવું, જે વ્યક્તિ સંકટ માંથી પસાર થતી હોય તે વ્યક્તિ કે પછી તમે પોતે સંકટનો સામનો કરી રહ્યા હોવ તો તમારા માથે ૨૧ વાર એ નારિયેળને ગોળ ફેરવવું, ગોળ ફેરવ્યા પછી કોઇ પણ દેવ સ્થાને જઇને તે નાળિયેરને બાળી દેવું.

આ ઉપાય અપનાવવાથી સમગ્ર સંકટ દૂર થઇ જશે. એક બાબત ખાસ યાદ રાખવી કે આ ઉપાય મંગળવાર કે શનિવારના દિવસે જ અજમાવવા અને સળંગ પાંચ વાર અપનાવવો. ઘરમાં કોઇની તબિયત ખરાબ હોય તો તેમના માથેથી પણ આ રીતે નાળિયેર ઉતારી શકાય છે.

પ્રાણી અને પક્ષીને ભોજન આપવું :- ગાય, કૂતરા, કીડી, પક્ષીઓ, કાગડા કે કોઇ પણ અશક્ત જીવને ભોજન આપવું, તેમની દુઆ તમને તમારા સંકટ માંથી ઉગારશે, વેદોમાં પણ જણાવ્યું છે અબોલ તેમજ નિર્બળને ભોજન અને જળ અર્પણ કરવાથી તેમની દુઆ તમને મળી રહેશે.

રોજ પક્ષીઓને દાણા આપવાથી પિતૃ તૃપ્ત થાય છે. રોજ કીડીને દાણા નાખવાથી દેવામાંથી મુક્તિ મળે છે. રોજ કૂતરાને રોટલી ખવડાવવા થી આકસ્મિક સંકટ માંથી મુકરી મળે છે. રોજ ગાયને રોટલી ખવડાવવાથી આર્થિક સંકટનો નાશ થાય છે.