ગોવિંદા છે ત્રણ આલિશાન બંગલાના માલિક, કરોડોની છે સંપતિ, જાણો એની લક્ઝ્યુરીયસ લાઈફ સ્ટાઈલ…

ફિલ્મી દુનિયા

90 ના દાયકામાં ગોવીંદા સુપરસ્ટાર હતો. તે સમયે તેણે મોટા ભાગે બધીજ ફિલ્મો હીટ પર હીટ આપી હતી. આજે પણ તેને હિરો નંબર 1 કહેવામાં આવે છે. તે હાલમાં ફિલ્મોમાં ખાસ જોવા નથી મળતો પરંતુ તેની એક્ટિંગના કારણે આજે પણ તેની ફેનફોલોવીંગ પહેલા જેવીજ છે.

આજે અમે તમને ગોવીંદાની લક્ઝ્યુરીયસ લાઈફ સ્ટાઈલ વીશે માહિતી આપવા જઈ રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે ગોવીંદા પાસે કુલ 150 કરોડ કરતા પણ વધારેની સંપત્તિ છે. જેથી તે પોતાની જીંદગી એકદમ આલીશાન રીતે જીવી રહ્યો છે.

1986માં તેણે બોલીવૂડમાં ફિલ્મ ઈલજામથી ડેબ્યુ કર્યું હતું. તેની એક્ટિંગ જોઈને મોટા ભાગના લોકોએ તેની પ્રશંશા કરી હતી. બાદમાં ડેવિડ ધવન સાથે બેક ટુ બેક હીટ ફિલ્મો આપી હતી. મોટા ભાગે તે કોમેડી ફિલ્મોમાં જોવા મળતો હતો. અને દર્શકોને પણ તેની કોમેડી ઘણી પસંદ આવતી હતી.

ગોવીંદા મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં તેના બંગલામાં તેના પરિવાર સાથે રહે છે. તેના બંગલાનું નામ તેણે જલ દર્શન રાખ્યું છે. તેનો બંગલો પણ ઘણો મોટો છે. સોશિયલ મીડિયા પર તેના બંગલાની તસ્વીરો શેર કરતો હોય છે. જે તસ્વીરો જોઈને તમે પણ ચોંકી જશો.

જોકે તેના મ઼ડ આઈલેન્ડ અને રૈયા પાર્કમાં પણ બે ગંગલા છે. આપને જાણીને નવાઈ લાગશે કે ગોવિંદા રીઅલ એસ્ટેટ પ્રોપર્ટીમાં મોટા પ્રમાણમાં રોકાણ કરતો હોય છે. ઉપરાંત તેની પાસે મર્સિડીઝ જેવા કાર પણ છે. સાથેજ અન્ય નાની મોટી કાર પણ તેણે ખરીદી રાખી છે.

ગોવીદાની કમાણી વીશે વાત કરવામાં આવે છે. તો તેની વાર્ષીક આવક 16 કરોડ રૂપિયા જેટલી છે. ગત વર્ષે તેની કુલ સંપત્તિ 150 કરોડ કરતા વધી ગઈ. નવાઈની વાત તો એ છે કે તે ફિલ્મોમાં નથી દેખાતો તેમ છતા પણ તે બીજી રસ્તાઓથી ફિલ્મો કરતા વધારે કમાણી રહ્યો છે.

ગોવીંદાએ તેના જીવનમાં 165 કરતા પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે અમીતાભ અને સલમાન ખાન જેવા મોટા એક્ટરો સાથે કામ કર્યું છે. ઉપરાંત તેણે રાજેશ ખન્ના સાથે પણ કામ કર્યું છે. ગોવીંદાએ 3 દાયકા સુધી બોલીવૂડમાં રાજ કર્યું છે.

એક સમય એવો હતો કે મોટા મોટા ડાયરેક્ટપ પણ તેને પોતાની ફિલ્મોમાં લેવા માગતા હતા. જોકે હાલ તેઓ તેમના પરિવાર સાથે વધારે સમય વિતાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તે હાલમાં રાજકારણમાં પણ સક્રય છે. ઉપરાંત તે ફિલ્મોમાં રૂપિયા પણ લગાવતા હોય છે.