રાજકોટના રાજકારણમાં ફરી એકવાર આરોપોનો ધોધમાર થઈ રહ્યો છે. કાયદો વ્યવસ્થાની વાત કરીએ તો ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પૈસા પડાવવાનો ધંધો કરે છે તેવો આરપો ભાજપના MLA એ કર્યો છે. એક ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટરબોમ્બે ખુદ ગુજરાત સરકારમાં હલચલ તેજ કરી છે.
ગોવિંદ પટેલના ગૃહમંત્રીને પત્ર મોકલતા સમગ્ર રાજકારણ અને પોલીસ બેડામાં જાણે હડકંપ થયો છે. પરંતુ રાજકોટના આંતરિક જૂથવાદ ફરીવાર બહાર આવ્યું છે. જોકે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પરમિશન વગર આ બધું શક્ય નથી. રાજકોટના પોલીસ કમિશનર તો વિજય રૂપાણીના અંગત માનવામાં આવે છે. તો ફરીવાર ગોવિંદ પટેલ અને રૂપાણી વચ્ચે વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે.
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિજય રૂપાણીના અંગત છે. પાટીલે એવી સૂચના આપી હતી કે ભાજપનો કાર્યકર કે ધારાસભ્ય હોય અધિકારીઓએ તેનું માનવુ પડશે જ. પરંતુ રાજકોટ પોલીસ કમિશનર ધારાસભ્યોને ગાંઠતા ન હોય અંતે ગોવિંદ પટેલે સીધી પાર્ટી અને ગૃહમંત્રીને લેટર લખ્યો છે.
આથી આજે રાજકોટ કોંગ્રેસે પણ CP વિરુદ્ધ ધરણા કરી હતિ. તો જિલ્લા પંચાયત ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ નારા લગાવ્યા હતા . કોંગ્રેસ કાર્યકરો એ ‘પોલીસ કમિશનર ચોર હૈ’ ના નારા શરૂ કર્યા કે તરત જ પોલીસે 15થી વધુ આગેવાનોની અટકાયત કરી હતી. જ્યાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.