શું તમે પણ વજન વધવાના બીકથી ઘી વગરની રોટલી ખાવ છો, તો જરૂર જાણી લો આ હકીકત..

સ્વાસ્થ્ય

આજકાલની વ્યસ્તતા વાળી જીવનશૈલી ના કારણે  લોકોના વજનમાં વધારો થતો હોય છે, જેના કારણે ઘણા લોકોને પરેશાની થતી હોય છે. વજન ઘટાડવા માટે લોકો જાત જાતના પ્રયત્ન કરે છે.  ઘણા લોકો કસરત અથવા વ્યાયામ પણ કરે છે, જે આવી કસરત ન કરી શકતા હોય તો તે ખાવામાં કન્ટ્રોલ અથવા ડાયટ-કન્ટ્રોલ કરીને વજન ઉતારવાના પ્રયત્ન કરે છે.

ખાવા-પીવાની ટેવો અને બેઠાડું જીવન ના કારણે પણ વજન વધતો હોય છે, જેના કારણે ઘણા લોકોતો રોટલીમાં ઘી નાખ્યા વગર જ ખાવાનું શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એવું હોય છે કે ઘી વાળી રોટલી ખાવાથી કોલસ્ટ્રોલ અથવા હૃદય રોગની બીમારીઓ થઇ શકે છે.

અમે તમને જણાવી દઈએ કે આ એક એકદમ ખોટું છે. કોલેસ્ટ્રોલ અને હૃદયરોગની બીમારી ઓ વનસ્પતિ તેલ તેમ જ વનસ્પતિ ઘી ના હિસાબે થાય છે. વજન ઘટાડવા અને ઘટેલું વજન ને કંટ્રોલમાં કરવા માટે ખોરાકનો જથ્થો ઘટાડવાની જરૂર નથી. પરંતુ ”કેટલું ખાવું? એનાં કરતાં વધુ અગત્યનો સવાલ છે ”શું ખાવું?.

આ ખાવા પીવાની ટેવ પર લોકો પણ આંધળું અનુકરણ કરી નાખે છે. એક વ્યક્તિએ જે વસ્તુ ફેલાવી હોય તે દરેક લોકો પણ સાચું સમજીને ફેલાવી જ નાખે છે, પરંતુ એની અસર એ થઈ કે લોકોએ ઘી વાળી રોટલી ખાવાનું બંધ કરી દે છે. તેમજ ડાયટ પ્લાન પણ ઘી વગરની રોટલી નો સમાવેશ થવા માંડ્યો. પરંતુ હકીકત એકદમ જુદી જ છે.

જે વ્યક્તિઓ પોતાની રોજીંદી જીવનમાં અડધો-પોણો કલાક હંમેશા માટે કસરત કરે છે, એ લોકો ઘટેલું વજન જાળવી રાખવામાં સફળ થાય છે. આજે અમે તમને વજન ઘટાડવા માટે ઘી વગરની રોટલી ન ખાવાથી શું થાય છે એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણી લઇએ હકીકત…

ઘી વાળી રોટલી ખાવી એ શરીર માટે નુકસાનકારક નહિ, પરંતુ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ઘીમાં ઘણા બધા ગુણ રહેલા હોય છે. અને ખાસ કરીને ગાયનું ઘી અમૃત સમાન માનવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે ઘી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધારતું નથી, પરંતુ ઓછું કરે છે. તેમજ શરીરમાં રહેલી ખરાબ ચરબી ને પણ ઘી દુર કરે છે.

મજબુત હાડકા માટે :- આ ઉપરાંત ઘીનું કામ એક લુબ્રીકેટ એજન્ટ જેવું છે. કારણ કે હાડકાઓ મજબુત બનાવવા માટે લુબ્રીકેટ એજન્ટની જરૂર પડે છે, જો તમે ઘીનું નિયમિત સેવન કરતા હોય તો આ કમી પૂરી થાય છે તેમજ તમારા મસલ્સ પણ મજબૂત બની જાય છે.ઘીનું નિયમિત સેવન બ્રેન ટોનીક તરીકે પણ કામ કરે છે. નાના છોકરાઓ એ ઘી નું સેવન કરવું લાભદાયક છે.

પાચનક્રિયા માટે :- આપણી પાચન ક્રિયા માટે પણ ઘી ખુબ જ ફાયદાકારક છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ રોગો સામે લડવા માટે ઘી આપણી મદદ કરે છે. આ સિવાય પાચન ક્રિયામાં પણ લાભદાયી હોવાથી કબજિયાતની સમસ્યામા ખૂબ જ ફાયદાકારક બને છે.

ઘીનું સેવન કઈ રીતે કરવું તે પણ ઘણું મહત્વનું છે. સામાન્ય માણસ માટે ૪ ચમચી ઘીનું સેવન કરવું એ ઘણું છે. ઘી ને તમે ખોરાક ઉપર અથવા ખોરાકને ઘી માં પકવીને પણ સેવન કરી શકો છો. આ બંને રીતે ઘી ફાયદાકારક સાબિત થાય છે.