ઘઉંના ધાસનુ જ્યુસ ગંભીર બીમારીઓમાંથી અપાવે છે છુટકારો, જાણો જેના ફાયદા છે અઢળક..

સ્વાસ્થ્ય

આરોગ્ય સાથે સંબંધિત દરેક નાની મોટી સમસ્યા સામે લડવા માટે પ્રકૃતિએ આપણને ઘણી વસ્તુઓ આપી છે. જેની આરોગ્ય પર સકારાત્મક અસર થાય છે. તેમાંથી એક વસ્તુ છે ઘઉંના ધાસનુ જ્યુસ. આ આજકાલ ખુબ જ પ્રચલિત થઇ રહ્યું છે. ઘઉંના ધાસનું જ્યૂસ ધંઉ થી જ બનાવવામાં આવે છે.

ઘઉંના ઘાસમાં શુદ્ધ રક્ત બનાવવાની શક્તિ હોય છે. ઘઉંને માટીમા વાવ્યા પછી જે નીકળે છે, તેનું વૈજ્ઞાનિક નામ ટ્રીટીકમ એસ્થિવમ કહેવાય છે. આ શરીરમાં ચમત્કારિક રૂપમાં ફાયદો કરે છે. તેના છ થી આઠ ઇંચ સુધીના લાંબા  ઘાસને પીસીને તેનું જ્યુસ બનાવવામાં આવે છે.

આ જ્યુસમાં ઘણા પ્રમાણમાં કેલ્શિયમ,  આયોડીન, મેંગનેશિયમ, ક્લોરોફિલ, સેલેનિયમ, આયર્ન, ફાઇબર, વિટામિન કે, વિટામીન બી, વિટામિન સી અને વિટામિન એ જેવા પોષક તત્વ મળી આવે છે.  જે આપણા સ્વાસ્થય માટે ઘણી રીતે લાભદાયી છે. આ કારણથી દુનિયાભરના લોકો તેને ઘરમાં એક કૂંડામાં અને લોનમાં ઉગાડતા હોય છે. જેનાથી તેઓ તેનું સેવન કરી શકે છે. અને તેનો લાભ લઈ શકે.

ઘઉંના ઘાસનું જ્યુસ પીવાથી સ્વાસ્થય ને ઘણા ફાયદા પ્રાપ્ત થાય છે. ઘઉંના ધાસ નુ જ્યુસ પીવાથી શરીરને ખૂબ જ સારા ફાયદા મળી રહે છે. જે લોકોને આ ઘઉં નુ લીલુ ઘાસ કાચું મળી શકતું ન હોય, તે લોકો તેનો પાવડર પણ ખાતા હોય છે. તો ચાલો જાણી લઈએ એના ફાયદા વિશે..

એનિમિયાથી રક્ષણ :- ઘઉંના ધાસ ને પીસીને તેનું જ્યુસ કાઢી ને રોજ પીવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. તેનું સેવન કરવાથી વ્યક્તિ એનિમિયા થવાથી બચી શકે છે અને શરીરમાં શક્તિ આવે છે.

ઓબેસિટીથી આપે છે છુટકારો :- અમે તમને જણાવી દઈએ કે ધંઉ ના ધાસ મા કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. અને ફાયબરની માત્રા કેલરી કરતા વધારે હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વ મળી રહે છે અને તમારું પેટ ભરેલું રહે છે. ઘઉંના ઘાસનું જ્યૂસ પીવાથી ઓબેસિટીની સમસ્યાથી છુટકારો મળે છે.

એટલું જ નહીં, પરંતુ તે તમારા ડાયજેશનને પણ સારું બનાવી રાખે છે. આ જ્યુસ માં ધણા બધા એન્જાઈમ મળી આવે છે. તે ભોજનને સારી રીતે પચવામાં ઘણી મદદ કરે છે. ઘઉંના ધાસ નુ જ્યુસ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટી શકે છે. જેના લીધે હૃદયની બીમારીઓનું જોખમ ઓછુ રહે છે.

અન્ય બીમારીઓમાંથી આપે છે છૂટકારો :- ઘઉંના ધાસ નુ જ્યુસ સોજા અને બ્લડ પ્રેશર ને રાખે છે કંટ્રોલમાં. જો આ જ્યુસ પીવાથી આંતરડામાં થતાં સોજાઓ થી પણ છુટકારો મળે છે. આંતરડાંમાં થઈ રહેલા સોજાઓ ઓછા થઇ જાય છે.

તેનાથી તમારા અલ્ટ્રા કોલાઇટિસ થવાનું જોખમ ખૂબ જ ઓછું રહે છે. આ જ્યુસ નુ સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ વધતુ નથી અને સામાન્ય રહે છે. તે એટ્રોવાસ્ટેટિન ડ્રગની જેવું કામ કરે છે. જે હાઇબ્લડપ્રેશર ને ઓછું કરવામાં મદદ કરે છે.