સ્વાસ્થ્ય

ભૂલથી પણ આ વસ્તુનું ન કરવું સેવન, નહિ તો થઇ શકે છે ગેસની સમસ્યા, જાણો ગેસ બનવાનું મુખ્ય કારણ..

Advertisement

ઓછી શારિરીક પ્રવૃત્તિ અને બેઠાડુ જિંદગીએ પેટની મુશ્કેલીઓ વધારી છે.  ઘણી વાર ખોરાક લાંબો સમય સુધી મોટા આંતરડા માં પડ્યો રહે તો તેને કારણે ગેસ બને છે. ટૂંકમાં આંતરડાની પાચનક્રિયા મંદ પડી ગઈ હોય તો તેની અસરના ભાગ રૂપે ગેસ બને છે.

પેટમાં ગેસ થવાની સમસ્યા સામાન્ય વાત છે અને લગભગ ૭૦ % લોકો ને પેટ માં ગેસ જરૂર બને છે. ગેસ ની સમસ્યા થવા પર રનો તરત જ ઈલાજ કરવો. કારણ કે વધારે સમય સુધી પેટ માં ગેસ બનવાથી પેટ સાથે જોડાયેલી અન્ય સમસ્યા થઇ શકે છે. એટલા માટે પેટ માં ગેસ બને તો એને ક્યારેય નજર અંદાજ ન કરવો. આજે અમે તમને એના ઉપાય વિશે જણાવીશું કે અમુક એવી વસ્તુ જેના સેવન કરવાથી દુર રહેવું કારણકે તે ગેસ બનવાનું મુખ્ય કારણ હોય છે. તો ચાલો જાણી લઈએ.

Advertisement

બહારનું ખાવાનું :- પેટમાં ગેસ બને ત્યારે બહારનું ખાવાનું ના ખાવું જોઈએ, કારણ કે બહાર નું ખાવાથી પેટ પર ખરાબ અસર પડે છે અને બહાર નું ખાવાનું ખાવાથી પેટ માં ગેસની સમસ્યા ઉભી કર છે. બહાર વેચાતા ખાણીપીણી ને બનાવવા માં ઘણા મસાલા નો પ્રયોગ કરવામાં આવે છે. વધારે મસાલા વાળું ખાવાનું ખાવાથી કબજિયાત થાય છે ને કબજિયાત થવાથી પેટ માં ગેસ બનવા લાગે છે એટલા માટે બહાર નું ખાવાનું ન ખાવું જોઈએ.

દવાનું વધારે સેવન :- વધારે પ્રકારની દવાઓ ખાવાથી પેટ માં ગેસ ની સમસ્યા બની જાય છે. જે લોકો એન્ટીબાયોટિક દવાઓ લે છે એને પેટમાં ગેસ બનવા લાગે છે. દવા ખાવાથી સારા બેક્ટેરિયા ઓછા બને છે. જે પાચન શક્તિ ને સારી રાખે છે. પાચન શક્તિ કમજોર થવાથી ખાવાનું પચતું નથી અને પેટ માં ગેસ ની સમસ્યા થઇ શકે છે.

Advertisement

ચાવીને ખાવું :- ભોજન ને હંમેશા ચાવીને જ ખાવું જોઈએ. ભોજન ને ઓછું ચાવવાથી તે સરખું પચતું નથી અને એવું થવાથી પણ ગેસની સમસ્યા થઇ જાય છે. એટલા માટે હંમેશા ભોજન ચાવીને જ ખાવું જોઈએ.

ચા અને કોફીનું સેવન ન કરવું :- અમે તમને જણાવી દઈએ કે જે લોકો વધારે ચા અને કોફી નું સેવન કરે છે એના પેટ માં વધારે ગેસ બને છે. એટલા માટે ગેસ થાય ત્યારે ચા અને કોફી નું સેવન કરવાથી બચવું.

Advertisement

ગેસની સમસ્યા થાય ત્યારે કરવા ઉપાય :- પેટમાં ગેસ થાય ત્યારે ગરમ પાણીમાં હિંગ, અજમા અને સંચળ નાખીને મિક્સ કરીને પીઈ લેવું, આ પાણી પીવાથી ગેસ ની સમસ્યા દુર થઇ જાય છે. ગોળ વાળું દૂધ પીવાથી પણ ફાયદો થાય છે. ફુદીનાનું પાણી પીવાથી પણ રાહત મળે છે એટલા માટે ગેસ થાય ત્યારે આ ઉપાય જરૂર અપનાવવા જોઈએ.

વધુ પડતો તીખો-તળેલો ખોરાક ન ખાઓ, તાણને કારણે પણ ગેસ થતો હોય છે તેથી પ્રસન્નચિત્ત રહો. તાણથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખો. ખાવાનું બરાબર ચાવીને ખાવું જોઈએ.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago