ગુજરાતમાં ઘણા બધા ગાયક કલાકારો છે, જેમાં દરેક કલાકારની સ્ટાઇલ જુદી જુદી હોય છે. દરેક કલાકાર તેમના ગાયકી ની કલાથી મોટી સંખ્યામાં તેમનો ચાહક વર્ગ બનાવી લેતા હોય છે.
આજે આપણે એક એવા જ લોકગાયિકા વિષે જાણીએ જેઓએ દેશમાં જ નહિ વિદેશમાં પણ તેમના કાર્યક્રમો કરીને વિદેશની ધરતી ઉપર પણ પોતાના નામનો ડંકો વગાડી દીધો છે.
આજે આપણે પ્રખ્યાત લોકગાયિકા એવા ગીતાબેન રબારી વિષે જાણીએ, તેઓના ખુબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ છે અને તેમના મધુર કંઠથી તેઓ આ ચાહક મિત્રો માટે સમયસર કંઈક નવું નવું લાવતા જ રહે છે.
જેને તેમનો ચાહકવર્ગ ખુબ જ પસંદ કરતા હોય છે. ગીતાબેન રબારીના ઘણા બધા એવા ગીતો પણ આવતા હોય છે જે લોકોમાં જોરદાર બુમ પડાવતા હોય છે. ગીતાબેનનું એક હાલમાં નવું ગીત આવી રહ્યું છે અને તે ગીતના બોલ છે, પરદેસીયા
અને તે ગીત પણ હવે આવતાની સાથે જ બુમ લોકોમાં પ્રખ્યાત થઈ જશે. આ ગીત દ્વારિકા નગરીમાં બનાવવામાં આવ્યું છે. આ ગીતની સિવાય બીજા અન્ય એવા ઘણા બધા ગીતો પણ છે જેને જોઈને ચાહક મિત્રો ખુબ ખુશ થઇ જતા હોય છે.
ગીતાબેને થોડા સમય પહેલા એક આલીશાનઘર લીધું હતું અને તેને જોઈને લોકો ખુબ જ રાજી થઇ ગયા હતા. ગીતાબેન રબારી લાઈવ પ્રોગ્રામ અને ભાતીગળ લોકગીતો માટે ખુબ જ પ્રખ્યાત છે અને તેમના આ ગીતોથી તેમને લોકોને પ્રેમ મળતો હોય છે.