ઉનાળાની ઋતુ ચાલુ થઇ ચુકી છે. ઉનાળામાં તાપમાન વધતા પેટમાં દુઃખાવો, બીપી ની સમસ્યા, છાતીમાં દુઃખાવો, નસકોરી ફૂટવી, ચક્કર આવવા, ડિહાઈડ્રેશન, અર્ધ બેભાન જેવી અવસ્થા, ઊલટી સહિતના ઘન કેસ વધી જાય છે. આ સાથે લોકોમાં હોઠ ફાટવા અને નાક સુકાવવા સહિતની તકલીફોમાં પણ વધારો દેખાઈ રહ્યો છે.
દરેક ને ચામડી ના કોઈને કોઈ રોગ થતા રહે છે અથવા તો ત્વચા સારી રહેતી નથી. જેના માટે દરેક લોકો કોઈને કોઈ ઉપાય કરતા હોય છે. આજે અમે તમને એક એવા નુસખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઉપાય ને નિયમિત રીતે અપનાવીને હોઠ ને એકદમ મુલાયમ અને સુંદર બનાવી શકાય છે. તો ચાલો જાણી લઈએ હોઠ ના સરળ ઉપાય વિશે.
લીંબુ હોઠ ની કાળાશ ને દુર કરીને ગુલાબી હોઠ કરવા માટે એક સારો ઘરેલું ઉપાય છે. લીંબુ ના રસને નિયમિત રીતે રાત્રે સુતા પહેલા હોઠ પર લગાવી લેવું. આ ઉપાય ને ઓછામાં ઓછું બે મહિના સુધી નિયમિત કરવું, જેનાથી જરૂર ફાયદો મળશે.
જૈતુન નું તેલ અને વેસેલીન મિક્ષ કરીને દિવસમાં ત્રણ અથવા ચાર વાર ફાટેલા હોઠો પર લગાવવું. ત્રણ ચાર દિવસ નિયમિત ઉપચાર કરવા પર તમારા હોઠો ની તિરાડ ભરાવવા લાગશે.
બે મોટી ચમચી કોકો બટર, અડધી નાની ચમચી મધ વેક્સ લેવું. ઉકળતા પાણી પર એક વાસણ માં વેક્સ નાખીને ઓગળી લેવું, એમાં કોકો બટર મિક્ષ કરવું. હવે આ મિશ્રણ ને ઠંડુ થવા દેવું. પછી આ મિશ્રણ ને લીપ બ્રશની મદદ થી હોઠો પર લગાવવું. એનાથી હોઠો નું સૌંદર્ય બની રહેશે.
હોઠો માં તિરાડ થાય એટલે કે હોઠ ફાટી ગયા હોય તો મધ લઈને આંગળીથી ધીમે ધીમે હોઠ પર ફેરવવું. થોડા જ દિવસોના પ્રયાસથી તમારા હોઠ પહેલાની જેવા ચમકદાર અને મુલાયમ થઇ જશે.
હોઠ પર પોપડી બની રહેતી હોય તો તે એક પ્રકારનો રોગ જ છે, તો તમે એનાથી પણ છુટકારો મેળવી શકો છો. એના માટે એક નાની ચમચી મહેંદીનું મૂળ, બદામ નું તેલ, થોડું બીજ વેક્સ લેવું. મહેંદી ના જડ ને કુટી લેવું અને દસ દિવસ સુધી આ બંને વસ્તુને બદામ ના તેલમાં પલાળી રાખવું. દસ દિવસ પછી તેલ ને ગાળી લેવું. પછી એને ગરમ પાણી પર રાખીને ઓગળી લેવું. સરખી રીતે મિક્સ કરવું. એને લીપ બ્રશ થી હોઠો પર લગાવવાનું શરુ કરી દેવું.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment