શું તમને ખબર છે ગર્ભનિરોધક ગોળી લેવી તે સુરક્ષિત છે કે અસુરક્ષિત? જરૂર જાણો..

સહિયર

પહેલાના સમયમાં આ ગોળીઓ ખાવાથી વજન વધતો હતો. પરંતુ હવે નવા ફોર્મ્યુલાથી બનેલ ગોળીઓને ખાવાથી વજન વધતો નથી, પરંતુ એના ઘણા ફાયદા થાય છે. મહિલાઓના મનમાં ગર્ભ નિરોધક ગોળીને લઇ ઘણા પ્રકારની આશંકા રહે છે.

ઘણા લોકો ગર્ભનિરોધકની ખોટી ધારણા પુરુષો અને મહિલાઓને ગર્ભનિરોધન વિધિનો ઉપયોગ કરવાથી રોકે છે. આ ગોળીઓનો સૌથી મોટો લાભ છે કે આ પ્રભાવી થાય છે અને સારી રીતે ઉપયોગ કરવાથી ફાયદાકારક હોય છે.

અત્યાર સુધી બજારોમાં મળતી ગર્ભ નિરોધક ગોળીઓ ફક્ત મહિલાઓ માટે જ મળતી હતી, પરંતુ હવે ટૂંક સમયમાં પુરુષો માટે પણ આવી શકે છે.. હવે પુરુષો પણ દરરોજ આ ગર્ભનિરોધકની એક ગોળી ખાવાથી ગર્ભનિરોધકમાં સફળ થઈ શકે છે.

આ ગોળી મહિલાઓ જે ગર્ભનિરોધક ગોળીઓ લે છે તે ગર્ભનિરોધક ગોળી જેવી જ છે. અમે તમને જણાવી દઈએ કે તમે બર્થ કન્ટ્રોલ માટે મહિલાઓને જ આ ગોળીઓ ખાતી જોઈ હશે, પરંતુ હવે મહિલાઓ ઉપરાંત પુરુષો પણ આ ગોળીઓ લઈને ગર્ભ કન્ટ્રોલ કરી શકે છે.

મહિલાઓ દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળીઓ મહિલાઓના સ્વાસ્થ્યને અસર કરે છે. તે સ્ત્રીઓનાં હોર્મોન્સનાં સંતુલનને નુકશાન પણ પહોંચાડે છે. આ ગર્ભ નિરોધક ગોળીઓ ખાસ કરીને પુરુષો માટે બનાવવામાં આવી છે.

અને આ ગોળીઓ પુરુષો માટે પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ આ શોધ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ગર્ભ નિયંત્રણના ક્ષેત્રમાં આ ગોળી બહાર પાડીને એક મોટું પગલું સાબિત થશે અને આ ગોળી પુરુષો દરરોજ ખાશે તો ગર્ભ નિયંત્રણ કરી શકે છે.

આ ગોળીના સંશોધકોએ દાવો કર્યો છે કે આ બર્થ કન્ટ્રોલ ગોળીઓ પુરુષોમાં સ્પર્મ બનતું અટકાવે છે અને તે સંપૂર્ણપણે સલામત છે. આ બર્થ કંટ્રોલ ગોળીઓ લેવાથી પુરુષોને કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં.

ખાસ વાત એ છે કે આ ગોળી એકદમ બરાબર મહિલાઓની ગોળી જેવી જ હશે, જેનો ઉપયોગ આજ સુધીમાં મહિલાઓ કરતી આવતી હતી તેવી જ બરાબર ગર્ભ નિયંત્રણ ગોળી છે.

આ ગોળીને લોસ એન્જલસ બાયોમેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ માટે આ સંસ્થાએ વોશિંગ્ટન યુનિવર્સિટી સાથે પાર્ટનરશીપ કરી હતી. હેલ્થલાઈનમાં પ્રકાશિત કરવામાં આવેલા એક અહેવાલ મુજબ, આ ગોળીનું નામ ડાયમેથંડ્રોલોન અનડેક રાખવામાં આવ્યું છે.

આ ગોળી હોર્મોન્સને અસર કરશે. ગર્ભ નિરોધક ગોળીઓ પુરુષોમાં વિભાવના માટે જરૂરી ગર્ભની રચનાને અટકાવશે. તેમના સેવનથી તમે સંપૂર્ણપણે સલામત રહેશો.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે મેલ બર્થ કન્ટ્રોલ ગોળીઓ આવવાથી સ્ત્રીઓ અને પુરુષોમાં એક નવી આશા ઉભી થઈ છે, કારણ કે હવે મહિલાઓએ આ તકલીફ એકલા સહન કરવાની જરૂર રહેશે નહીં, પરંતુ હવે પુરુષો પણ દવાઓ લઈને બર્થ કન્ટ્રોલ રાખી શકશે એટલે કે ગર્ભનિરોધક રાખી શકશે.