સે@ક્સનો આનંદ લેવા માટે મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓનું વધારે સેવન કરે તો સ્વાસ્થ્ય માટે થઇ શકે છે જોખમી

સહિયર

અસુરક્ષિત સે@ક્સ નો આનંદ લીધા પછી ઇમરજન્સી ગર્ભનિરોધક ગોળીઓ મહિલાઓને ગર્ભાવસ્થા બંધ કરવાની તક આપે છે, પરંતુ તેની સાથે જ આડઅસર પણ થાય છે. અનિચ્છનીય સગર્ભાવસ્થા બચવાનો આ સહેલો રસ્તો છે, પરંતુ નિયમિતપણે લેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ને અસર થઈ શકે છે.

આ ગોળીઓના નિયમિત સેવનથી હોર્મોનનું અસંતુલનનું કારણ બની શકે છે. પહેલાના સમયમાં આ ગોળીઓ ખાવાથી વજન વધતો હતો. પરંતુ હવે નવા ફોર્મ્યુલાથી બનેલ ગોળીઓને ખાવાથી વજન વધતો નથી. આ ગોળીઓ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

આ ગોળીઓ અવ્યવસ્થિત રીતે લેવી સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ મુજબ, મહિલાઓએ ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરતી સમયે સાવધાની રાખવી જોઈએ. ગર્ભનિરોધક ગોળીઓની શરૂઆત થયા પછીથી જ એના ઉપયોગને લગતા અલગ અલગ પ્રકારના સાઈડ ઇફેક્ટ જોવા મળ્યા છે.

જે સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે એમને પછીથી હતાશાની ગોળીઓ લેવી પડે છે કે પછી હોસ્પિટલમાં એડમિટ થવું પડે છે. ગર્ભનિરોધક ગોળીઓના ઉપયોગથી ફક્ત હતાશાનું જ જોખમ નથી. એના ઉપયોગથી લોહીના ગઠ્ઠા થઈ જવાની પણ શક્યતાઓ છે , અને એ ખૂબ જ ઘાતક બની શકે છે.

યુવાન છોકરીઓને જોખમ :- ૨૫-૪૫ વર્ષની યુવતીઓને આ ગોળીઓ લેવી સારી છે પરંતુ જો છોકરીઓ દ્વારા તેનો ઉપયોગ વારંવાર કરવામાં આવે તો તેમની પ્રજનન પ્રણાલી જોખમ થઈ શકે છે અને તેના વિકાસને અટકાવી શકે છે.

તે છોકરીઓ માટે ગોળીઓ લેવી જેમના હોર્મોનનું સ્તર હજી એક સરખું સ્થિર થયું ન હોય તો મોટું જોખમ થઇ શકે છે.  આવી છોકરીઓ એન્ડોમેટ્રીયોસિસ, પોલિસિસ્ટિક અંડાશયના રોગો જેવી સમસ્યાઓથી પીડાઇ શકે છે.આ આંતરિક રક્તસ્રાવ, ચેપ અને કેટલીકવાર મૃત્યુ તરફ દોરી જાય છે.

હાઈ બીપી હોય તો ગોળી ન લેવી :- ઇમરજન્સી ગર્ભાવસ્થામાં લેવોનોર્જેસ્ટલ હોય છે, જેથી કોઈ સ્ત્રીને એલર્જી ઉભી કરી શકે છે. એટલા માટે આ ગોળી ડોક્ટરની સલાહ લીધા વગર ક્યારેય લેવી જોઈએ નહીં. જે સ્ત્રીઓમાં બીપી હાઈ હોય તેમણે આ ગોળીઓ ન લેવી જોઈએ.

માથાનો દુખાવો, ઉલટીની ફરિયાદ :- આ ઉપરાંત ગર્ભનિરોધક ગોળીઓનું નિયમિત સેવન કરવાથી અનિયમિત માસિક સ્રાવને કારણે વંધ્યત્વ, કામવાસનામાં ઘટાડો, ત્વચાની એલર્જી જેવી ઘણી સમસ્યાઓ પણ થવાની સંભાવના રહે છે.

આ ગોળીઓના સેવનથી સ્તનમાં પણ સોજો આવી શકે છે. આ ગોળીઓ શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે,જેના કારણે માથાનો દુખાવો થાય છે. કેટલાક કેસોમાં ઉલટી, ઓબકા, પેટમાં દુખાવો, ચક્કર આવવાની ફરિયાદો હોય છે.

મૂડ સ્વિંગ :- આ ગોળીઓમાં હાજર કૃત્રિમ હોર્મોન્સ મૂડ સ્વિંગની મુશ્કેલી થાય છે. ચીડિયાપણું તેમનામાં વધી જાય છે. ઘણા સંશોધન પરથી બહાર આવ્યું છે કે આ ગોળીઓના સેવનથી માનસિક રીતે મહિલાઓના સ્વાસ્થ્યને જોખમમાં નાખી દેય છે અને સંબંધોમાં પણ નકારાત્મકતા આવે છે.

વજન વધવું :- આ ગોળીઓના નિયમિત સેવનથી કેટલીક સ્ત્રીઓમાં વજન પણ વધી શકે છે. આ ગોળીઓના સેવનથી શરીરના જુદા જુદા ભાગોમાં પ્રવાહી રીટેન્શન વધે છે, જેથી વજનને નિયંત્રણમાં નથી રાખતું.