ગર્ભ રહ્યા પછી વારંવાર થઇ જાય છે મિસકેરેજ, તો કરો આ ઉપચાર

સહિયર

દરેક કપલ્સ માતા પિતા બનવા માંગતા હોય છે, જે એના માટે દુનિયાની સૌથી મોટી ખુશી ગણાય છે.  દરેક દંપતી સંતાન નો જન્મ થાય ત્યારે ખુબ જ આનંદદાયક હોય છે. ગર્ભવતીમાં દરેક મહિલાનું જીવન સૌથી મહત્વપૂર્ણ અને નાજુક દૌરથી પસાર થાય છે. આ સમયગાળા દરમિયાન મહિલાએ તેની સાથે ગર્ભમાં રહેલા શિશુનું પણ ખુબ ધ્યાન રાખવાનું હોય છે.

જ્યાં સુધી આ નાનકડો જીવ બહારની દુનિયામાં ન આવી જાય ત્યાં સુધી મહિલાએ તેના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડે છે. પરંતુ અમુક વખત ગર્ભવતી મહિલાના બાળકના બહાર આવતા પહેલા સપના સાકાર થતાં પહેલા જ તૂટી જાય છે. આજે અમે એના કારણો જણાવવા જઈ રહ્યા છીએ.

મિસકેરેજ થવાનાં કારણો :- એક સર્વે મુજબ ગર્ભાધાન થાય પછી ૧% ગર્ભવતી સ્ત્રીઓમાં પ્રથમ ત્રણ મહિના દરમિયાન દરમ્યાન એક થી વધારે વખત, કોઈ કિસ્સામાં સતત ત્રણ વખત ગર્ભ રહ્યાં બાદ મિસકેરેજ થઇ જાય છે. વારંવાર જો મિસકેરેજ થતું હોય તો તેને ‘હેબિટ્યુઅલ મિસકેરેજ’ કહેવાય છે.

ગર્ભપાત મહિલાને ભાવાનાત્મક રીતે પણ અંદરથી તોડી નાખે છે. ઉપરાંત તેની શારી-રિક પીડા પણ ખૂબ જ થાય છે. આયુર્વેદમાં કેટલાક એવી ઔષધી છે. જે અનિચ્છનીય ગર્ભપાતથી બચાવે છે. તો ચાલો જાણીએ ગર્ભ રહ્યા પછી કયાં ઉપાય કરવાથી ગર્ભપાતથી બચી શકાય છે.

હીંગ :- પ્રેગ્નન્સી દરમિયાન આહારમાં હીંગનો પ્રયોગ કરીને પણ મહિલા અનચાહે ગર્ભપાતથી બચી શકે છે. શરૂઆતના મહિનામાં મહિલાઓએ ગર્ભપાતની જોખમથી બચવા માટે આહારમાં સારા પ્રમાણમાં હીંગનો પ્રયોગ કરવો જોઇએ..

કેસૂડાનાં પાન :- ગર્ભઘારણ કરવા માટે કેસૂડો વરદાન સમાન છે. ગર્ભઘારણના પહેલા મહિનામાં એક પાન,બીજા મહિનામાં બે પાન, ત્રીજા મહિનામાં ત્રણ પાન તે રીતે દરેક મહિલનામાં ચડતાક્રમમાં દૂઘમાં મિક્સ કરીને દરરોજ પીવાથી ગર્ભ સુરક્ષિત રહે છે.

અંકુરિત અનાજ :- અંકુરિત અનાજ ગર્ભપાત રોકવામાં કારગર છે. તેમાં વિટામીન ઈ પુષ્કળ માત્રમાં હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન જો અંકિરત અનાજ, કઠોળ લેવામાં આવે તો ગર્ભપાતની સ્થિતિને રોકી શકાય છે. સૂકામેવાનો પ્રયોગ પણ કારગર છે. સુકામેવાનું સેવન પણ ગર્ભાવસ્થા દરમિયાન કરવું જોઈએ.

દાડમનાં પાન :- જો ગર્ભાવસ્થામાં અચાનક મહિલાને રક્તસ્ત્રા થવા લાગે તો દાડમના તાજા પાન 100 ગ્રામ પીસીને તેને ગાળીને ગર્ભવતી મહિલાને પીવડાવવો. આટલું જ નહીં પીસેલા પાનને પેટની નીચેના ભાગમાં લગાવવાથી પણ રકતસ્ત્રાવ તરત રોકાય જાય છે. આ બંને પ્રયોગ સાથે કરી શકાય છે.

દૂધીનું જ્યુસ :- જે મહિલાઓને વારંવાર મિસકેરેજની સમસ્યા સતાવતી હોય. તેમણે નિયમિત રીતે દૂધીની જ્યુસ અથવા દૂધીના શાકનું સેવન કરવું જોઇએ, આ સિવાય સિધાડેનું સેવન પણ ખૂબ જ લાભપ્રદ છે.

લીંબુનો રસ :- ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વિટામિન સીની ખૂબ જ જરૂરિયાત હોય છે. આ માટે ગર્ભવતી મહિલાઓએ લીંબુ અને મીઠા વાળી વસ્તુ લેવી જોઇએ તે ગર્ભપાતથી બચાવે છે. એટલે કે તમે શિકંજી પણ પીઈ શકો છો.