દરેક મહિલા માટે માતા બનવું એ દુનિયાનું સૌથી મોટી ખુશી હોય છે, ગર્ભવતી બનવા માટે પણ અમુક હોર્મોન્સ ખાસ જરૂરી હોય છે. ગર્ભ ધારણ કરવાનો સૌથી પહેલું લક્ષણ એ જ હોય છે કે ગર્ભ ધારણ પછી કોઈ પણ મહિલાનું રજસ્વલાપણું બંધ થઇ જાય છે.
મહિલાઓ માટે એસ્ટ્રોજેન હોર્મોન્સની પણ ખુબ જ જરૂરી છે. એની ઉણપથી ફક્ત પીરીયડ્સ જ અનિયમિત થતા નથી, પરંતુ આ ઇનફર્ટીલીટી અને તનાવનું પણ એક કારણ બની શકે છે. આજે અમે તમને મહિલાઓ માટે ગર્ભવતી બનવાનું ખાસ હોર્મોન્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
અમે તમને જણાવી દઈએ કે શરીર માં એ હોર્મોન્સના ઉણપના કારણે તમને શું શું પરેશાનીઓ થઇ શકે છે અને શરીરમાં એસ્ટ્રોજેનની ઉણપને કેવી રીતે પૂરી કરી શકાય, તો ચાલો ગર્ભવતી થવા માટે કેવા પ્રકારના હોર્મોનની પડે જરૂર એના વિશે જાણી લઈએ..
મહિલાઓમાં હોય એસ્ટ્રોજનની ઉણપ :- જો મહિલાઓમાં એનોરેક્સિયા અને થાઈરોઈડની સમસ્યા થતી હોય છે, તો એમાં એસ્ટ્રોજનની ઉણપ થવાની સમસ્યા થવાની ઘણી વધારે સંભાવના બની રહે છે.
એસ્ટ્રોજનની ઉણપનું કારણ :- જો મહિલાઓના અંડાશયમાં કોઈ પણ સમસ્યા હોય તો શરીરમાં આ હોર્મોનનું સ્તર ઓછું થઇ જાય છે, જેને પ્રી-મેનોપોજ તરીકે ઓળખવામાં આવે છે.
આ ઉપરાંત આનુવાંશિક, પ્રી મેચ્યોર અંડાશયની નિષ્ફળતા થવી, થાઈરોઈડ ડીસઓર્ડર, વધુ પ્રમાણમાં યોગા કે એકસરસાઈઝ કરવી, કિમોયોથેરાપી, પિચ્યુટરી ગ્રંથીની કાર્યપ્રણાલીનું ધીમે થવું પણ એનું એક કારણ છે.
એસ્ટ્રોજનની ઉણપના લક્ષણ :- પીરીયડ્સ દરમિયાન વધારે બ્લીડિંગ થવું, પીરીયડ્સનું અનિયમિત અને પૂરતા પ્રમાણમાં ન આવવું, અચાનક ભૂખ ન લાગવી, ઊંઘ ઓછી આવવી અને મુંજારો કે બેચેની થવી, માનસિક તનાવ થવો, ડીપ્રેશનમાં રહેવું, અચાનક વજન માં વધારો થઇ જવો.
ગર્ભવતીમાં થાય છે આ સમસ્યા :- એસ્ટ્રોજનની ઉણપના કારણે ઓવ્યુલેશનમાં સમસ્યા આવી શકે છે, જેના કારણે મહિલાઓને ગર્ભવતી બનવામાં વધુ સમસ્યા આવી શકે છે.
કેન્સર :- શરીરમાં જો આ એસ્ટ્રોજનના હોર્મોનનું લેવલ ખરાબ થઇ જાય તો એનાથી કેન્સરનું જોખમ પણ વધી જાય છે. શોધ મુજબ બોડી માં એસ્ટ્રોજનનું સ્તર ઓછું થઇ જાય તો એના કારણે બ્રેસ્ટ કેન્સરનું જોખમ પણ ખુબ જ વધી જાય છે.
સમય પહેલા વૃદ્ધ દેખાવું :- આ હોર્મોન્સની ઉણપના કારણે ચહેરા પર દાગ, ધબ્બા, ત્વચા ઢીલી થઇ જાય છે, કરચલી અને અન્ય એન્ટી એન્જીંગ સમસ્યા પણ થવા લાગે છે, જે તમને ઉંમર પહેલા વૃદ્ધ બનાવી દે છે.
એસ્ટ્રોજન હોર્મોન વધારવાના ઉપાય.. હર્બલ ચા :- હર્બલ ચા એટલે કે રેડ ક્લોવર લાલ, થાઈમ અને વર્બેના વગેરે જેવી હર્બલ ચા પીવી, નિયમિત રૂપથી એનું સેવન કરવાથી શરીરમાં એસ્ટ્રોજન લેવલને વધારી શકાય છે.
બીજ :- અમુક બીજ એવા હોય છે, જે તમારું એસ્ટ્રોજનના લેવલને વધારી દે છે. એ સાથે ડાયટમાં અળસીના બીજ, તલ વગેરેનું સેવન કરવું જરૂરી છે.
ડ્રાયફ્રૂટ :- એસ્ટ્રોજનનું લેવલ વધારવા માટે ડાયટમાં ખજુર, પીસ્તા અને અખરોટ જેવા સુકામેવાનું પણ સેવન કરવું જોઈએ.
ભરપુર પાણી પીવું :- સામાન્ય લોકો માટે પણ પાણી ખુબ જ સારું માનવામાં આવે છે. શરીરમાં પાણીની ઉણપ ન થવા દેવી. એના માટે આખા દિવસ માં ઓછામાં ઓછું ૮-૧૦ ગ્લાસ જેટલું પાણી જરૂર પીવું.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment