ગણેશજીની કૃપા મેળવવા માટે બુધવારના રોજ કરવા આ ઉપાય, થશે ઘણી મુશ્કેલીઓ દુર..

ધાર્મિક

ગણેશજી પોતાના ભક્તોના તમામ વિઘ્ન દૂર કરે છે. બુધવારનો દિવસ ગણેશ ભગવાનને સમર્પિત કરવામાં આવે છે. કોઇ પણ કાર્યમાં ગણેશજી પ્રથમ પૂજનીય છે. ગણેશજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે. આજે અમે તમને એવા જ સરળ ઉપાય વિશે જણાવીશું, તો ચાલો જાણી લઈએ ગણેશજીના ઉપાય વિશે, જેનાથી ગણેશજી તરત જ પ્રસન્ન થઇ જશે અને દરેક મનોકામના થશે પૂર્ણ..

બુધવાર નો દિવસ ગણેશજી નો દિવસ માનવામાં આવે છે. ગણપતિ ભગવાન અને દુર્ગા માં ની પૂજા અર્ચના ની સાથે અમુક ખાસ ઉપાય થાય છે, જેને બુધવાર ના દિવસે કરવાથી લાભ થાય છે. બુધવારના દિવસે ગણેશજી ની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી વિદ્યા, બુદ્ધિ, વિવેક પ્રાપ્ત થાય છે.

ગણેશજી ને વિદ્યા અને બુદ્ધિ પ્રદાન કરતા દેવતા ના રૂપમાં પણ પૂજવામાં આવે છે. આ દિવસે ગણેશજી ના અલગ અલગ મંત્રો નો જાપ કરવાથી લાભ મળી શકે છે. બુધવાર ના દિવસે ખાસ કરીને ગણેશજી નો વિશેષ લાભ પ્રાપ્ત કરવા માટે ॐ ग्लौम गणपतयै नमः મંત્ર નો જપ જરૂર કરવો. સાથે જ ગણેશજી ને પ્રસાદ ના રૂપમાં મોદક નો ભોગ લગાવવો.

કાર્ય માં સફળતા માટે સૌથી જરૂરી છે મેહનત અને વિશ્વાસ, તે સિવાય ભગવાન અને પોતાના પર વિશ્વાસ. પણ ઘણી વાર નક્ષત્ર કે દોષના કારણે મેહનત નો પૂર્ણ ફળ મળતું નથી, તેથી આજે તમને એક સરળ ઉપાય જણાવીશું જેનાથી તમે સંકટ મોચન ને રીઝવી ધાર્યા કાર્ય કરી શકશો. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશજીને આ ભોગ પ્રિય છે તેમને ચૂરમાનો ભોગ ધરવાથી ખાસ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

બુધવારે ગણપતિ ને લીલી ઘાસ એટલે દૂર્વા જરૂર ચઢાવવા. તેનાથી ધન પ્રાપ્તિ ના યોગ સર્જાય છે. દર બુધવારે ગણેશજી ની પાંચ દૂર્વા અર્પણ કરવાથી બુદ્ધિ અને જ્ઞાન વધે ચે. સાથે જ આર્થિક પક્ષ પણ મજબૂત થાય છે. ધાર્મિક દ્રષ્ટિએ ગણપતિ સ્ત્રોતનો પાઠ કરવાથી પણ બધા દોષ માંથી મુક્તિ મળે છે. સાથે જ વ્યાવહારિક જીવનના કષ્ટ અને બાધાઓ પણ દૂર થાય છે.

ગણેશજીને મગના લાડુનો ભોગ ચઢાવીને દરેક પરીક્ષા માં પાસ થવા માટે પ્રાર્થના કરો. 7 બુધવારે ગણેશ મંદિરમાં ગોળનો ભોગ ચઢાવો અને તમારી મનોકામના જરૂર પૂરી થશે. મેહનતનું પૂર્ણ ફળ મેળવવા અને મુશ્કેલીઓ દૂર કરવા માટે ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરો.

બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન કરો. લીલી દૂર્વા ચઢાવો. ગરીબ કે જરૂરિયાતમંદ ની મદદ કરવી. યથાશક્તિ દાન કરવું. આજના દિવસે મગજ પર કંટ્રોલ રાખવો. ગુસ્સો કરવાનું ટાળવુ.