૧૦ રૂપિયાની આ વસ્તુ કરશે ગંભીર રોગને જડમુળથી દુર.. ડાયાબિટીસ માટે છે વરદાનરૂપ..

સ્વાસ્થ્ય

સુખી જીવન ઉત્તમ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. આયુર્વેદમાં અનેક રોગોને દૂર કરવા માટે અનેક ઉપચાર બતાવવામાં આવ્યા છે. આજે અમે તમને  કેટલીક ખાસ-ખાસ દવાઓ વિશે જણાવવા માગીએ છીએ જૂના જમાનાથી લોકો વનસ્પતિ ઔષધિ કે જડીબુટ્ટીથી બીમારીનો ઇલાજ કરતા આવ્યા છે. તો ચાલો જાણી લઈએ એ ઔષધી વિશે..

કોઈ પણ ઉંમર, જાતિ કે રોગના દર્દીઓ આ ઔષધિનું સેવન લક્ષણ મુજબ નિત્ય ક્રમે મહત્તમ ત્રણ મહિના સુધી કરી શકે છે. આ ઔષધિ સવારે પેટની સફાઈ થયા પછી સેવન કરવું. ઔષધિ લઈને અડધો કલાક પછી હળવો આહાર લેવો. ઔષધિ સાથે જણાવેલ માપ પ્રતિદિન કેટલી માત્રામાં ઔષધ લઈ શકાય તેનું ખાસ ધ્યાન રાખવુંછે.

અમે જણાવી દઈએ કે મુખવાસ રૂપે ખાવા પાનમાં વપરાતો કાથો એટલે કે ખદીર. આ કાથો સારી ગુણવત્તાવાળો હોય છે. કાથો લોહીની શુદ્ધિ કરનાર છે. સાથે રક્તમાં વધેલી શર્કરાને સમ કરવાનો ગુણ ધરાવે છે. શુગરમાં ન રુઝાતા ઘા અને ગૂમડાની આ સારી દવા છે.

ખેરને સંસ્કૃતમાં ખદીર કહેવામાં આવે છે. તેનું કદ મધ્યમ છે. તેની છાલ થોડી ખરબચડી હોય છે. તેના પર પીળા કલરના ફૂલો આવે છે. ખદીરની શિંગો ચાર ઈંચ લાંબી પાતળી ભૂરા રંગની હોય છે. આ પાન બનાવવામાં વપરાતો કાથો ખેરમાંથી બને છે. જે દાંત માટે ઠંડું માનવામાં આવે છે.

આ કાથો દાંતને લાભ પહોંચાડે છે. આ ઉપરાંત કાથો ખંજવાળ ઉધરસ, તાવ, શરદી, ગળાનો સોજો જેવા રોગોમાં રાહત અપાવે છે. તે સ્વાદમાં કડવું પેટમાં થતાં કૃમિનીનો નાશ કરે છે. મોઢામાં પડેલા ચાંદા પણ દુર કરે છે. આ ઉપરાંત તે ચામડીના રોગોમાં પણ મદદ કરે છે. ખેરની છાલને કાઢીને તેનુ ચૂર્ણ બનાવવામા આવે છે.

દરરોજ સવારે, બપોરે અને સાંજે ત્રણ સમય લેવાથી ત્વચા ને લગતા રોગોમાં રાહત મળે છે. જો આખા શરીરમાં કોઈપણ જાતનું ઇન્ફેક્શન આવે તો ખેરના ચુર્ણને પાણીમાં નાખી ઉકાળીને પછી તે પાણીથી સ્નાન કરવાથી ઇન્ફેક્શન દૂર થાય છે. જો તમારી ચામડીમાં લોહી કે કફ જામતા હોય તો ખેર ની છાલ ઉખાડી તેને ગરમ કરીને તે ચામડીના ભાગને તે પાણીથી સાફ કરવો. તો તે સમસ્યામાં રાહત મળે છે.

આ ઉપરાંત જો કોઈ પણને કોઢ ની સમસ્યા હોય તો પાણીના હવામાન પીવામાં આહારમાં ઉપયોગ કરી શકાય છે. જેનાથી કોઢ દૂર થાય છે. સનોમઠ નામના રોગમાં મૂત્ર ધીમે ધીમે ઓછું આવે છે. જેના કારણે શરીરમાં કફ જામતો જાય છે. એટલા માટે વાયુની સમસ્યા ઉત્પન્ન થાય છે.

આ સમસ્યામાં ખેરની છાલનો ભૂકો પાણીમાં ગરમ કરવો અને તે પાણી અડધુ થાય ત્યાં સુધી તેને ગરમ કરવું, એ પછી સવાર-સાંજ આ પાણી પીવાથી ફાયદો મળશે. જો તમારા દાંતમાં દુખાવો હોય કે દાંત ને લગતા કોઈ રોગ હોય અથવા મોંમાંથી વાસ આવતી હોય તો ખેર ની છાલનું પાણી થી કોગળા કરવાથી તેમાં ઘણી રાહત મળે છે.

કાથો વૃક્ષના વચ્ચેના ભાગમાં તૈયાર થાય છે. તેથી તેને ખેરસાર કહેવામાં આવે છે. જો તમને હાથી પગાની સમસ્યા થાય તો થોડા દિવસ સવાર બપોર અને સાંજે એક ચમચી મધ મા ખેર નાખીને એને ચાટવાથી હાથી પગાની સમસ્યામાં રાહત મળે છે.