ફટકડીના આ ઉપાયથી સફેદ વાળ થઇ જશે કાળા, જાણો શેહનાઝ હુસૈનના આ નુસખા વિશે..

સ્વાસ્થ્ય

મોટાભાગના લોકો સફેદ વાળની સમસ્યાઓ માંથી પીડાતા હોય છે. કેટલાક લોકો સફેદ વાળથી છૂટકારો મેળવવા માટે કલર અથવા ડાઇનો આશરો લે છે. આ બજારમાં મળતા રંગમા અનેકવિધ રસાયણો આવે છે, જે તમારા વાળને નુકશાન કરે છે.

શહનાઝ હુસેન મુજબ તમે રંગ વગર ક્યારેય પણ વાળ પર રહેલી સફેદીને દૂર કરી શકતા નથી. વાળને સુરક્ષિત અને કાળા બનાવવા માટે પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરી શકાય છે. તેમાં એક ફટકડી આપણા શરીરને ઘણી રીતે લાભદાયી સાબિત થઈ શકે છે, તેમાં કોઈ શંકા નથી પરંતુ, ફટકડી વાળ કાળા કરી શકે છે, તેના વૈજ્ઞાનિક તથ્યો જોવા મળતા નથી.

શહનાઝ હુસેન કહે છે કે “તેમા આયુર્વેદિક ગુણધર્મો પુષ્કળ પ્રમાણમાં હોય છે. આયુર્વેદ મુજબ પણ તેને મહત્વ મળ્યું છે. આ સિવાય વાળને સોફ્ટ બનાવવા માટેના ઘટકો પણ રહેલા હોય છે.” આ માટે આખી રાત એક વાસણમાં ફટકડીનો એક નાનકડો ટુકડો મૂકવી અને બીજા દિવસે એ જ પાણીથી વાળ ધોઈ લેવા.

તેમના મત અનુસાર આ પાણી દ્વારા વાળ ધોવાથી વાળ ખરતા નથી. આ ઉપરાંત, આ પાણીથી વાળ ધોવાથી કેલ્પની ખરાબ ગંધ પણ આવતી નથી. જો તમારા વાળમા ખોડાની સમસ્યા હોય તો તેમાંથી પણ તમને મુક્તિ મળે છે. આ ઉપરાંત એમણે જણવ્યું કે “આમળા, બ્રાહ્મી, કરી પતા, નાળિયેરનુ ઓઈલ વગેરે એવા પદાર્થો છે કે, જે વાળને ઉંમર પહેલા સફેદ થતા અટકાવે છે.

આ ઉપરાંત તે સફેદ વાળને કાળા કરી શકતા નથી. જો કે, ઘણી જગ્યાએ જ્યારે ગુલાબજળ અને ફટકડીને મિક્સ કરીને સફેદ વાળમાં લગાવવાથી રંગ કાળો થઈ જાય છે, તેવા દાવા કરવામાં આવ્યા છે. પરંતુ, અત્યાર  સુધી તેની કોઈ પુષ્ટિ થઈ નથી. જો તમે વાળ પર ગરમ નારિયેળ તેલ લગાવો અને પછી એક ટુવાલને ગરમ પાણીમાં ડુબાડો અને તેને દબાવીને વાળમાં બાંધો.

આ ટુવાલને પાંચ મિનિટ સુધી બાંધેલા રાખો અને પછી ૩-૪ વખત આ પ્રક્રિયા કરવી, તો તે વાળ માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે અને કેલ્પ ઓઇલને શોષી લે છે. આ ઉપરાંત, શહનાઝ વાળને અકાળે સફેદ થતા અટકાવવા માટે સ્પ્રાઉટ્સ ખાવાનું પણ કહે છે. આ ટીપ્સ ની મદદથી ઘણી મદદ મળી શકે છે.