ઘણી વાર ગરમીના કારણે દૂધ ફ્રીજમાં ન રાખવાથી બગડી જતું હોય છે. અથવા તો દુધને સમયસર ગરમ કરવામાં ન આવે ત્યારે પણ દૂધ ફાટી જાય છે. આપણે આ ફાટેલા દૂધનો ઉપયોગ પનીર બનાવવા માટે કરીએ છીએ, પરંતુ બાકી વધેલુ પાણી ફેંકી દેતા હોઈએ છીએ,
શું તમે જાણો છો? કે આ ફેંકી દેવામાં આવેલુ પાણી પોષક ગુણધર્મથી ભરપુર હોવાની ઉપરાંત બીજી કેટલીક વસ્તુઓમાં પણ ઉપયોગ થઈ શકે છે. આજે અમે તમને ફાટી ગયેલા દૂધના પાણીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એના વિશે જણાવીશું. તો ચાલો જાણી લઈએ કઈ કઈ વસ્તુ માં ફાટેલા દુધનો ઉપયોગ થઇ શકે છે..
જ્યુસમાં ફાટેલા દૂધનું પાણી મિક્સ કરીને પીવું
ફાટેલા દૂધના પાણીમાં રહેલા તમામ વિટામિન અને બિજા ખનિજ તત્વો શરીરને મોટી માત્રામાં જોવા મળે છે. જ્યુસને વધુ હેલ્ધી બનાવવા માટે તેમાં ફાટેલા દુધનુ પાણી મિક્સ કરીને પીવું.
કંડિશનરની જેમ ફાયદાકારક
ફાટેકા દૂધના પાણીથી વાળ ધોવાથી તે કંડિશનરની જેમ કામ કરે છે. તેના માટે શેમ્પૂ લગાવતા પહેલા વાળને ફાટેલા દૂધના પાણીથી ધોઈ લો. ત્યાર પછીથી તમારા વાળને શેમ્પૂ કરો. તેના પછી ફરી આ પાણી વાળ પર રેડવું અને ૧૦ મિનિટ સુધિ તેને એવી રીતે રેવા દો. નિર્ધારિત કરેલા સમય પછી વાળને નવશેકા પાણીથી ધોઈ લો. આ પાણી કંડિશનર તરીકે કામ કરી વાળને રેશમી અને ચળકતા બનાવવામાં મદદ કરે છે.
શાકની ગ્રેવીમાં ફાટી ગયેલા દૂધનું પાણી મિક્સ કરવું
શાકની ગ્રેવી તૈયાર કરતા સમય પર , તેમાં સાદા પાણીની જગ્યાએ ફાટેલા દૂધનું પાણી ઉમેરો . તેનાથી શાકભાજીમાં તમામ પોષક ગુણો આવશે. સાથે જ શાક(સબ્જી)નો સ્વાદ પણ વધી જશે.
સુપનો સ્વાદ વધારવા
સૂપને વધુ સ્વાદિષ્ટ અને પ્રોટીનથી સમૃદ્ધ બનાવવા માટે ફાટેલા દૂધનું પાણી તેમા મિક્સ કરીને પી શકે છે.
ચોખા અને પાસ્તા બનાવવા માટે
જો ફાટેલા દૂધનું પાણી વધારે છે તો તેને ચોખા અથવા પાસ્તા બનાવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. તેનાથી તમારા ફાટેલા દૂધનુ પાણી પણ ઉપયોગમા આવી જશે અને, સાથે તેનાથી તૈયાર કરવામાં આવેલા પાસ્તા અને ચોખા વધારે સ્વાદિષ્ટ બનશે.