લગ્ન એ દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. લગ્નજીવનમાં જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે. આપણા વિશ્વમાં દરેક જગ્યાએ લગ્નના ઘણા રિવાજો છે, તેમાંથી કેટલાક આવા રિવાજો અથવા પરંપરાઓ છે.
લગ્નજીવનમાં જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે. આજની યુવા પેઢી ખુબ જ આગળ વધી ગઈ છે ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી જેવી ઘણી બાબત માટેના સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ.
લગ્ન જીવનમાં ચાલતી સમસ્યા લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે. તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. તો ચાલો જાણી લઈએ..
સવાલ :- મારા હજી હમણાં જ નવા લગ્ન થયા છે. હું એક નાના શહેરમાંથી અમદાવાદમાં લગ્ન કરીને આવી છું. મારો ઉછેર ખુબ જ અલગ રીતે થયો છે કે હું લોકો સામે મારી લાગણીઓ સ્પષ્ટ જણાવી શકતી નથી. મને અંગ્રેજી પણ આવડતું નથી, જેના કારણે હું મોટાભાગે ચૂપ જ રહેવાનું પસંદ કરું છું.
મારા સાસુ-સસરા મારી આ વાતની ફરિયાદ કરે છે પણ મારા પતિ મને ખુબ જ પ્રેમ કરે છે, મારા પતિ મારી ઘણી કેર પણ કરે છે. તે મને કઈ પણ થવા દેતા નથી. પરંતુ હું ઘરમાં દરેક લોકોનો વિશ્વાસ જીતવા માંગું છું. મારે મારા આત્મવિશ્વાસમાં વધારો કરવો છે, હું કઈ રીતે આત્મવિશ્વાસમાં વધારો કરી શકું? મને યોગ્ય માર્ગદર્શન જણાવશો.
જવાબ :- અંગ્રેજી તો ઘણા લોકોને નથી આવડતું. અંગ્રેજી બોલતા આવડવું એ સુખી લગ્નજીવન માટે વધારે મદદરૂપ થઈ શકતી નથી. એક જવાબદાર ઘરની વહુ અને પત્ની બનવા માટે બીજા અનેક પ્રકારના ગુણો જરૂરી હોય છે. તમે પહેલા તમારી જાત પર વિશ્વાસ રાખો.
જો તમે તમારી જાત પર વિશ્વાસ રાખશો, તો તમારા વ્યક્તિત્વમાં આપોઆપ આત્મવિશ્વાસ આવી જશે. આમ તો સામાજિક જીવનમાં સક્રિય થવાનું કોઈ વધારે મુશ્કેલ નથી. બીજા લોકો તમારી સાથે કેવી રીતે વર્તન કરે છે અને વાતચીત કરે છે એના પર ધ્યાન આપીને તેને તમારા જીવનમાં અપનાવવું જોઈએ.
એ બધાના અનુભવથી તમે તરત જ ઘડાઈ શકો છો. વધારે ચિંતા કરવાની જરૂર નથી. શીમે ધીમે તમે પણ વાતાવરણને અનુકૂળ થઈ જશો. આ ઉપરાંત તમે તમારા પતિ પાસેથી પણ થોડી સલાહ લઈ શકો છો. તમે તમારા જીવનમાં પુરા જોસથી જીવન જીવશો તો તમને પણ સુખ મળશે.