આંખની સમસ્યાથી લઈને ઘણી નબળાઈ થઇ જશે દુર, ફક્ત પીવો દુધમાં આ વસ્તુ મિક્સ કરીને, શરીરમાં રહેશે હમેશા સ્ફૂર્તિ..

સ્વાસ્થ્ય

ઘણા લોકોને કોઈ ને કોઈ સમસ્યા રહેતી હોય છે, એમાં પણ આંખની સમસ્યા હોય તો ઘણું સહન કરવું પડે છે. આંખ એ એક મહત્વ પૂર્ણ અંગ છે. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું, જેનાથી આંખથી લઈને ઘણી સમસ્યાઓ થઇ જશે દુર.. અમે વાત કરી રહ્યા છીએ ખસખસ વિશે. તેને પોપી સીડ્સ પણ કહેવામાં આવે છે.

ખાસ કરીને ઠંડીમાં ખસખસની ગ્રેવી કરીને પણ ખાવામાં આવે છે, પરંતુ શુ તમે જાણો છો કે પ્રાચીન કાળથી ખસખસને એક પ્રકારની ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ખસખસમાં પોટેશિયમ, કેલ્શ્યિમ, આયરન અને મેગ્નેશ્યિમ જેવા પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા છે. તો ચાલો જાણી લઇએ ખસખસને દુધમાં મિક્સ કરીને શુ ફાયદા થાય છે.

આંખો ની નબળાઈ અને માથાના દુખાવામાં :- આંખોમાં નબળાઈ આવી ગઈ હોય તથા વારંવાર માથામાં દુખાવો થતો હોય તો તેણે દરરોજ ૨-૩ ચમચી ખસખસનું સેવન કરવું જોઈએ. ઘણી વાર નબળી આંખો ને કારણે માથું દુખવા લાગે છે. ખસખસના સેવનથી આંખોનું તેજ વધે છે અને વૃદ્ધાવસ્થા માં પણ આંખો સ્વસ્થ રહે છે.

વિદ્યાર્થીઓએ દરરોજ આનો હલવો ખાવો જોઈએ. દૂધમાં ડ્રાયફ્રૂટ્સ સાથે થોડાં દાણાં ખસખસના મિક્સ કરીને પીવું જોઈએ. ખસખસ મગજને તો આરામ આપે જ છે અને સાથે સાથે જે સંક્રમણ પ્રકારના રોગ હોય તેની સામે રક્ષણ આપે છે.

હદય ની બીમારી માટે :- ખસખસ હદય સંબંધીત સમસ્યાઓ દુર કરે છે. આજે નાની ઉમરમાં વ્યક્તિ હદયની બીમારીથી પીડાતો હોય છે. અમુક ખોરાકને કારણે તેમનું કોલેસ્ટ્રોલ વધી જતું હોય છે. જેના કારણે હદય રોગનું જોખમ રહેતું હોય છે. ખસખસ માં શૂન્ય કોલેસ્ટ્રોલ હોય છે અને તે ખરાબ કોલેસ્ટ્રોલને દુર કરે છે.

બ્લડપ્રેશર :- ખસખસ બ્લડપ્રેશર ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ખસખસમાં પોટેશિયમ હોય છે, જે આપણા બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. એટલા માટે દૂધ માં ખસખસ મિક્સ કરીને પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. ખસખસ લોહીની ઉણપ પૂરી કરે છે. ખસખસ માં સારા પ્રમાણમાં આયર્ન હોય છે, જે આપણા શરીરમાં લોહીની ઉણપ સર્જવા દેતું નથી. ખસખસ માનસિક થકાવટને દૂર કરે છે, જેના કારણે આરામ વાળી ઊંઘ આવે છે.

સારી ઊંઘ લાવવા માટે :- દૂધમાં ખસખસ મિક્સ કરીને પીવાથી ઊંઘ સારી આવે છે અને અનિદ્રા ની સમસ્યા માંથી છુટકારો મળે છે. ખસખસ પેટની સમસ્યામાં રાહત આપે છે. ખસખસ નું ચૂર્ણ બનાવીને ઘી કે માખણ સાથે લેવાથી પેટના દુખાવાની સમસ્યા માંથી પણ રાહત મળે છે.

વજન ઘટાડવા માટે :- જો તમે પાતળા છો અને તમારું વજન વધારવા માંગતા હોય તો રોજ ખસખસનો હલવો ખાવો જોઈએ. જે તમારા માટે ફાયદાકારક રહેશે. ખસખસના સેવનથી શારીરિક નબળાઇ દૂર થાય છે. બાળપણથી નાના બાળકોને ખસખસ ખવડાવવાથી તેમનો શારીરિક વિકાસ ખુબ જ જલ્દી થાય છે. જેનાથી તેમનું શરીર અને લંબાઈ બંને સારી રીતે વધે છે.