નિયમિત દુધમાં આ વસ્તુ મિક્સ કરીને એનું સેવન કરવામાં આવે તો ૫૦ થી પણ વધારે બીમારીઓ રહેશે દુર… જરૂર જાણો..

સ્વાસ્થ્ય

આજના સમયમાં લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ બીમાર રહેતું હોય છે. જેનું કારણ છે બજારની ખાણીપીણી. વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો સમય મળતો નથી. જેના કારણે સમય જતા વધારે બીમારી થઇ શકે છે. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જેનાથી સ્વાસ્થ્યને લગતી ઘણી બીમારીઓ દુર થઇ જશે..

ઘણા લોકોને સાદું દૂધ ભાવતું નથી પરંતુ જો દુધમાં કોઈ વસ્તુ નાખીને પીવાનું પસંદ હોય છે. તો રાત્રે સૂતા પહેલા દૂધમાં ખાવાનો ગુંદર અને સાકર મિક્સ કરીને પીવામાં આવે તો શરીરને ઘણા લાભ થાય છે. ગુંદર અને સાકર મિક્સ કરીને  દૂધ પીવાથી શરીરમાં શક્તિ આવે છે. સાથે વ્યક્તિની જુવાની પણ જળવાઈ રહે છે.

દુધમાં ગુંદ :- નિયમિત  દૂધમાં ગુંદર મિક્સ કરીને પીવાથી શરીરને ઘણી  ઉર્જા મળે છે અને બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. સવારે ગુંદરના  લાડુ ખાઈને દૂધ પીવાથી પણ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જો ગરમીમાં ચક્કર આવવાની અથવા માઈગ્રેનની સમસ્યા રહેતી હોય ત્યારે ગુંદરવાળું  દૂધ પીવાથી શરીરને  ઘણો ફાયદો થાય છે.

ગુંદરનું સેવન કરવાથી કે તેમાંથી બનેલી ચીજો ખાવાથી  હૃદયરોગનું જોખમ ઘટી જાય છે અને માંસપેશીઓ મજબૂત બને છે. શિયાળામાં એક દિવસમાં  એક વખત દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી શરીર તંદુરસ્ત બની જાય છે. દવાઓના કારણે શરીરમાં ગરમી થાય છે અથવા મોઢામાં છાલા પણ પડે છે તેમાં રામબાણની જેમ કામ કરે છે.

હળદરવાળું દૂધ :- દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી તમારી ત્વચા માટે ફાયદો થાય  છે. હળદરવાળા દૂધમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબેકટીરિયલ જેવા તત્વો હોય  છે. જેનાથી  ત્વચાને સબંધી રોગ થતા નથી. જેવા કે સ્કિન ઇન્ફેકશન, ખંજવાળ, મુહાસો જેવા રોગો માંથી છુટકારો મળવી શકાય  છે. જેના લીધે તમારી ત્વચા સ્યુવાન રહે છે.

શરીરના કોઈ પણ ભાગમાં કોઈ ઈજા થાય ત્યારે હળદરવાળું દૂધ પીવું ફાયદાકારક સાબિત થાય  છે. કારણ કે તે તેના બેકટેરિયાથી ઈજાના બેકટેરિયાનો નાશ કરે છે. શરીરના કોઈ પણ ભાગ હાથ, પગ, જેવા ભાગોમાં દુખાવો થતો હોય  તો હળદરવાળું દૂધ જરૂર પીવું જોઈએ.

ગાયનું ઘી અને સાકર :- દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને સાકર મિક્સ કરીને પીવાથી શારીરિક, માનસિક અને મગજની નબળાઈ દૂર થાય છે.  કાળી ગાયના ઘીના સેવનથી વૃદ્ધ વ્યક્તિ પણ યુવાન જેવા થઇ જાય છે. પ્રેગનેન્ટ સ્ત્રી ઘીનું સેવન કરે તો ગર્ભસ્થ બાળક બળવાન, પુષ્ટ અને બુદ્ધિશાળી બને છે.

વરીયાળી અને ખાંડનું ચૂર્ણ :- પેટ ને લગતી  કોઈ પણ સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે વરીયાળી ને સાકર કે ખાંડ સાથે મિક્સ કરીને ચૂર્ણ બનાવી લેવું અને પછી રાત્રે સુતી વખતે  લગભગ 5 ગ્રામ ચૂર્ણને હળવા હુફાળા પાણી સાથે પીવાથી  પેટની બીમારી દૂર થશે  તેમજ ગેસ અને કબજિયાત દુર થશે.

આંખોની રોશની વધારવા માટે વરીયાળી અને સાકર નું ચૂર્ણ સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લેવાથી  સ્પષ્ટ દેખાવા લાગશે. કેટલાક  લોકો ને જમ્યા પછી ખાટા ઓડકાર આવે  છે અને મો ખરાબ થઈ જતું હોય છે. તો વરીયાળી પાણીમાં ઉકાળીને સાકર મિક્સ કરીને પીવાથી  તેમાં રાહત મળે છે.

વરિયાળી વાળુ દૂધ :- વરીયાળીનું દૂધ કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે આ પીણું રોજ પીવો  તો તમને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરવામાં સરળતા રહે છે. કોલેસ્ટ્રોલ ની સમસ્યા દુર કરવા માટે ડાયટ પર વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે.

જો વારંવાર ઉબકા કે  ઉલટી થતી હોય તો વરિયાળી ખૂબ ઉપયોગી બને  છે. તે મોઢામાં આવતા  ખાટા સ્વાદને દુર કરવામાં ઘણી મદદ કરે છે. વરિયાળીમાં મળી આવતા ઘણા તત્વો શરીર ની ચયાપચન ક્રિયા ને વધારવામાં મદદ કરે  છે. વરીયાળી ચરબી ના ચયાપચન ને વધારે  છે અને ચરબી પણ વધતી નથી અને  વજન ઓછું કરવામાં મદદ કરે છે.