મનુષ્યના જીવનમાં ધનનું શું મહત્વ છે અને ઉપયોગિતા હોય છે. આ વાતને આપણે બધા જાણીએ છીએ. જીવનમાં નાણાંનું ખૂબ મહત્વ છે અને તેથી જ લોકો પૈસા કમાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. દેવી લક્ષ્મીના નાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આજે અમે તમને આવી જ કેટલીક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ક્યાં ઉપાય કરવાથી ધનપ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણી લઈએ..
અમુક ઉપાય કરવામાં આવે તો તેનાથી ઘર પરિવારની દરેક સમસ્યાઓ દુર થાય છે, ઘરની આર્થિક સમસ્યા દુર કરવા માટે આજે અમે તમને એવા જ વાસ્તુના અમુક ઉપાય વિશે જણાવીશું, એવા ઘણા લોકો છે જેની પાસે પૈસા નથી. જો તમે પણ એવા લોકોમાં છો કે જેમની પાસે પૈસા નથી, તો ચોક્કસપણે આ લેખ વાંચો , જેનાથી જીવનની ઘણી સમસ્યા દુર થશે..
માછલી :- ઘણા લોકોના ઘરમાં માછલી ઘર હોય છે. જો તમે તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરવા માંગતા હોય તો તમારા ઘરની અંદર માછલી ઘર જરૂર રાખવું અને એમાં 8 ગોલ્ડન રંગની માછલીઓ ની સાથે એક કાળા રંગની માછલી પણ રાખવી, વાસ્તુ શાસ્ત્ર અનુસાર માછલી ઘર બેઠક રૂમની ડાબી બાજુ રાખવું, જેનાથી તમારી કિસ્મત ખુલી જશે.
કરોળિયાના જાળા :- તમે તમારા ઘરે અથવા પછી કાર્યક્ષેત્ર ની સારી રીતે સાફ સફાઈ મુજબ ઘરે અથવા દુકાન માં કરોળિયા ના જાળા હોવાથી ધન પ્રાપ્તિ ના માર્ગમાં સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે. એટલા માટે ઘરને એકદમ સાફ રાખવું જોઈએ. આવક અને ધનમાં વધારો કરવા માટે તમારા ઘરમાં થોડો બદલાવ કરી શકો છો, તમારા ઘરના ઉતર દિશામાં અરીસો લગાવવો, એનાથી તમારા ઘર માં સકારાત્મક ઉર્જાનો સંચાર વધશે.
ટપકતો નળ :- વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરનો નળ ખરાબ હોય તો એનાથી પાણી ટપકતું રહે છે તો જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી એને રીપેર કરાવી લેવો, કારણકે એના કારણે તમારે ધન હાનીનો સામનો કરવો પડી શકે છે. ધન સાથે જોડાયેલી સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે તમે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરે અથવા પછી દુકાનમાં ધન રાખવા માટે ઉતર અને પૂર્વ દિશા ને પસંદ કરો, એનાથી આર્થિક તરક્કી માં જે પણ સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે તે દુર થશે.