સબંધની શરૂઆત કરવા માટે દરેક લોકો પ્રેમથી કિસ કે ચુંબન આપે છે. દરેક ચુંબન નું એક અલગ જ મહત્વ હોય છે. કોઈ પણ વ્યક્તિ પ્રેમ દર્શાવવા માટે કિસ કે ચુંબન નો સહારો લે છે. જેનાથી અલગ અલગ ફીલિંગ જાણવા મળે છે. જીવનમાં પોતાના પસંદગીના વ્યક્તિને કરવામાં આવતી કિસ – ચુંબન એનું પણ ખાસ મહત્વ રહેલું હોય છે.
ચુંબનના પણ અલગ અલગ પ્રકારો છે. દરેક પ્રકારના ચુંબન જુદી જુદી લાગણી દર્શાવતા હોય છે. જીવનમાં તમે પણ કોઈ ને કોઈ વ્યક્તિને તો કિસ કરી જ હશે. કોઈ નહિ તો નાના બાળકો ને પણ પ્રેમથી ચુંબન કરતા હોઈએ છીએ. તમારા પાર્ટનર સાથે થતી કિસમાં પણ અલગ પ્રકારની ફિલિંગ્સ બતાવવા જુદી જુદી જગ્યા પર કિસ કરવામાં આવે છે.
કિસ એ પ્રેમની નિશાની છે, એ પ્રેમ પછી કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીઓ માટે હોય શકે. દરેક કિસનો અલગ મતલબ હોય છે સાથે જ તેનો અહેસાસ પણ અલગ હોય છે. સામાન્ય રીતે આજે તમને એવી ૭ પ્રકારની કિસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની સાથે કેવા પ્રકારની લાગણીઓ જોડાયેલી છે.
હાથ પર ચુંબન :- જેને તમે પ્રેમ કરતા હોય તેને હાથ પર ચુંબન કરવામાં આવે છે. તેના હાથ પર હોઠ રાખીને ચુંબન લેવામાં આવે છે. હાથ પર ચુંબન કોઈના વખાણ કરવા માટે પણ કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક સારી ભાવના દર્શાવવા માટે પણ હાથ ચૂમે છે.
કપાળ પરની કિસ :- કપાળ પર કિસ તમારી ગભરાહટ અને કોઈ ચિંતાને દૂર કરી દે છે અને તમારી અંદર એક મોટો આત્મવિશ્વાસ જગાવે છે. એટલા માટે સંબંધની શરૂઆત પણ આત્મિયતા વધારવા માટે લોકો પોતાના જીવનસાથીના કપાળ પર ચુંબન કરે છે.
ગાલ પર ચુંબન કરવું એનો મતલબ તમારો સ્નેહ :- ગાલ પર ચુંબન કરવાનો મતલબ છે શારી-રિક સંબંધને વધારે વધારવાનો. જ્યારે તે પ્રેમ અને વાત્સલ્ય પણ દર્શાવવા માટે હોય છે. તેથી ગાલ પર ચુંબન કોઈના પ્રતિ તમારો સ્નેહ દર્શાવવા માટે કરવામાં આવે છે.
હોઠ પર ચુંબન :- હોઠ પર ચુંબન ખુબ જ સંવેદનશીલ હોય છે. સામાન્ય રીતે આપણે જે પણ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ તેના હોઠોનું ચુંબન લઈ શકીએ છીએ. આ સિવાય કોઈ મિત્રના હોઠ પર ચુંબન કરો છો તો તેનો મતલબ તમે તેની સાથે ડેટ પર જવા માટે તૈયાર છે.
કાન પર ચુંબન :- કાન પર ચુંબન કરવું એ સંબંધને આગળના તબક્કામાં વધારવા માટે છે. જ્યાં તમે તમારા જીવનસાથી સાથે હાસ પરીહાસ કરી શકો છો. કાન પર કરવામાં આવતા ચુંબનમાં એક તરફથી થોડી શરારતનો પણ આભાસ દર્શાય છે.
ગાઢ આલિંગન સાથેનું ચુંબન :- જેને ખુબ જ ચાહતા હોય એટલે કે પ્રેમ કરતા હોય તેને ગાઢ આલિંગન સાથેનું ચુંબન કરવામાં આવે છે. હોઠોનું ગાઢ મિલન અને સાથીને કસથી આલિંગન આપેલું ગાઢ ચુંબન પણ દર્શાવે છે કે તમે પ્રેમની ચરમ સીમા પર જવા માટે તન અને મનથી એકદમ રીતે તૈયાર છો.
ગળા પર ચુંબન આત્મિયતાનું પ્રતિક :- ગળા અથવા છાતીના ભાગ પર ચુંબન આત્મિયતાનું પ્રતિક માનવામાં આવે છે. એનો અર્થ એ પણ થાય છે કે સ-બંધને આગળના તબક્કામાં લઈ જવા માટે મન પુરેપુરી રીતે તૈયાર છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment