ભારતમાં પ્રાચીન કાળથી લોકો દહીં નો ઉપયોગ કરતા આવી રહ્યા છે. લગભગ ઘણા લોકો નાસ્તા સાથે દહીંનું સેવન કરતા હોય છે. ઘણા લોકોને દહીં ખાવું ખુબ જ પસંદ હોય છે. દહીનું સેવન કરવાથી શરીરમાં ઘણા લાભ મળે છે. દહીં ને સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. લગ્ન હોય કે કોઈ શુભ કાર્યનું ઉદઘાટન દરેક શુભ પ્રસંગે દહીંનો ઉપયોગ કરવામાં આવે છે
દહીંનું સેવન સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક રહે છે. દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. દહીંમાં કેલ્શિયમ, વિટામીન બી-૨, વિટામીન બી-૧૨, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા આવશ્યક પોષક તત્વ મળી આવે છે, દૂધના મુકાબલે દહીં જલદી પચી જાય છે. જેથી લોકોને પેટની પરેશાનીઓ, જેમ કે અપચો, કબજિયાત, ગેસ વગેરે બિમારીઓથી છુટકારો મળે છે. તેમાં પાચનને સારું કરનાર સારા બેક્ટેરિયા મળી આવે છે.
ઇમ્યુનીટી સિસ્ટમમાં વધારો :- દહીં માં રહેલા વિભિન્ન પ્રકારના ઘટક શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. દહીં ખાવાથી ઇમ્યુનીટી સિસ્ટમ બરાબર રહે છે. ઘણા બધા સંશોધનમાં સામે આવ્યું છે કે. દહીંમાં હાજ઼ર રહેલા બેકટેરિયા બીમારીથી લડવા માટે મદદ કરે છે. પેઠી જોડાયેલી બીમારી માટેદહીં કોઈ ઔષધીથી કમ નથી.
દહીં આરોગ્ય અને સૌદર્ય માટે ઉત્તમ :- દહીંમાં ગાજર,કાકડી, પપૈયા વગેરે ફળોના રસ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ત્વચામાં નિખાર આવે છે. દહીં ત્વચાનો માશ્ચરાઈજરનું કામ કરે છે. ત્વચાની નમી પરત લાવે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. સ્કિનને ફ્રેશ રાખવા માટે તમે લીંબૂનું રસ દહીંમાં મિક્સ કરી ચેહરા પર લગાડો. આવું થોડા દિવસ સુધી કરતા રહો. જલ્દી જ તમારા ચેહરા પર બદલાવ નજર આવશે. દહીંમાં રહેલ લેક્ટિક એસિડ ત્વચા પર ફેશિયલ માસ્કની રીતે કામ કરે છે અને સ્કિનની ગંદગીને સાફ કરે છે.
મોંઢાના છાલાથી રાહત :- દહીંની મલાઇને મોંઢાના છાલા પર દિવસમાં 2-3 વખત લગાવવાથી છાલાની પરેશાનીમાં રાહત મળે છે. દહીં અને મધને બરાબર માત્રામાં મિક્સ કરીને સવાર-સાંજે સેવન કરવાથી મોંઢાના છાલા દૂર થઇ જાય છે. જો તમારી પાસે મધ નથી તો ખાલી દહીં પણ ચાલશે.