કપલ વચ્ચે નાના મોટા લડાઈ ઝગડાથી બંને વચ્ચે વધે છે પ્રેમ..

સહિયર

આજકાલ બદલતા સમયને સાથે સંબંધોમાં પણ ઘણા બદલાવ આવે છે, જેના કારણે નવા પરણિત કપલ્સ વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઇ જાય છે. આ તણાવ આગળ જઈને વધારે મોટી લડાઈનું રૂપ ધારણ કરી લે છે. ક્યારેક ક્યારેક પરિસ્થિતિ એટલી બધી બગડી જાય છે કે બંને વચ્ચેનો ઝગડાની વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે.

એક્સપર્ટ મુજબ છેલ્લા અમુક વર્ષોમાં એવાં ઘણા લોકોનાં છૂટાછેડાના મામલા વધારે જોવા મળ્યા છે, જેમના લગ્નને ૧ કે ૨ વર્ષ જ થયા હતા. એ બધા છૂટાછેડાની પાછળ મુખ્ય ઘણા બધા કારણો હોય છે, મોટાભાગના પરણિત કપલ નાના-મોટા ઝઘડાને નોર્મલ બતાવે છે.

દરરોજની નાની-મોટી વાતો પર થતી લડાઈ અને તકરાર બંને વચ્ચે થોડો પ્રેમ પણ વધારે છે. એવું કહેવામાં આવે છે કે સંબંધમાં પ્રેમની સાથે ઝઘડો પણ ખુબ જ જરૂરી છે.

જો સંબંધમાં ખાલી રોમાન્સ જ હોય તો થોડા સમય પછી બંને વચ્ચેનો પ્રેમ પણ ઓછો થઈ જાય છે. કેમકે થોડા ઝઘડા પછી બંને એકબીજાને મનાવવાના પ્રયત્ન કરતા હોય છે અને જેના કારણે કપલ્સની અંદરો અંદર સમજ વધે છે. જેના કારણે બંને એકબીજા ની વધારે નજીક આવે છે.

આ સાથે બંને વચ્ચે પ્રેમનો રંગ પણ ગાઢ બને છે. રિસર્ચ મુજબ નાની નાની વાતો પર ઝઘડતા દંપતી એક ખુબ જ લાંબું જીવન પસાર કરે છે અને તે કપલ્સની તુલનામાં જે ફક્ત પ્રેમ જ કરે છે. બંને ને ઝઘડવાનો અર્થ મારપીટ નહીં, પરંતુ થોડી ઘણી બંને વચ્ચે ચર્ચા અને વાતચીત પણ થાય છે..

એક સ્ટડી મુજબ એવું જાણવા મળ્યું છે કે અમેરિકાના મોટાભાગના જે કપલ વચ્ચે ૧૯ વાર ઝઘડા થાય છે, જેમાં તે બંને ૫ દિવસ સુધી એકબીજા સાથે વાત કરતા નથી ને સૂતાં નથી. આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે કપલ વચ્ચે થતી માથાકૂટમાં તેમને કંઈ નુકસાન કે હાની થતી નથી.

ઘણી વાર થોડી ઘણી નાની નાની વાત પર માથાકૂટ થતી હોય છે. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નાની વાતને મોટો મુદ્દો ન બનાવવો, નહીંતર ક્યારેક તેનું વધારે મોટું સ્વરૂપ પણ બની શકે છે અને પછી વધારે મુશ્કેલી ઊભી થાય છે.

આ સ્ટડીમાં ૧૯૨ દંપતીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેની ઉંમર ૩૨ વર્ષથી ઓછી હોય છે. એ ઉપરાંત તેમના ઉપર નજર રાખવામાં આવી અને તેમના જીવન વિશે પણ ઘણા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, એ પરથી પતિ પત્ની વચ્ચે ના નાના મોટા લડાઈ ઝગડા વિશે જાણવા મળ્યું.