આ કોરોનાકાળમાં ઓનલાઇન વસ્તુ મંગાવતા પહેલા સેફટી ટિપ્સ વિશે જરૂર જાણી લો..

ઉપયોગી ટીપ્સ જાણવા જેવું

આ દેશભરમાં કોરોનાવાયરસની બીજી લહેર ચાલી રહી છે.. જેના કારણે સરકાર પણ લોકોને અપીલ કરી રહી છે કે જરૂર વગર કોઈએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. આ સ્થિતિમાં ઘણા લોકો દૈનિક જરૂરિયાતની અમુક વસ્તુઓ ઓનલાઇન ઓર્ડર કરીને ઘરે જ મંગાવી લેતા હોય છે. જેના કારણે ઘરની બહાર નીકળવું ના પડે અને કોરોના સંક્રમણથી પણ બચી શકાય છે.

જો તમે ઓનલાઇન સામાન મંગાવતા હોય તો તે ઘણા લોકોના હાથ માંથી પસાર થયો હોય છે.. જેથી વસ્તુઓની હોમ ડિલિવરી લેતી વખતે સુરક્ષાના ભાગ રૂપે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ..

ઓનલાઇન મંગાવેલા સામાનને થોડા સમય માટે અલગ રાખવો :- કોરોના વાયરસ કાર્ડ બોર્ડ પર અને પ્લાસ્ટિક કે સ્ટીલ પર ઘણા કલાક સુધી વાયરસ જીવંત રહે છે. માટે ઓનલાઇન આવેલી કોઈ પણ વસ્તુને ૨૪ કલાક કે વધારે સમય માટે અલગ મુકવી જોઈએ, જેથી તમે સુરક્ષિત રહી શકો છો..

પરંતુ જો તમે કોઈ ખાવાની વસ્તુ મંગાવી હોય, જે બહાર રાખવાથી બગડી જાય તો તેને તરત જ બીજા કોઈ વાસણમાં કાઢી તે બોક્સ કે પેકેટ કચરામાં નાખી દેવું અને હાથને તરત જ સારી રીતે સાફ કરી લેવા જોઈએ. આમ તો તે વસ્તુ ગરમ થઈને આવી હોય એટલા માટે કોઈ સમસ્યા નથી થતી.

કોન્ટેકલેસ ડિલિવરી :- ડિલિવરી આપવા આવેલ વ્યક્તિના સંપર્કમાં આવ્યા વગર તમારે એનો ઓર્ડર લેવો જોઈએ. ડિલિવરી કરનાર વ્યક્તિ તમને ફોન કરીને ડીલિવરીને દરવાજા પર મૂકીને જતો રહેવાનું કહેવું. ઉપરાંત, ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પસંદ કરવો જોઈએ, જેથી તમારે રોકડ પૈસાનો વ્યવહાર કરવાની જરૂર ન પડે.

ડિલિવરી વાળું ખાલી પેકેટ ફેંકી દેવું :- ડિલિવરી લઈને પછી જે પેકેટ, પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમમાં વસ્તુ આવી હોય તેને તરત જ કચરાપેટીમાં ફેંકી દેવું અને પછી સેનેટાઇઝર કરીને તમારા હાથ સારી રીતે સાબુવાળા પાણીથી સાફ કરવા જોઈએ અથવા તો ફક્ત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ.

વસ્તુ મુકવા માટે કોઈ એક જગ્યા નક્કી કરવી :- ઘરમાં કોઈ એક જગ્યા એવી નક્કી કરવી, જ્યાં ઓનલાઇન કે કોઈ પણ બહારથી આવેલી વસ્તુઓને થોડા સમય માટે મૂકી શકો.. અને તે જગ્યાએથી વસ્તુ લઈને બાદ તે જગ્યાને પણ સેનિટાઇઝ વાળી કરવી જોઈએ..

સ્વચ્છતાની ખાસ સંભાળ લેવી :- કોઈ પણ વસ્તુ ઓનલાઇન આવી હોય કે પેકેજ આવ્યું હોય તેને સ્પર્શ કર્યા પછી હાથને તમારા નાક, મોં કે આંખોને અડ્યા પહેલા જ હાથ ને ધોઈ લેવા. સેનિટાઇઝર સ્પ્રેથી પેકેટને સેનિટાઇઝ કર્યા પછી, તેને ઘરની કોઈ નક્કી કરેલી જગ્યાએ મૂકી દેવી, પછી તમારા હાથને સારી રીતે ધોઈ લેવા.