કોન્ડોમ વગર આનંદ માણવા માટે ભારતમાં વિશ્વનું સૌથી પહેલું ગર્ભનિરોધક ઈન્જેકશન થયું તૈયાર, ઘણા વર્ષો સુધી માણી શકશો આનંદ

સહિયર

સબંધ બાંધવો ભલે આનંદ માણવા માટે હોય પણ તે દરમિયાન સુરક્ષા જાળવવી પણ ખુબ જ જરૂરી છે. અનિચ્છિનય ગર્ભ રોકવા માટે જો પુરૂષો કોન્ડોમનો ઉપયોગ ન કરે તો મહિલાઓએ બીજા વિકલ્પોનો પણ ઉપયોગ કરવો પડે છે, કારણકે કોન્ડોમ સિવાય બીજા ગર્ભનિરોધક મહિલાઓને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યા છે.

સામાન્ય રીતે ઘણી વાર એવું સાંભળવા મળે છે કે પુરુષો ગર્ભનિરોધક સાધન વાપરવા માટે વધુ તૈયાર નથી હોતા, કારણ કે તેના કારણે તેમની સે@ક્સની મજામાં અડચણ આવે છે, પરંતુ કોન્ડોમ વગર સે-ક્સ કરતી વખતે વીર્યનો નાનો કણ પણ અંદર જાય તો ગર્ભ રહી જાતો હોય છે.

મોટેભાગે નિરોધક અનિચ્છિત ગર્ભ ન રહી જાય તે હેતુથી વાપરવામાં આવતુ હોય છે. માટે મોટાભાગે સ્ત્રીઓ જ આ વાતનો આગ્રહ રાખતી હોય છે. ઘણી વાર સ્ત્રીઓ એના પતિ કે પ્રેમી ને ગર્ભનિરોધક વાપરવા માટે કહેતી હોય છે, પરંતુ કોન્ડોમ થી મજા માં અડચણ આવતી હોવાથી મોટા ભાગના પુરુષો એને વાપરવા તૈયાર થતા નથી.

આજે અમે તમને એક એના વિશે વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જે પુરુષો માટે ખુબ જ કામની વાત છે. એક એવું ઈન્જેકશન બનાવવામાં આવ્યું છે કે જેને લાગવાવથી પુરુષો કોન્ડોમ વગર જ સે@ક્સની મજા લઇ શકે છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ એ ઈન્જેકશન વિશે..

હાલમાં થોડા સમય પહેલા જ દુનિયાનુ પહેલુ ગર્ભનિરોધક ઈન્જેક્શન બનીને તૈયાર થઈ ગયુ છે. જે પુરૂષો માટે ખાસ બનાવવામાં આવ્યું છે. આ ઈન્જેક્શનનુ ક્લિનિકલ ટ્રાયલ પણ સફળ થઇ ગયું છે. એક વાર આ ઈન્જેક્શન લગાવાયા પછી ૧૩ વર્ષ સુધી તેનો પ્રભાવ રહે છે.

ઈન્જેક્શન દ્વારા શરીરમાં એક પોલિમરનો પ્રવેશ કરાવવામાં આવશે. જે સ્પર્મને મહિલાના શરીરમાં દાખલ થવા દેશે નહિ. પુરૂષોની ટ્રેડિશનલ નસબંધીની આ ઈન્જેક્શન બજારમાં આવ્યા પછી જરૂર રહેશે નહી. જોકે આ ઈન્જેક્શનને લગાવવા માટે લોકલ એનેસ્થેયિસા આપવુ જરૂરી રહેશે.

ભારતમાં જ આ ઈન્જેક્શન બનાવવામાં આવ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા તેને તૈયાર કરવામાં આવ્યું છે. તેની ત્રણ ટ્રાયલ સફળ રહી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ૩૦૦ દર્દીઓ પર તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી.

એક અંગ્રેજી ન્યુઝ મુજબ હવે આ ઈન્જેક્શન આપવા માટે ભારતની રેગ્યુલેટરી બોડીની મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે. જેમાં બીજા ત્રણ મહિના સુધીનો સમય લાગી શકે છે.

કાઉન્સિલના સિનિયર વૈજ્ઞાનિક ડો આર એસ શર્માનું કહેવું છે કે, બસ સરકાર મંજુરી આપે એટલી જ રાહ જોઈ રહ્યા છીએ. ક્લિનિકલ ટ્રાયલમાં તેની સફળતાનો રેટ ૯૭.૩ ટકા જેટલો રહ્યો છે. આ ઈન્જેકશન દુનિયાનુ સૌથી પહેલુ પુરુષ ગર્ભનિરોધક ઈન્જેક્શન છે.