NCB: કોમેડી ક્વીન ભારતી અને હર્સને ડ્રગ સપ્લાય કરનાર વ્યક્તિ ઝડપાઈ ગયો, જાણો કેવી રીતે લોકોને સપ્લાય કરતો હતો ડ્રગ

મનોરંજન

શનિવારે એનસીબીએ મુંબઈમાં હાસ્ય કલાકાર ભારતી સિંહ ની ધરપકડ કરી હતી. તેના પતિ હર્ષની પૂછપરછ કરવામાં આવી રહી હતી. ધરપકડની તલવાર હર્ષ પર પણ અટકી હતી.  ડ્રગ્સ કેસમાં કોમેડી ક્વિન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની ધરપકડ કરવામાં આવી હતી. તેના ઘરમાંથી ગાંજો મળી આવ્યો હતો અને પુછપરછ દરમિયાન ભારતીએ પોતે પણ ગાંજાના સેવનની કબૂલાત કરી હતી.

કોર્ટે કહ્યું હતું કે ભારતી અને હર્ષનાં ઘર-ઓફિસમાં મળેલા ગાંજાનું પ્રમાણ ઓછું છે. આ માત્ર વપરાશનો કેસ છે, માટે પોલીસ કસ્ટડીની જરૂર નથી. કોર્ટે એવું પણ કહ્યું હતું કે જે કલમ હેઠળ બંનેને અરેસ્ટ કરવામાં આવ્યાં છે તેમાં માત્ર એક વર્ષની સજાનું પ્રાવધાન છે, માટે પણ રિમાન્ડની જરૂર નથી. હવે ભારતી અને હર્ષને આ કેસમાં જામીન મળી ગયા છે, પરંતુ એનસીબીની તપાસ હજુ પણ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, NCBએ ભારતી અને હર્ષને એક ડ્રગ પેડલર સામે બેસાડીને પણ સવાલ કર્યા હતા, ત્યાર બાદ બંનેએ ગાંજો લેવાની વાત પણ સ્વીકારી હતી. બુધવારે રાત્રે એનસીબીએ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને ભારતી અને અન્ય કેટલાક લોકોને ડ્રગ સપ્લાય કરતો ડ્રગ પેડલર ઝડપી પાડ્યો છે.

ડ્રગ પેડલરે શુક્રવારે પૂછપરછમાં ભારતી અને હર્ષનાં નામ લીધાં હતાં. ત્યાર બાદ શનિવારે તેમનાં અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ઘર અને ઓફિસમાં રેડ પાડવામાં આવી હતી. ભારતીના હાઉસ સ્ટાફની પણ પૂછપરછ થઇ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે સુનીલ ગવાઈ નામના ડ્રગ સપ્લાયરને બુધવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા કોર્ટ જંક્શનમાંથી પકડી પાડ્યો છે. તેની પાસેથી 1.250 કિલો ડ્રગ્સ પણ મળી આવ્યું છે. પૂછપરછ દરમિયાન સુનીલે જણાવ્યું છે કે તે ડિલીવરી બોય બનીને તમામ ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

પોલીસના હાથમાં ન આવે એ માટે થઈને તે દર વખતે ફૂડ ડિલીવરી બોય બનતો હતો. પરંતુ આ વખતે એનસીબીએ પૂરી તૈયારી સાથે તપાસ કરી અને ઝડપી પાડ્યો. સુનીલે એમ પણ કહ્યું છે કે ભારતી સિંહને પણ એ જ રીતે ડિલિવરી બોય બનીને ડ્રગ્સ સપ્લાય કરાતું હતું. પશ્ચિમ મુંબઈમાં આરોપી પેડલર્સનું નેટવર્ક વધુ સક્રિય હતું. તેના મોટાભાગના ગ્રાહકો પણ તે જ વિસ્તારના હતા.