વધારે પડતી કોફીનું સેવન કરવાથી થઇ શકે છે નુકશાન, મહિલાઓએ ખાસ ધ્યાનમાં રાખવી આ બાબત..

સ્વાસ્થ્ય

ઘણા લોકોને સવાર પડતા પહેલા ચા કે કોફી પીવાની ટેવ હોય છે. ઘણા લોકોને આખા દિવસમાં હદ વગરની કોફી પીવાની ટેવ હોય છે. અમુક લોકો ટેન્શન દુર કરવા માટે પણ કોફીનો સહારો લેતા હોય છે. દિવસની શરૂઆતમાં એનર્જી લાવવા માટે લોકો કોફી પીવે છે, પરંતુ વધુ પડતી કોફી પીવાથી સ્વાસ્થ્યને ખુબ જ નુકસાન થઇ શકે છે.

કોફી પર એક સર્વે કરવામાં આવ્યો, જેમાં એના વિશે ચોંકાવનારા સત્ય સામે આવ્યા છે. આ સર્વે 3 હજાર લોકો પર કરાવામાં આવ્યો છે. જેમાં કોફી અંગેના રસપ્રદ તથ્યો બહાર આવ્યા હતા. સર્વે મુજ્ન લગભગ ૫૦% ટકા યુવાનોએ દિવસની શરૂઆતમાં કોફી પીવાની ટેવ હતી. જ્યારે 94 % યુવાનો લોકોને ઇન્ટરવ્યુ દરમિયાન કોફી પીવાનું પસંદ કરે છે.

સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે મિત્રો સાથે કનેક્ટ કરવા માટે કોફી પીઈને વાતચીતની શ્રેષ્ઠ શરૂઆત થઇ શકે શકાય છે. નિષ્ણાંતો નું કહેવું છે કે સર્વે ના રિપોર્ટમાં યુવાનોમાં કોફી લોકપ્રિય હોવાના કારણો બતાવે છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ પણ તમને મુશ્કેલીમાં મુકી શકે છે, કારણ કે કેફીન વસ્તુના કારણે તેમાં જોખમો છે.

સર્વે મુજબ કોફીમાં ચા કરતા વધારે માત્રમાં કેફીનના તત્વો હોય છે. તે એડ્રેનલ ગ્રંથીઓ પર દબાણ મૂકીને પ્રજનન પ્રણાલીને અસર કરી શકે છે. આ તનાવ હોર્મોન કોર્ટિસોલના ઉત્પાદનમાં વધારો કરી શકે છે. કોફીમાં ચા કરતા વધારે માત્રમાં કેફીનના તત્વો હોય છે.

ગર્ભવતી મહિલાઓને કોફી પીવાની આદત હોય અને તે છોડી શકતી ન હોય તો ઓછી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ. દિવસમાં એક કે બે વાર કોફી પીવી સારી ગણાય છે. ૨૫૦ મિલિગ્રામ કેફીન હૃદય માટે ફાયદાકારક હોઈ શકે છે.

જો તમે વધારે પડતી માત્રામાં કેફીન જેવા પદાર્થનું સેવન કરશો તો તે બ્લડ પ્રેશર અને હ્રદય જેવા રોગનું કારણ બની શકે છે. પરંતુ ઓછા પ્રમાણમાં કોફીનું સેવન કરવું તમારા બ્લડ સુગર લેવલ માટે પણ સારું છે. પરંતુ તેના કરતા વધારે ઉપયોગ કરવો એ જરૂર સમસ્યા ઉભી કરી શકે છે. ખુબ જ વધારે પ્રમાણમાં કેફીન વસ્તુનું સેવન કરવાથી વિટામિન બી અને મેગ્નેશિયમનું પ્રમાણ પણ બગડે છે.

નિષ્ણાતો મુજબ કે ઓવુંલેશન અને પ્રોજેસ્ટેરોન ઉત્પાદન માટે આ મહત્વપૂર્ણ પોષક તત્વો જરૂરી છે. ઓવ્યુલેશન એ માસિક ચક્રનો એક ભાગ માનવામાં અવે છે. જ્યારે શરીર આ ઘટકોનો નાશ કરે છે, ત્યારે તે એસ્ટ્રોજનના અતિશય ઉત્પાદનનું કારણ બની શકે છે. જે લોકો કોફી પીવે છે તે લોકો તેમના સ્વભાવમાં ચીડિયાપણું અનુભવે છે.

વધારે પડતા કેફીન વસ્તુનું સેવન કરવાથી સ્તનમાં ગઠ્ઠો થવાનું જોખમ, ભારે રક્તસ્રાવ અને પીએમએસના મુખ્ય લક્ષણો છે. દૂધ અને ખાંડથી ભરપૂર કોફી પીવાથી ઇન્સ્યુલિન પ્રતિકાર થઈ શકે છે, જે પોલિસિસ્ટિક અંડાશયના સિંડ્રોમવાળી મહિલાઓ માટે નુકશાનકારક છે. કોફી શરીરના કાર્ડિયોવેસ્કુલર સિસ્ટમ પર ખરાબ અસર કરે છે.