ચોખાના દાણા બદલી શકે છે તમારી કિસ્મત, જાણો એના ચમત્કારી ફાયદા..

આધ્યાત્મિક

ચોખા એક પ્રકારનો આહાર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ચોખાને ખૂબ જ મહત્વના બતાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચોખ્ખાના અનેક પ્રકારના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે કે જેનો ઉપયોગ કરીને લોકો પોતાની ગરીબીને દૂર કરી શકે છે અને પોતાના ઘરમાં રહેલી તમામ પ્રકારની પરેશાનીઓ માંથી છુટકારો મેળવી શકે છે.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ ચોખાના અમુક એવા ઉપાયો કે જેના દ્વારા તમે પણ તમારા ઘરમાં રહેલી કોઈ પણ સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો. સાથે સાથે તમારા જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકશો. એટલા માટે ચોખાને પણ કપાળ પર લગાવવામાં આવે છે.

પૂજા પાઠ ઉપરાંત ચોખાનો ઉપયોગ તંત્ર અને મંત્રમાં પણ કરવામાં આવે છે, આ તંત્રશાસ્ત્રના આ ટોટકા અનુસાર ચોખાના ઉપયોગના કારણે જ અહીંયા ખુબ જ પ્રભાવશાળી બની જાય છે . ચોખા વગર કોઈ પણ પૂજા અશક્ય છે અને જેની અસર પણ તરત જ જોવા મળી જાય છે.

જો તમારા ઘરમાં કોઈ અશુભ કાર્ય થતું હોય તો પણ તેને ચોખાની સાથે પૂજા કરેલી હોય તો તે રોકી લે છે, જીવનમાં ધનની સમસ્યા અને પરિવારમાં ક્લેશ બધુ જ થોડા દિવસોમાં દૂર થઈ જાય છે. તો ચાલો આ ચમત્કારી ટોટકા વિશે આજે આપણે જાણીએ.

જો તમે સોમવારના દિવસે સવારમાં સ્નાનાદિ ક્રિયા કરી અને શિવલિંગની પૂજા કરવા જવું અને આ પૂજા માટે એક કિલો ચોખા સાથે લઈ જવા. એવું કહેવામાં આવ્યું છે કે શિવલિંગની પૂજા કરીને પછી પણ તેના પર એક મુઠ્ઠી ભરીને ચોખા ચડાવવા.

બાકી બચેલા ચોખાને દાનમાં આપી દેવા જોઈએ અને આ પ્રયોગ સતત ૫ સોમવાર સુધી કરવાથી લક્ષ્મીજી પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને ધનમાં અઢળક લાભ થાય છે. ચોખાના ઘણા એવા ફાયદાઓ છે જેની આપણને નોંધ પણ નથી.

શત્રુબાધા દૂર કરવા માટે આખા અડદના ૩૮ દાણા અને ચોખાના ૪૦ દાણા લઈ ઘરના આંગણાની જમીનમાં ખાડો કરી અને પછી તેમાં દબાવી દેવા. તેના પર એક લીંબુ નો રસ નાખવું. આવું કરવાથી તમારા ઘરમાં ધનની અછત રહેશે નહિ અને લીંબુ નીચોવતી વખતે શત્રુના નામનું સ્મરણ કરવું જરૂરી છે, આમ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

દિવો કર્યા પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરવું અને લક્ષ્મી મંત્રની એક માળા કરવી. ધનપ્રાપ્તિ માટે આ ઉપાય પણ અમલમાં મુકી શકાય છે, એવું કહેવામાં આવે છે કે કોઈ પણ શુક્રવારે રાત્રે ૧૦ કલાકે ઘરના એકાંતવાળી જગ્યા પર બેસી એક બાજટ પર એક કળશ રાખવો, જેનાથી ઘણા ફાયદા થાય છે અને કેસરથી સાથિયો બનાવવો અને તેમાં દૂર્વા, ચોખા તેમજ એક રૂપિયાનો સિક્કો પધરાવવો જોઈએ.

ચોથથી શરૂ કરી આ કાર્ય ૪૫ દિવસ સુધી કરવું. ૪૫ દિવસ પછી એક કન્યાને ભોજન કરાવીને ઉપહાર આપવા. આ ચોખા ભરેલ કળશ પર શ્રીયંત્રની સ્થાપના કરવી અને તેની સામે ચાર વાટનો દિવો પ્રગટાવવો. તેના માટે કોઈ પણ માસની શુક્લપક્ષની ચોથની તિથી પસંદ કરવી અને ત્યારે ચાંદીની એક વાટકીમાં ગાયનું દૂધ લઈ તેમાં ખાંડ અને બાફેલા ચોખા મિક્સ કરીને ચંદ્રોદય થતાં ચંદ્રને તે ભોગ ધરાવવો.