લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..
સવાલ : હું ૧૮ વર્ષનો છું. હાલમાં એફ.વાય.બી.કોમ કરી રહ્યો છું. હું કોઈ છોકરી જોવ કે કોઈ અશ્લીલ દ્રશ્ય જોવ તો તરત જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, હું મારી જાત પર કાબૂ રાખી શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ અમુક છોકરીઓ સાથે સંબંધ પણ બનાવ્યા છે. મારા આ કામ માટે હું શર્મીનગી અનુભવું છું, પરંતુ હું લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકતો નથી, મને એવો કોઈ ઉપાય કે દવા બતાવશો?, જેનાથી હું મારી જાત પર કાબુ રાખી શકું.
જવાબ :- દરેક વ્યક્તિમાં સે-ક્સ કરવાની ભાવના વધારે કે ઓછી હોય છે. તે માટેની કોઈ દવા આવતી નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક રહેવું. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કામ થોડું મુશ્કેલ છે, પરંતુ અશક્ય પણ નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ કરી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને પરોવી રાખી શકો છો. જેનાથી તમારું ધ્યાન બીજે નહીં જઈ શકે. અલગ અલગ છોકરીઓ સાથે જાતીય સંબંધ બાંધવાથી તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહેવું જોઈએ.
સવાલ : હું ૨૦ વર્ષની છું. મારે મારી એક મિત્ર સાથે સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરા જેવું છે અને મારી મિત્ર મને એનો પતિ માને છે. અમે બંને હંમેશા સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરી રહ્યા છે. હવે હું શું કરું એ મને જણાવશો?
જવાબ :- તમારું વ્યક્તિત્વ ભલે છોકરા જેવું હોય કે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે એક છોકરી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી મિત્ર સાથે જેવો સબંધ રાખતાં હોય એવો જ સંબંધ બનાવી રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે.
સવાલ : હું ૩૧ વર્ષની છું, હું નોકરી કરું છું અને મારા લગ્ન થઇ ચુક્યા છે. હું દેખાવમાં પણ સુંદર અને સ્માર્ટ છું. મારું દામ્પત્યજીવન આનંદદાયક છે. મારું કુટુંબ સુખી અને સમૃદ્ધ છે. સામાન્ય રીતે હું ઘણા ઓછા લોકો સાથે હળીમળીને રહું છું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મારા નવા ઓફિસર, જે ઘણા ઉંમરના હોવા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે.
આ ઓફિસર સાથે મને એટલુ બધું આકર્ષણ થાય છે કે પહેલાં ઈશારાથી અને પછી શાબ્દિક રીતે મારી લાગીણી મેં વ્યક્ત કરી છે. એમને જોયા વગર એક દિવસ પણ રહેવાતું નથી. અમારી વચ્ચે ચુંબન પણ થાય છે, પરંતુ હું મર્યાદામાં રહેવા માટે ઈચ્છું છું. હું કંઈ ખોટું કાર્ય તો નથી કરી રહી ને?
જવાબ :- તમારું દામ્પત્યજીવન આનંદદાયક હોવા છતાં તમે અન્ય પુરુષ પ્રત્યે આકર્ષાયા અને એટલું જ નહીં, તમારી લાગણીને દબાવવાને બદલે તમે એમને શાબ્દિક અભિવ્યક્તિ દ્વારા સામેથી આમંત્રણ આપ્યું છે. એક પરિણીતા સ્ત્રીને એનો પતિ એને ખુબ જ પ્રેમ કરે છે, તેના માટે આવું વર્તન શોભાસ્પદ નથી. તમે જો ખરેખર મર્યાદામાં રહેવા માંગતા હોય, તો તમારા અધિકારી સાથે આવા કોઈ સંબંધ ન રાખો. તમે નોકરી કરવા ઓફિસે જાવ છો, તો તમારા કામ પ્રત્યે વધુ ધ્યાન આપો, તે વધારે સારું રહેશે.