ચાણક્યનીતિ શાસ્ત્રમાં ઘણા એવા સફળતાના રસ્તા વિશે બતાવવમાં આવ્યું છે, જેનું જીવનમાં પાલન કરવામાં આવે તો જીવનમાં ક્યારેય અસફળતાનો સામનો કરવો પડતો નથી. આ નીતિઓ માનવો માટે ખૂબ ફાયદાકારક ગણાવવામાં આવે છે. આજે અમે તમને જણાવી દઈએ કે ચાણકય એ પોતાની નીતિઓમાં માણસોએ પોતાનું જીવન કઈ રીતે જીવવું જોઈએ તેનું ખુબ સારુ આલેખન કર્યુ છે. તો ચાલો જાણી લઈએ કે કેવી રીતે પૈસા કમાવવાથી જીવનમાં શાંતિ મળી શકતી નથી.
ચાણક્યની નીતિઓને જીવનમાં સ્વીકારવી મુશ્કેલ છે પરંતુ કહેવાય છે કે જે વ્યક્તિએ નીતિઓને અપનાવી લીધી તેને સફળ થવાથી કોઇ રોકી નહી શકે. પૈસા કમાવવા અને પૈસા બચાવવા એ ખૂબ મહત્વનું છે, પરંતુ પૈસાની કમાણી કરતા પૈસા બચાવવાનું વધારે મહત્વનું છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ પૈસા કમાવા માટે ખોટા રસ્તાનો ઉપયોગ કરે છે, તેને જીવનમાં ક્યારેય શાંતિ નથી મળતી.
ચાણક્ય મુજબ આવા લોકોથી રાખવું અંતર :- નીતિ શાસ્ત્ર એક શ્લોક અનુસાર- જે વ્યક્તિએ અન્યાયથી ધન જમા કર્યુ છે અને અહંકારથી માથુ હંમેશા ઉપર રાખ્યુ છે. આવા લોકોથી અંતર રાખવુ જોઇએ. આવા લોકો પોતાનીજાત પર પણ બોજ હોય છે. તેમને ક્યારેય શાંતિ નથી મળતી. એવી વ્યક્તિ કે જે સંપત્તિ એકઠા કરવાની કળામાં નિષ્ણાત છે તે ભવિષ્યમાં ક્યારેય આગળ નીકળી શકતો નથી.
આચાર્જ ચાણક્ય અનુસાર કેટલીક આદતો એવી છે જે વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી લે તો તે ગરીબ થઇ જાય છે.આવી આદતોથી હંમેશા દૂર રહેવુ જોઇએ. ચાણક્યનું કહેવુ છે કે મનુષ્યએ ખોટા રસ્તે પૈસા કમાનારથી હંમેશા દબર રહેવુ જોઇએ. ચાણક્ય કહે છે કે ઘણીવાર તમારા નજીકના લોકો જ આવા સ્વભાવના હોય છે. જેના વિશે જાણ્યા બાદ પણ તમે તેમનાથી અંતર નથી જાળવી શકતાં. તેમ છતાં આવા લોકોથી અંતર જાળવી રાખવુ જોઇએ.
ચાણક્ય કહે છે કે પૈસાની લાલચમાં ડૂબેલા વ્યક્તિમાં અહંકાર આવી જાય છે. આવા વ્યક્તિ પોતાનાથી નાના લોકો સાથે વાત કરવાનું પસંદ નથી કરતાં. નીતિ શાસ્ત્ર અનુસાર, અહંકાર અને લાલચી વ્યક્તિએ સમાજમાં અપમાનિત પણ થવુ પડે છે. તેવામાં આ પ્રકારના લોકોથી અંતર જાળવવુ જોઇએ. ચાણક્યનું માનવુ છે કે લાલચી વ્યક્તિ સમય આવવા પર કોઇને પણ દગો આપી શકે છે. આવા લોકો ખોટા અને સાચાથી ઘણા દૂર હોય છે.