ચાણક્ય મુજબ પૈસાની સમસ્યા દુર કરવા માટે આ વાતોનું રાખવું ખાસ ધ્યાન.

આધ્યાત્મિક

આચાર્ય ચાણક્યએ આપણા જીવનને સુખી બનાવી રાખવા માટે અનેક નીતિઓ બનાવી છે. દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણોના કારણે જ થાય છે. દુર્ગુણોના ભંડાર સમાન વ્યક્તિ પાસે અખૂટ ધનસંપત્તિ હોવા છતાંય તેને આદર-સન્માન પ્રાપ્ત નથી થતાં.

આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે સમજદાર માણસ એ જ છે જે દરેક વિષમ પરિસ્થિતિઓમાં પણ સહજ રહે, સમાન્ય રહે, ચાણકયની આ નિયમોનું પાલન કરવાથી સફળતા અને સુખસમૃદ્ધિ પ્રાપ્ત થાય. ચાણકયના ઉપદેશોને મહાન શાસકોએ પણ સ્વીકાર કર્યા છે.

આચાર્ય ચાણક્યએ ભૌતિક જીવનમાં કઈ રીતે સંપત્તિનો સંચય કરવો એનું મહત્વ જણાવ્યું છે. આચાર્ય ચાણક્યએ તેમની નીતિમાં પૈસા વિશે અમુક વાતો કહી છે જે અહીં જાણી લો. ચાણકય ધન સાથે જોડાયેલ લાભ અને ગેરલાભનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. કેવા પ્રકારનું ધન મનુષ્ય માટે શુભ છે અને ધનના હોવાથી કે ન હોવાથીની સ્થિતિમાં શુ થાય છે એ ચાણકય એ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ચાણક્ય નીતિ મુજબ ઘરમાં પૈસા ત્યારે જ આવે છે જ્યારે ઘરનું વાતાવરણ માતા લક્ષ્મીના સ્વાગત માટે તૈયાર હોય. અર્થાત્ લક્ષ્મીજી જે ઘરમાં શાંતિનું વાતાવરણ હોય ત્યાં જ આવે છે. તે એવા મકાનમાં રહે છે, જેમાં પરિવાર વચ્ચે પરસ્પર પ્રેમ હોય.

જે ઘરમાં પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય, જ્યાં કોઈ વિવાદ ન હોય, એવા ઘરમાં લક્ષ્મીજીને આવવું વધારે પસંદ છે. તેથી એવા જ ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે. લક્ષ્મીનો ક્રોધ ઘરની આર્થિક સ્થિતિ માટે ખુબ ખરાબ ગણવામાં આવે છે. તેનાથી ઘરમાં ગરીબી આવે છે.

એવું કહેવામાં આવે છે કે જેની ભાષા કડવી હોય. તેમજ જે માણસ બીજા માટે કઠોર શબ્દોનો ઉપયોગ કરે છે, તો માતા લક્ષ્મી ક્યારેય તેવા વ્યક્તિના ઘરે નથી આવતા. અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારા લોકોને ધંધાના કિસ્સામાં પણ લાભ મળતો નથી. જેનો અવાજ સરસ અને મધુર હોય તેના ઘરે પૈસા આવે છે. તે આર્થિક રીતે સમૃદ્ધ બને છે.

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં જણાવ્યું છે કે વ્યક્તિને આર્થિક લાભ ત્યારે જ શક્ય છે જો તે તેના ક્ષેત્રમાં તેના સાથીદારોનો આદર કરે. આવી વ્યક્તિ તેના બોસની દૃષ્ટિએ સારો કાર્યકરતા હોવો જોઈએ. ક્ષેત્રમાં આવી ભાવના ધરાવનાર પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.