દરેક તેમના વ્યવસાયને વધારવા વિશે નવી યોજનાઓ બનાવે છે. પરંતુ આ સમય દરમિયાન, આવી કેટલીક ભૂલો કરવામાં આવે છે જેના કારણે ધંધો અને વ્યવસાય વધવાને બદલે ઘટવા માંડે છે. ચાણક્યએ પોતાની અંદર બતાવ્યું છે કે, જો લોકો નાની બાબતોનું ધ્યાન રાખે તો જીવનની અંદર ખૂબ જ મોટી મોટી સફળતાઓ મેળવી શકે છે.
ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિએ સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે અને સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ વિના જીવનમાં સફળતા મળતી નથી. સફળ થવા માટે ચાણક્ય દ્વારા કહેલી આ વાતો જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ચાણક્યએ તેની નીતિ સૂત્રમાં જણાવ્યું છે કે દરેક વ્યક્તિએ તેમના વ્યવસાયથી સંબંધિત કેટલીક વસ્તુઓ તમામ સંજોગોમાં ગુપ્ત રાખવી જોઈએ. નહિંતર, કોઈ વ્યક્તિની પરિસ્થિતિ ઘણી વખત બની જાય છે કે તેનો વ્યવસાય બંધ કરવાનો નિર્ણય લેવો પડે છે. ચાણક્ય નીતિમાં પણ આવી ઘણી નીતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો જાણી લો કે એક સફળ બિઝનેસમેન બનવા માટે તમારે શું કરવું પડશે.
समाने शोभते प्रीती राज्ञि सेवा च शोभते। वाणिज्यं व्यवहारेषु स्त्री दिव्या शोभते गृहे॥ આ શ્લોક દ્વારા ચાણક્ય કહે છે કે મિત્રતા બરાબર હોવી જોઈએ. ચાણક્ય નીતિ અનુસાર એવા જ લોકો બિઝનેસમાં સફળતા પ્રાપ્ત કરે છે, જે સારા અને કાર્યક્ષમ વક્તા હોય. એટલે કે જેની વાકપટુતા સારી હોય.
ચાણક્ય કહે છે કે આ બંને ગુણોનો સંપૂર્ણ ઉપયોગ બિઝનેસમાં થાય છે. વર્તણૂક અને વાણીને વ્યવસાયમાં સફળતાનું સાધન માનવામાં આવે છે. એક બિઝનેસમેનના મનમાં કદી નકારાત્મક ભાવો ન હોવા જોઈએ. જો તમે સકારાત્મક વિચારસરણીથી કાર્યની શરૂઆત કરશો તો જ તમને સફળતા મળશે. પરંતુ નકારાત્મક ભાવોને કારણે ઉલ્ટાના સારા કામ પણ બગડે છે.
ધંધો કરતા લોકોએ હંમેશા દરેક રિસ્ક લેવા માટે તૈયાર રહેવું જોઈએ. તેમજ ચાણક્ય કહે છે કે કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં તેની પાસે સંપૂર્ણ માહિતી પણ હોવી જોઈએ. આ સિવાય વાત કરીએ તો બિઝનેસ માટે સારી વ્યૂહરચના સાથે નવા ફેરફારો પણ એટલા જ જરુરી છે.
આચાર્ય ચાણક્ય અનુસાર જ્યારે તમે કોઈપણ વેપારધંધો નવો શરૂ કરો છો ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે, તમે તે વેપાર કયા સમયે અને કઈ જગ્યાએ કરવાના છો. આ ઉપરાંત આ વેપાર ની અંદર તમારો સાથ કોણ કોણ આપશે. એટલે કે તમારા પાર્ટનર કોણ છે તેના વિશે પણ જાણકારી મેળવી લેવી જેથી કરીને આગળ જતાં કોઈ મુશ્કેલી ઉત્પન્ન ના થાય.