ચાણક્ય મુજબ, વ્યક્તિની સાચી ઓળખ ફક્ત ખરાબ સમયમાં જ થાય છે. ખરાબ સમય મનુષ્યને મજબુત બનાવે છે. જો ચાણક્યની આ નીતિઓને ખરેખર અમલમાં લાવવામાં આવે તો જીવન સફળ બનાવી શકાય છે. ઘણા લોકોના મનમાં એવું હોય છે કે પૈસા જ એક એવી વસ્તુ છે જે અંત સુધી આપણી સાથે રહે છે. અથવા તો ભૌતિક વસ્તુઓને આપણે આપણી સૌથી નજીક સમજીએ છીએ, પરંતુ ચાણક્ય નીતિ અનુસાર એવુ બિલકુલ નથી.
જો આપણે આ જ રીતે કોઇપણ સમસ્યાના મૂળને જાણી લેશું તો તે સમસ્યા ખૂબ જ સરળતાથી ઉકેલાઇ જશે અને આપણને સફળતા મળી જશે. ખરાબ સમય વ્યક્તિને ઘણું શીખવે છે, તેથી ક્યારેય ખરાબ સમય થી ગભરાવુ ન જોઇએ. દુ: ખના વાદળો જીવનમાં કાયમી નથી રહેતા, દુખ એક સમય પછી જતુ રહે છે. એટલા માટે આ સમય દરમિયાન થોડીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો ચાલો જાણી લઈએ કે આપણે ખરાબ સમય માં કેવું કેવું ધ્યાન રાખવું જોઈએ.
ગભરાવું ન જોઈએ :- ચાણક્ય મુજબ એવું કહેવામાં આવે છે કે ખરાબ સમય જ મનુષ્યને મજબુત બનાવે છે. ઉદાહરણ સાથે ચાણક્ય સમજાવે છે કે, જેવી રીતે અગ્નિ માં તપીને સોનુ કુંદન બને છે, તેવી જ રીતે ખરાબ સમય વ્યક્તિ ને ઘણું શીખવે છે, તેથી ક્યારેય ખરાબ સમયથી ગભરાવુ ન જોઇએ.
પારકા અને પોતાનાની પરખ કરવી :- ચાણક્યનું માનવું છે કે જ્યારે ખરાબ સમય આવે છે, ત્યારે મતલબી અને તકવાદી લોકો તરત જ દુર જતાં રહે છે. જે લોકો સાચા મનથી તમારી સાથે જોડાયેલા છે, ખરાબ સમય માં તમારી જ સાથે રહે છે. તેથી, જેઓ ખરાબ સમયમાં એક સાથે ઉભા રહે છે તેમનો ક્યારેય સાથ ન છોડવો જોઈએ. માટે ચાણક્ય એવું કહે છે કે ખરાબ સમય માં એ પણ ધ્યાન રાખવું કે કેવા લોકો સાથે રહેવું અને કેવા સાથે નહીં.
આત્મવિશ્વાસ રાખવો :- ખરાબ સમયમાં માણસ નો આત્મવિશ્વાસ ક્યારેય પણ ડગવો ન જોઈએ. કારણ કે ખરાબ સમય સામે લડવામાં તમારો આત્મવિશ્વાસ સૌથી મદદગાર છે. માટે ચાણક્ય આત્મવિશ્વાસ પર પણ એટલો જ ભાર મૂકે છે.