આચાર્ય ચાણક્યએ આપણા જીવનને સુખી બનાવી રાખવા માટે અનેક નીતિઓ બનાવી છે. જે માનવો માટે ખૂબ જ ફાયદાકારક ગણાવવામાં આવે છે. ચાણક્યએ પોતાની અંદર બતાવ્યું છે કે, જો લોકો નાની બાબતોનું ધ્યાન રાખે તો જીવનની અંદર ખૂબ જ મોટી મોટી સફળતાઓ મેળવી શકે છે.
ચાણક્યએ તેની નીતિ સૂત્રમાં જણાવ્યું છે કે દરેક વ્યક્તિએ તેમના વ્યવસાયથી સંબંધિત કેટલીક વસ્તુઓ તમામ સંજોગોમાં ગુપ્ત રાખવી જોઈએ. ચાણક્ય નીતિના ઘણા અધ્યાયના શ્લોકમાં આવા ગુણો વિશે વાત કરે છે, જેના દ્વારા માનવ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે.
ચાણક્યે એમણે એવું જણાવ્યું કે આ સિદ્ધાંતો હું અનેક શાસ્ત્રોનો આધાર લઈને કહી રહ્યો છું. ચાણક્ય નીતિમાં માનવજીવનને ઉન્નત બનાવવા માટે એવી કેટલીક નીતિઓ આપી છે. જેને અનુસરવાથી લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે. ક્યારેક ક્યારેક આપણે એવા વ્યક્તિ પર અને વસ્તુઓ ઉપર વિશ્વાસ કરીએ છીએ, જેનાથી આપણને ઘણું નુકશાન થઇ શકે છે.
વિશ્વાસને કારણે થતા નુકશાન માંથી બચવા માટે ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય નીતિમાં વ્યક્તિના જન્મથી લઈને વ્યક્તિના મૃત્યું સુધી સંકળાયેલા દરેક વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાણક્ય એક શ્લોકના માધ્યમથી કહે છે કે આવા પ્રાણીઓ પર ક્યારેય ભરોશો ન કરવો જોઈએ.
नखीनां च नदीनां च श्रृंगीणां शस्त्रपाणिणां।
विश्वासो नैव कर्तव्यः स्त्रीषु राजकुलेषु च।।
આ શ્લોક દ્વારા ચાણક્ય કહે છે કે લાંબા નખવાળા સિંહ, રીંછ અને વાઘ વગેરે પર વિશ્વાસ કરી શકાય નહિ, કેમ કે તેમની સામે તમે એના એ વિશ્વાસે ન જઈ શકો કે તે તમારા પર હુમલો કરશે નહિ. એટલા માટે તેના પર વિશ્વાસ કરનાર વ્યક્તિ હંમેશા છેતરાય છે. આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ – આ પાંચ બાબતો ત્યારે નક્કી થઇ જાય છે જયારે જીવ માતાના ગર્ભમાં હોય છે.
હથિયારવાળા વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવો : ચાણક્ય મુજબ શીંગડા વાળા પશુઓ અને હથિયારવાળા વ્યક્તિઓ હોય એવા લોકોનો ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં. કેમ કે તેઓ પોતાના સ્વાર્થ માટે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરી શકે છે. આચાર્ય ચાણક્ય રાજવંશની વાત કરતા જણાવે છે કે રાજનીતિ હંમેશા પરિવર્તનશીલ હોય છે.
રાજપરિવારના લોકો કે પ્રશાસનના લોકો સત્તામાં બની રહેવા માટે કૂટનીતિ કરે છે અને તેના શિકાર પણ બની શકે છે. તેમના મિત્રો અને દુશ્મનો સમયની સાથે બદલાતા રહે છે. સત્તાનો મોહ એવો છે કે દરેક વ્યક્તિ પોતાના બાળકો અને એમના પરિવારને પણ ભુલી જાય છે. એવામાં આ પાંચ વસ્તુ પર ભૂલથી પણ વિશ્વાસ કરવો જોઈએ નહી.
વ્યક્તિએ હંમેશા રહેવુ સાવધાન : જો કોઈ નદી પાર કરી રહ્યા હોય તો તમારે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ કે નદી કેટલી ઊંડી છે. કેમ કે નદીના ઉંડાણ અને તેના પ્રાવહ વિશે કોઈ ચોક્કસ ધારણા ક્યારેય ન બનાવી શકાય. તે ગમે ત્યારે તેના મોટા વેગથી નુકશાન થઇ શકે છે. એટલા માટે નદીમાં ઉતરનાર વ્યક્તિએ હંમેશા સાવધાનથી રહેવુ જોઈએ.