દરેક લોકોને એમની સુંદર ત્વચા ખુબ જ પસંદ હોય છે. એના માટે ઘણા પ્રયત્ન કરતા રહે છે. ઉંમર વધવાની સાથે સાથે દરેક સ્ત્રી અને પુરૂષના શરીરમાં ફેરફાર થતા હોય છે, આ સમસ્યાથી બચવા સ્ત્રી અને પુરૂષ નવા નવા નુસખા અને પ્રોડક્ટનો ઉપયોગ કરતાં રહે છે. લાંબા ગાળે બજારની પ્રોડક્શન તમારા શરીરમાં નુકશાન કરે છે અને એનાથી કોઈ વધારે ફરક પણ પડતો નથી.
જો કરચલીઓની સમયસર સારવાર કરવામાં નહીં આવે, તો તે વધવા માંડે છે અને પછી તમે ઇચ્છો તો પણ તેમાંથી છૂટકારો મેળવી શકતા નથી. આજે અમે તમને કરચલીઓ દુર કરવાના અમુક ઉપાય જણાવીશું, જેનાથી એક મહિનામાં જ ફરક જોવા મળશે. તો ચાલો જાણી લઈએ એ ઉપાય વિશે..
લીંબુ અને હળદર :- ચહેરાની કરચલીઓને દૂર કરવા માટે લીંબુ અને એમાં થોડી હળદર નાખીને બે ચમચી ચણાનો લોટ મિક્સ કરી પેસ્ટ બનાવી લેવી. પછી આ પેસ્ટનું મિશ્રણ ચહેરા પર ત્રણથી ચાર વખત લગાવો. કરચલીઓ સમાપ્ત થઈ જશે અને તમારા ચહેરા પર ગ્લો આવી જશે.
એલોવેરા જેલ :- એલોવેરા કરચલીઓ દુર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો એલોવેરા જેલ નિયમિત ચહેરા પર લગાવવામાં આવે તો કરચલીઓ દુર થઈ જાય છે. એક ચમચી પલાળેલી દાળની પેસ્ટ તૈયાર કરવી. પછી તેને એલોવેરા જેલમાં મિક્સ કરવું. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગળા પર હળવા હાથથી લગાવી દેવું. તેને થોડો સમય માટે રહેવા દેવું અને જ્યારે તે સુકાઈ જાય પછી તેને સાફ પાણીની મદદથી ધોઈ લેવું. આ ઉપાય અઠવાડિયામાં ત્રણ દિવસ કરવાથી કરચલીઓથી છૂટકારો મળશે.
કેળાનું ફેસ માસ્ક :- કેળાનું ફેસ માસ્ક લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે અને કરચલીઓ પણ દૂર થાય છે. ખરેખર, કેળામાં પોટેશિયમ, કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન-સી હોય છે. જે ચહેરા માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેળાની પેસ્ટ તૈયાર કરવા માટે, એક કેળાને ગ્રાઇન્ડ કરીને અંદર દૂધ નાખવું અને તેમને મિક્સિમાં મિક્સ કરી લેવું.
આ પેસ્ટની અંદર મધ મિક્સ કરવું અને આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવો. 15 મિનિટ પછી ચહેરાને પાણીથી સાફ કરી લેવો. આ પેસ્ટ લગાવવાથી ચહેરો નરમ થઈ જશે અને કરચલીઓ દુર થઇ થશે. આ પેસ્ટને નિયમિત રીતે લગાવવાથી કરચલીઓ એક મહિનાની અંદર દુર થઈ જશે.
નાળિયેર તેલ :- નાળિયેર તેલ ચહેરા માટે ફાયદાકારક માનવામાં આવે છે. ચહેરા પર નાળિયેર તેલ લગાવવાથી ત્વચા પર હાજર બધા ડાઘ દૂર થાય છે, આ તેલ સાથે કરચલીઓ પર પણ અસર જોવા મળે છે. રાત્રે સુતા પહેલા ચહેરા પર નાળિયેર તેલથી માલિશ કરો. નિયમિતપણે આ કરવાથી કરચલીઓ અદૃશ્ય થઈ જશે.
પપૈયુ :- પાકેલા પપૈયાનો એક ટુકડો લઈને ચહેરા પર ઘસીને લગાવવું. થોડા સમય પછી મોં ધોઈ લેવું. આવી રીતે નિયમિત કરવાથી ચહેરા પર કરચલીઓ તો દૂર થઇ જશે અને સાથે ચહેરાનો નિખાર પણ વધી જશે.
ચણાનો લોટની પેસ્ટ :- ચહેરા પર ચણાના લોટ અને દહીંની પેસ્ટ બનાવીને લગાવવાથી કરચલીઓ માં ઘણો ફરક પડે છે. એટલા માટે જો તમે ઇચ્છો તો, તમે આ પેસ્ટને ચહેરા પર લગાવી શકો છો. ચણાનો લોટ અને દહીં મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરીને પછી એને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો. આ પેસ્ટને દહીંના બદલે ચણાના લોટમાં દૂધ મિક્સ કરીને તૈયાર કરી શકાય છે. ધ્યાનમાં રાખવું કે દૂધ કાચું હોય.
ચંદનની પેસ્ટ :- ચંદન ચહેરા પર લગાવવાથી ત્વચાને ઠંડક મળી રહે છે. અને સાથે સાથે ચહેરા પરની કરચલીઓ પણ દૂર થવા લાગે છે. ચંદનની પેસ્ટ તૈયાર કરવા માટે, ગુલાબજળમાં એક ચમચી ચંદન પાવડર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી. હવે તેને ચહેરા પર લગાવવું. આ પેસ્ટને આંખોની નીચે લગાવાથી કરચલીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. તેને લગાવવાથી કરચલીઓ તેમજ કાળા કુંડાળા પણ દુર થઈ જાય છે.