આજકાલ લોકો પોતાના ચહેરાની સંભાળ રાખી શકતા નથી. સુંદર ત્વચા દરેકને પસંદ હોય છે. પરંતુ એની સંભાળ રાખવા માટે પુરતો સમય હોતો નથી. લોકો ત્વચાની સંભાળનો ઉલ્લેખ થતાંની સાથે જ બજારમાં મોંઘા ઉત્પાદનોનો નો ઉપયોગ કરે છે, જો ત્વચાનું ખાસ ધ્યાન રાખવામાં ન આવે તો થોડી પણ બેદરકારી તમારી સુંદરતા બગડી શકે છે.
ઘરેલું ઉપચારથી તમારા ચહેરા પર નિખાર આવી શકે છે. પરંતુ શું તમે ક્યારેય ઘરે કુદરતી વસ્તુઓમાંથી બનાવેલા કોસ્મેટિક્સનો ઉપયોગ કરવા વિશે વિચાર્યું છે. તો ચાલો જાણી લઈએ રસોડામાં જ રહેલા ઘણાં એવા નુસ્ખા વિશે… જેનાથી ચહેરા પર ગ્લો ની સાથે ગોરો પણ થઇ જશે..
આ ઘરેલું ઉપાય તમને કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ વગર સ્વચ્છતા આપે છે. સુંદરતા પ્રકૃતિના દરેક કણમાં છુપાયેલી હોય છે અને આ પ્રકૃતિની ગોદમાંથી નીકળેલા કુદરતી ઉપાયો ચહેરાને ગોરો અને સુંદર બનાવી શકે છે. આપણને કુદરતી વસ્તુઓમાંથી જે સુંદરતા મળે છે તે સૌથી શુદ્ધ અને અસરકારક છે, કારણ કે સુંદરતાનો વાસ્તવિક ખજાનો સ્વભાવમાં જ છુપાયેલો છે. આપણે સુંદર દેખાવા માટેની સરળ ટીપ્સ વિશે જાની લઈએ.
પેક ત્યાર કરવા માટે જરૂરી સામગ્રી :- 2 ચમચી ઘઉંનો લોટ, અડધી ચમચી હળદર, અડધી ચમચી મધ અને 2 ચમચી ગુલાબજળ વગેરેની પેસ્ટ બનાવવવા માટે
પેક બનાવવાની રેસીપી :- આ પેક તૈયાર કરવા માટે, એક બાઉલમાં ઉપર જણાવ્યા પ્રમાણમાં લોટ, હળદર મધ અને ગુલાબજળ મિક્સ કરીને આ દરેક સામગ્રીને એકસાથે મિક્ષ કરીને એક પેસ્ટ બનાવી લેવી અને ત્યાર પછી તમારે આ પેસ્ટમાં થોડું મધ મિક્સ કરવું કારણ કે મધ તમારા ચહેરા પર ચમક લાવશે અને સાથે સાથે ભેજ પણ આપશે. જેનાથી ચહેરો ગ્લો આપશે.
તમારા ચહેરા પર આ પેસ્ટ લગાવતા પહેલા તમારા ચહેરાને સારી રીતે સાફ કરી લેવો, તે પછી આ ફેસ પેક તમારા ચહેરા પર ગોળ ગતિમાં ફેરવતા લગાવો, ત્યાર પછી તેને ચહેરા પર 15-20 મિનિટ રહેવા દેવું અને તેને સુકાવવા દેવું.
તમારા ચહેરાને ઠંડા પાણીથી સાફ કરીને લુછી લેવો. જ્યારે તમે તમારો ચહેરો ગોરો કરવા માંગતા હોય ત્યારે તમારે આ પેસ્ટને તમારા ચહેરા પર અઠવાડિયામાં બે વાર લગાવવું, જેનાથી થોડા દિવસોમાં જ તમારો ચહેરો ચમકી જશે..
આ ઉપરાંત એલોવેરાથી તમારી સ્કીન ચમકશે, એલોવેરા ખાવાની સાથે જ તમે ચહેરા પર પણ લગાવી શકો છો. એલોવેરાનો પલ્પ લગાવવાથી ઘણાં ફાયદા મળે છે. એલોવેરા ચહેરાની સુંદરતાની સાથે સાથે વાળની લંબાઇ માટે પણ ખૂબ હ ફાયદાકારક છે. એલોવેરા જેલને ચહેરા પર લગાવો અને થોડીક વાર બાદ ધોઇ લેવો. થોડા દિવસો સુધી આ કામ કરવાથી ચહેરા પર ઘણો ફરક જોવા મળશે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment