ચહેરા પર ગ્લો લાવવા માટે નિયમિત આ વસ્તુનું સેવન કરવું, મળશે ઘણા લાભ

સ્વાસ્થ્ય

દરેક લોકોને સુંદર ત્વચા જોઇએ છે. વધતી જતી ઉંમરની સાથે ચહેરા પરની ઉંમર પણ વધે છે. જો તમારા ચહેરા પર ખીલ, દાગ કે ધબ્બા હોય અને ખંજવાળ આવતી હોય અથવા ધાધર થઇ હોય તો તમારે આ વસ્તુનું સેવન કરવું જોઈએ.એવામાં તમે ઘરની વસ્તુનો ઉપયોગ કરીને ખરાબ ત્વચા તેમજ મૃત કોશિકાઓને દૂર કરી શકો છે. તો ચાલો જાણી લઈએ એ વસ્તુ વિશે.

ડાર્ક ચોકલેટ :- ચોકલેટ સામાન્ય રીતે તરત એનર્જી આપનાર ખોરાક ગણાય છે, ડાર્ક ચોકલેટમાં ૧૧ ટકા ફાઈબર એટલે કે રેસા હોય છે, આયર્ન, મેગ્નેશિયમ, તાંબું અને મેંગેનીઝ હોય છે. એમાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ પણ વિપુલ પ્રમાણમાં હોય છે. એટલે એ ચામડીમાં રખડતા કચરા ફ્રી રેડિકલ્સને દૂર રાખે છે. જેથી ત્વચા ચિરયુવાન રહે છે. ડાર્ક ચોકલેટ હૃદયને નિરાંતમાં રાખે છે અને બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. આ બધો લાભ સામાન્ય ચોકલેટમાં નથી મળતો.

નારિયેળનું તેલ :- નારિયેળ, કોપરું અને નારિયેળનું તેલ પણ હેલ્ધી ચરબીનો મોટો સ્ત્રોત છે. એમાં સેચ્યુરેટેડ ફેટ અને ફેટી એસિડ્સ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. નારિયેળમાં જે ફેટ હોય છે એ બીજી તમામ પ્રકારની ચરબી કરતાં અલગ હોય છે. એમાં સૌથી વધારે પ્રમાણમાં મીડિયમ ચેઈન ફેટી એસિડ હોય છે. એ તમારી ભૂખ ઘટાડે છે. એટલે વજન ઓછું કરવા માટે નારિયેળનું તેલ અને કોપરું આદર્શ બની રહે છે.

એલોવેરાનું સેવન :- એલોવેરા ખાવાની સાથે જ તમારા ચહેરા પર ઘણો ગ્લો આવે ચ્જે અને સાથે તમે એને ચહેરા પર લગાવી શકો છો. એલોવેરાનો પલ્પ લગાવવાથી ઘણાં ફાયદા થાય છે. એલોવેરા ચહેરાની સુંદરતાની સાથે સાથે વાળની લંબાઇ માટે પણ ખૂબ ફાયદાકારક છે. એલોવેરા જેલને ચહેરા પર લગાવો અને થોડીક વાર બાદ ધોઇ લો. થોડા દિવસો સુધી આ કામ કરવાથી તમને પણ ફરક જોવા મળશે.

ચીઝ નું સેવન :- ચીઝના પોષણનો અંદાજ મેળવવો હોય તો એટલું જાણી લો કે એક સ્લાઈસ ચીઝ બનાવવામાં એક ગ્લાસ જેટલું દૂધ વપરાઈ જાય છે. તેમાં કેલ્શિયમ, વિટામિન બી-૧૨, ફોસ્ફરસ અને સોડિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. એમાંથી પ્રોટીન પણ ખૂબ સારું મળી રહે છે. તાજું ચીજ ખાવાનું રાખો તો ટાઈપ-ટુ ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને ડાયાબિટીસ ન હોય તો થતો નથી. સાથે જ નિયમિતચીઝ ખાવાથી ચામડી નરમ ને મુલાયમ રહે છે. કદી સૂકી ચામડીની તકલીફ થતી નથી. એમાં રહેલી હેલ્ધી ચરબી ચામડીને અનેરું ઓજ આપે છે.

દહીં આરોગ્ય અને ચામડી માટે :- દહીંના અનેક લાભ વખતોવખત આપણને જાણવા મળે છે, કારણ કે દહીં ખરેખર આપણા આરોગ્ય અને પાચન માટે અનિવાર્ય છે. દહીંમાં પાચનતંત્રને મદદરૂપ થાય એવા લાભકારી પ્રોબાયોટિક બેક્ટેરિયા હોવાથી એ પાચન સુધારી આપે છે. પાચન સુધરે તો તમારું આરોગ્ય પણ આપોઆપ સુધરી જાય.