આજે વિશ્વમાં લાખો લોકો કેન્સરની બિમારીથી મરી રહ્યા છે. કેન્સર આધુનિક જીવનની સૌથી મોટી અને જીવલેવા કે જીવલેણ બિમારી ગણાય છે. શારીરિક સંતુલન અને મેટાબોલિક અસંતુલન ને કારણે કેન્સર રોગ થાય છે. પરંતુ આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે છોડના ઉપયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે રાહત મળી શકે છે. તો ચાલો જાણી લઈએ એ છોડ વિશે..
અમે વાત કરી રહ્યા છીએ સુવાના છોડ વિશે. સુવા એ અજવાઈનનો જ એક પ્રકાર છે. તેને અંગ્રેજી ભાષામા ‘ડીલ‘ ના નામથી ઓળખવામા આવે છે. આ સૂવા ના છોડને મુખ્યત્વે ઔષધો બનાવવા માટે ઉપયોગમા લેવામા આવે છે. તેમા પુષ્કળ માત્રામા ન્યુટ્રીઅન્ટસ અને એન્ટી ઓક્સિડન્ટ સમાવિષ્ટ હોય છે, જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.
કેન્સર સામે રક્ષણ :- આ છોડમા અમુક એવા વિશેષ પોષકતત્વો પણ સમાવિષ્ટ હોય છે, જે તમને કેન્સર જેવી જીવલેણ સમસ્યા સામે પણ રાહત આપે છે. જો તમે ઠંડીના મૌસમમા આ સૂવાના દાણાનુ સેવન કરો તો તે તમારા શરીર માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. તો ચાલો આજે આ લેખમા સૂવાના સેવનથી અન્ય સ્વાસ્થ્યને થતા લાભ વિશે માહિતી મેળવીએ.
કોલેસ્ટ્રોલને રાખે છે નિયંત્રિત :- સૂવાના છોડમા પુષ્કળ માત્રામા કેલરી, એન્ટિ ઓક્સિડન્ટ, ફાઈબર અને વિટામિન સમાવિષ્ટ હોય છે, જે તમારા રક્તમા કોલેસ્ટ્રોલના પ્રમાણ ને નિયંત્રિત રાખે છે અને તમારા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. તેના નિયમિત સેવનથી તમે શરદી, ઉધરસ, તાવ, બવાસીર, અલ્સર વગેરે જેવી સમસ્યાઓ સામે રાહત મેળવી શકો. સુવાના છોડમા કેલ્શિયમ ભરપૂર માત્રામાં સમાવિષ્ટ હોય છે, જે તમારા હાડકાઓને મજબૂત બનાવે છે.
પાચનક્રિયા માટે :- આ ઉપરાંત તેમા આવશ્યક માત્રામા એન્ટી બેક્ટેરિયલ તત્વો પણ સમાવિષ્ટ હોય છે, જે તમને ઓસ્ટીયોપોરોસિસ જેવી ચેપ સાથે સંકળાયેલ સમસ્યાઓ મા પણ રાહત આપે છે. જો તમે સુવાના દાણા નો નિયમિત સેવન કરો તો તમને પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓથી પણ તુરંત રાહત મળે છે અને તમારી પાચન ક્રિયા પણ મજબૂત બને છે.
બ્લડ શુગર લેવલ :- આ છોડના પાંદડામા લાઈમોનીન અને યુજીનોલ જેવા એનેસ્થેટિક અને એન્ટી સેપ્ટિક તત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરમા બ્લડસુગર લેવલને નિયંત્રિત રાખે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ પાંદડાનુ સેવન ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.આ ઉપરાંત આ છોડમા રિબોફ્લેવિન, ફોલિક એસિડ, બીટા કેરોટીન, વિટામિન એ, નિયાસિન અને વિટામિન સી જેવા તત્વો ભરપૂર માત્રામા સમાવિષ્ટ છે, જે તમારા શરીરનુ મેટાબોલિઝમ મજબૂત બનાવવા માટે લાભદાયી સાબિત થઈ શકે છે.