સવાલ-મને એક યુવક ગમે છે, પણ તે ઓછું ભણેલો છે અને તે સામાન્ય કુટુંબમાંથી આવે છે અને તેનો દેખાવ પણ સાધારણ છે
જવાબ- યુવકનું ભણતર નહિ ચરિત્ર અને આવડત જોવાય, કુટુંબ નહિ પણ તેની ખાનદાની અને મહેનતુપણું જોવાય,દેખાવ નહિ સ્વભાવ જોવાનું હોય છે. તો જ તે તમને સારું જીવન આપી શકશે. જો તમે કોઈ પૈસાવાળા કે ભણેલા ને પસંદ કરશો તો તે તમારું સમ્માન નહિ કરે.
સવાલ :- હું મારા બોયફ્રેન્ડને પ્રેમ તો કરું છું, પરંતુ હવે મને મારા એક બેસ્ટ ફ્રેન્ડ પ્રત્યે પણ આકર્ષણ થવા લાગ્યું છે. મારા બોયફ્રેન્ડ સાથે મારે પાંચ વર્ષથી સિરિયસ ટાઈપના સંબંધો છે, અને મને તેનાથી કોઈ ફરિયાદ નથી. અમારી ફેમિલી પણ અમારા રિલેશનથી માહિતગાર છે. પણ ખબર નહીં કેમ, મને મારો બેસ્ટ ફ્રેન્ડ ગમવા લાગ્યો છે. શું હું મારા બોયફ્રેન્ડને આ અંગે વાત કરીશ તો અમારા રિલેશન પર પૂર્ણવિરામ મૂકાઈ જશે? મને જવાબ આપશો?
જવાબ :- જે સંબંધો સાથે તમે જોડાયેલા હોય તેમાં ચોક્કસ થોડા સમયગાળા બાદ કંટાળો ઉપજવો પણ સ્વાભાવિક છે. તમારા હાલના સંબંધોમાં સ્પાર્ક ન રહ્યો હોય ત્યારે આવું થઈ શકે છે. તમારા માટે મારી સલાહ એ રહેશે કે તમે પોતે કેવો પાર્ટનર ઈચ્છો છો તેનું એક લિસ્ટ બનાવો, તેના ફાયદા અને નુક્સાનનું એનાલિસિસ કરો, અને તેના આધારે તમારા બોયફ્રેન્ડ તેમજ જેના પ્રત્યે તમને આકર્ષણ છે તે વ્યક્તિ વચ્ચે સરખામણી કરી લાંબા ગાળે તમારા માટે કોણ યોગ્ય રહેશે તે નક્કી કરો.
સવાલ- મારા ગામની એક યુવતી મને દરરોજ એમના પપ્પાના નંબર માંથી મેસેજ કરે છે આ વાત તેના પપ્પાને ખબર નથી, પરંતુ મને એ નથી ખબર પડતી કે હું શું કરું..
જવાબ – જો તમને પસંદ ન હોય તો આ બંધ કરી દો, અથવા ચાલુ રાખો, એમાં કાંઈ નવું નથી દોસ્ત, તમે એને જવાબ આપીને આ સવાલનું સોલ્યુશન લઇ શકો છો..
સવાલ :- હું મારો સેક્સ પાવર ખુબજ વધારવા માગું છું. મેં સાંભળ્યું છે કે, ફ્રૂટ્સથી કામેચ્છા વધારી શકાય છે ત્યારે કયા ફ્રૂટ્સથી વ્યક્તિની કામેચ્છામાં વધારો કરી શકે છે?
જવાબ :- ઘણાં બધાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સથી વ્યક્તિની કામેચ્છા વધતી હોવાનું કહેવામાં આવે છે. કેળાં સહિતના ઇન્ટરનેટ પર આખું લિસ્ટ તમને મળી જશે. પ્લીઝ વધુ માહિતી માટે ગૂગલ પર પણ સર્ચ કરી શકાય છે.
સવાલ- મારી પત્નીને અભિમાન આવે છે કે એ વધારે સુંદર દેખાય છે અને બીજા કરતા બધાથી સમજદાર છે. હવે આને કેવી રીતે સમજાવું એ મને નથી ખબર, તમે પ્લીઝ મને કહેશો….
જવાબ- લગભગ આવું અભિમાન તો દરેકની પત્નીને હોય છે અને આ દરેકને રહેવાનું અને આને સમજાવે પણ કોણ?? મહિલાઓને કોઈ પહોચી ના શકે, જાતે સમજો અને વાઇફને ભ્રમમાં જ રાખવી, તો બીજું શું કહેવાય, આપણે તો બંને સરખા.. આવું તો આખી દુનિયાના પતિઓ માટે થાય છે.
સવાલ- મારો બોયફ્રેન્ડ એના ફ્રેન્ડ જોડે પણ સબંધ બનાવવા માટે કહે છે અને હું ના પાડું તો મને પણ તે તેના જોડે પ્રેમ કરવા માટે ના પાડે છે તો હું શું કરું…?
જવાબ- મહેરબાની કરીને તમે આવા વ્યક્તિને તમારા જીવનમાંથી દૂર કરો, પ્રેમ એક સાથે થાય તે ચોક્કસ યોગ્ય છે, પરંતુ કોઈ તમને પ્રેમ બીજા અન્ય સાથે શેર કરવાનું કહે તો એનો મતલબ શું થયુ ??? તમે હવે સમજો તો સારું, આ પ્રેમ કહેવાય જ નહિ, તમારે જેમ બને તેમ જલ્દી સમજી જવું જોઈએ.