બોલીવૂડ અભિનેતા અજય દેવગનને પસંદ ન હતી કાજોલ, પરંતુ થયું એવું કે બંનેએ કરી લીધા લગ્ન..

ફિલ્મી દુનિયા

બોલીવૂડની દુનિયા બહારથી જેટલી રંગીન છે અંદરથી આ દુનિયા એટલીજ અતરંગી છે. અહિયા મોટા ભાગના ફિલ્મ સ્ટાર્સ શૂટિંગ સમયે એકબીજાના પ્રેમમા પડતા હોય છે. બાદમાં તેઓ લગ્ન કરી લેતા હોય છે. આજે અમે વાત કરવાના છે અજય દેવગણ અને કાજોલ વીશે.

જેમને બોલીવૂડના સૌથી રોમેન્ટિક કપલ માનવામાં આવે છે. 1999માં અજય દેવગણ અને કાજોલે લગ્ન કર્યા હતા. હાલ તેમના લગ્નને 22 વર્ષ થઈ ગયા છે. તેમ છતા આજે પણ આ કપલ ઘણું યંગ દેખાય છે. લગ્ન પહેલા તેઓ એકબીજાને ચાર વર્ષ સુધી ડેટ કરી રહ્યા હતા.

બાદમાં તેમણે સાત ફેરા લીધા હતા. બોલીવૂડમાં હાલ બંનેના પ્રેમને લોકો વખાણતા હોય છે. પરંતુ આપને ખ્યાવ ન હોય તો જણાવી દઈએ કે અજય દેવગણે કાજોલને જ્યારે પહેલી વખત જોઈ ત્યારે તેને પસંદ નબોતી કરી. ના તો કાજોલ અજય દેવગણને ખાસ પસંદ કરતી હતી.

અજય દેવગણ અને કાજોલ ફિલ્મ હલચલમા સેટ પર 1994 માં મળ્યા હતા. તે સમયે કાજોલે સેટ પર ગુસ્સે થઈને બૂમાબૂમ કરી હતી. તેને જોઈને અજય દેવગણને બધો મૂડ મરી ગયો હતો. જેથી તેને ફરીથી ક્યારેય કાજોલને મળવાની ઈચ્છા નહોતી થઈ.

હલચલનું શૂટિંગ શરૂ થયું ત્યારે અજય દેવગણ કરીશ્મા કપૂરને ડેટ કરી રહ્યો હતો. ધીરે ધીરે તે અને કાજોલ નજીક આવ્યા, તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ અને તેઓ સારા મિત્રો બન્યા હતા. બાદમાં કરીશ્મા સાથે અજયના સંબંધો તૂટી ગયા હતા.

કાજોલ અને અજય દેવગણની લવ સ્ટોરીમાં કાજોલના પિતા શોમો મુખરજી સૌથી મોટા વીલન હતા. કાજોલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના પિતા ક્યારેય નહોતા ઈચ્છતા કે અજય દેવગણ સાથે લગ્ન કરે. ઉપરાંત તે સમયે કાજોલ માત્ર 24 વર્ષની હતી. જેથી તેના પિતાએ પહેલા તેને પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાનું કહ્યું હતું.

જોકે બાદમાં કાજોલની માતા તનુજાએ તેમના સંબંધોને સ્વીકાર્યો હતો. જેથી તેમના લગ્ન માટે બધા માની ગયા. જેથી કાજોલ આજે પણ તેની માતાને ઘમી માને છે. અજય અને તેની સાસુના સંબંધો પણ ઘણા સારા છે. બંને જમા એકબીદા સાકે મીત્રોની જેમ રહેતા હોય છે.

અજયે એક ઈન્ટરવ્યુંમાં એવું કહ્યું હતું કે તે પહેલા તેની સાસુ તનુજાને તેના નામથીજ બોલાવતો હતો. જોકે બાદમાં તે તેને સાસુને માતા કહેવા લાગ્યો હતો. જોકે તે મજાક મસ્તીમાં તેની સાસુને તેના નામથી બોલાવતો હતો. ઉલ્લેખનીય છે કે કાજોલ અને અજય દેવગણના લગ્નને 22 વર્ષ થઈ ગયા છે.

તેમની બે સંતાન છે અને હાલ તેઓ બંને તેમના લગ્નજીવનમાં ઘણા ખુશ છે. અજય દેવગણ હવે ટૂંક સમયમાં હોટસ્ટાર પર ભૂજ ફિલ્મમાં જોવા મળશે. સાથેજ તેની હોટસ્ટાર પર રુદ્ગ વેબસિરીઝ પણ આવાની છે. જેની દર્શકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે.