બીજા બાળકને જન્મ આપવાનું કરી રહ્યા હોય પ્લાનિંગ, તો ખાસ રાખો આ બાબતોનું શારી-રિક ધ્યાન

સહિયર

લગ્ન કર્યા પછી દરેકના મનમાં એક જ વાત હોય કે હવે બાળક પેદા કરવા માટે વિચારવું જોઈએ. સામાન્ય રીતે પોતાના પરિવારમાં એક નાના મહેમાનને લાવીને પરિવાર મોટો કરવાનું સપનું દરેકનું હોય છે અને ઘરના દરેક સભ્યને આ વાત સારી પણ લાગે છે.

વાસ્તવિકમાં બીજું બાળકનું પ્લાનિંગ કરવાનો આ નિર્ણય લેવો થોડો મુશ્કેલ થઇ જાય છે. આ માટે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડે છે.  ઘણીવાર પહેલા બાળકના જન્મ પછી જ્યારે બીજા બાળક વિશે વાત કરવામાં આવે કે વિચારવામાં આવે છે, તો ઘણા પ્રકારની વાતો મગજમાં ભમતી હોય છે.

પેરેન્ટિંગ સરળ નથી. પહેલાં બાળકનું ધ્યાન રાખતા એ વાત માટે પણ પોતાને તૈયાર કરવા કે બીજા બાળક પછી જવાબદારીઓ પણ વધી જશે અને એને તમે કેવી રીતે સાંભળી શકશો.. તો ફરીથી મા બનતા પહેલાં એ વાતને પણ સારી રીતે સમજી લેવું કે મહિલા શારી–રિક રીતે બીજા બાળકની તૈયારી કરવા માટે માટે તૈયાર છે કે નહી.

સાથે જ પોતાની આર્થિક સ્થિતિને પણ નજરઅંદાજ ન કરવી. આ વાતોને ધ્યાનમાં રાખીને બીજા બાળકનું પ્લાનિંગ કરવું જોઈએ. જેથી ભવિષ્યમાં પરેશાનીનો સામનો ન કરવો પડે.

પતિ-પત્નીએ એકબીજા સાથે વાત કરીને કરવું પ્લાનિંગ :- અમે તમને જણાવી દઈએ કે બીજા બાળકનું પ્લાનિંગ કરવા માટે પતિ-પત્નીએ બંનેએ એકબીજા સાથે વાત કરવી જોઈએ અને પછી જ એકમેક નો વિચાર જાણીને પ્લાનિંગ કરવું જોઈએ.

તે કોઈ પણ એકનો નિર્ણય ન હોવો જોઈએ. જો શારી-રિક સબંધ બનાવવાથી ગર્ભ રહી જાય તો બંનેએ બીજા બાળક માટે તૈયાર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે બાળકને ઉછેરવામાં માતાપિતા બંનેનું પૂર્ણ યોગદાન હોય છે.

ડોક્ટરની સલાહ લેવી :- જો તમે બીજા બાળક વિશે વિચારી રહ્યા હોય તો આ માટે તમારા સ્વાસ્થ્યને અવગણવું નહીં. આ માટે મહિલાએ સંપૂર્ણ સ્વસ્થ અને તૈયાર રહેવું જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરીને તેમની સલાહ મેળવવી યોગ્ય છે. જો તમારા પ્રથમ બાળકના જન્મ સમયે કોઈ સમસ્યા થઇ હોય, તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બાળકના પ્લાનિંગ પહેલા બજેટ બનાવવું ખૂબ જરૂરી :- જો તમે તમારા પહેલા બાળક પછી બીજી વાર માતા બનવાનું વિચારી રહ્યાં હોય તો તમારા જીવનસાથી સાથે આ બાબત પર બજેટ તૈયાર કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન, ખર્ચનું સંચાલન પણ કેવી રીતે કરવું એનું ધ્યાન રાખવું અને અન્ય જવાબદારીઓ પૂર્ણ કરવા વિશે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું.

તમારા પરિવારના સભ્યોનો સાથ :- જો તમે ઘરે એકલા હોય, અને ગર્ભાવસ્થા દરમિયાન કે પછી બાળકના જન્મ પછી તમારી અને તમારા પરિવારની સંભાળ લેનાર કોઈ ન હોય. આ માટે, કોઈને કામ માટે રાખી લેવા, જેથી ખાવા-પીવામાં કોઈ સમસ્યા ન આવે. આ ઉપરાંત, આવી સ્થિતિમાં પોતાના પરિવારના લોકોનો સાથ ખુબ જ જરૂરી છે. તે સારી સંભાળ પણ રાખે છે અને ભાવનાત્મક રીતે પૂરો સાથ પણ આપે છે.

નોકરી કરતા હોય તો ધ્યાનમાં રાખો આ ખાસ બાબત :- જો તમે નોકરી કરી રહ્યા હોય તો તમારે ગર્ભવતી બનવાના આયોજન પહેલાં પ્રસૂતિ રજા અંગેની માહિતી મેળવી લેવી જોઈએ. જેથી તમે ગર્ભાવસ્થાનો સમય વધારે સારી રીતે પસાર કરી શકો. તેમજ તમારી નોકરી પણ રેગુલર રહે. અને બાળક પછી પણ તમે નોકરી કરવા માંગતા હોય તો તમે કરી શકો છો..